Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिर्भ्रमः । પુંસવૈતન્યમિત્યાવી, વિપોઽવસ્તુશાધીઃ ॥??-૪૫ “યથાર્થજ્ઞાનને માન-પ્રમાણ કહેવાય છે. અતસ્મિન્ અર્થાત્ તદભાવવાં તેની બુદ્ધિને ભ્રમ કહેવાય છે અને ‘પુરુષનું ચૈતન્ય’... ઈત્યાદિ અવસ્તુને જણાવનારી શબ્દજન્ય બુદ્ધિને વિકલ્પ કહેવાય છે.’’-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ઘટત્વાદિ ધર્મવત્(ઘટાદિ)માં ઘટત્વાદિનું જે જ્ઞાન છે તેને માનપ્રમાણ કહેવાય છે. અન્યત્ર એ પ્રમાણે જણાવાયું છે કે ‘અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.’ ઘટત્વાદિના અભાવવાળા પટાદિમાં ઘટત્યાદિનું જે જ્ઞાન છે તેને ભ્રમ-વિપર્યય કહેવાય છે. ‘વિપર્યયો મિથ્યાજ્ઞાનમતરૂપપ્રતિષ્ઠમ્' -૮ આ યોગસૂત્રથી મિથ્યાજ્ઞાનને વિપર્યય સ્વરૂપે વર્ણવ્યું છે. જે મિથ્યાજ્ઞાન, અસ્વરૂપપ્રતિષ્ઠ છે. કહેવાનો આશય એ છે કે સર્પાદિવિષયમાં જે સર્પાદિનું જ્ઞાન થાય છે; તે પ્રમાત્મક છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા કોઈ જ્ઞાનથી તે બાધિત થતું નથી. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બની રહે છે. પરંતુ દોરડાદિવિષયમાં થનારું જે સર્પ વગેરેનું જ્ઞાન છે; તે ભ્રમ-વિપર્યયસ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા દોરડાદિના યથાર્થજ્ઞાનથી તેનો બાધ થાય છે. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બનતું નથી. આથી સમજી શકાશે કે જે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા યથાર્થ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66