Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ આથી, શ્લોક નં. ૧૨થી જણાવેલ અતિપ્રસઙ્ગનું નિવારણ થઈ જાય છે, તે જણાવાય છે इत्थं प्रत्यात्मनियतं, बुद्धितत्त्वं हि शक्तिमत् । निर्वाहे लोकयात्रायास्ततः क्वातिप्रसञ्जनम् ॥११- १८॥ આશય એ છે કે પૂર્વે પ્રીતેવિ ચૈત્તે... ઈત્યાદિ શ્લો. નં. ૧૨ થી પ્રકૃતિને એક માનવાથી એની મુક્તિ થયે છતે; બધાનો મોક્ષ થઈ જશે- આ પ્રમાણે જે અતિપ્રસઙ્ગ દોષ(અમુક્તમાં મુક્તત્વ માનવાનો અતિપ્રસઙ્ગ) જણાવ્યો હતો, તે દોષ હવે આવતો નથી-એમ જણાવાય છે. “ઉપર જણાવ્યા મુજબ દરેક આત્મનિયત બુદ્ધિતત્ત્વ; લોકવ્યવહારની વ્યવસ્થા માટે સમર્થ હોવાથી અતિપ્રસઙ્ગ ક્યાં આવે છે ?''-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે દરેક આત્માને નિયત એવા ફળનું સંપાદક બુદ્ધિતત્ત્વ હોવાથી લોકવ્યવહારના વ્યવસ્થાપન માટે તે સમર્થ છે. તેથી ‘યોગના કારણે એકની મુક્તિ થાય તો બધાનો મોક્ષ થઈ જશે.' આ જે અતિપ્રસઙ્ગ જણાવ્યો હતો તે હવે નહીં આવે. કારણ કે પ્રકૃતિ એક હોવા છતાં બુદ્ધિનો વ્યાપાર દરેક આત્માની પ્રત્યે જુદો જુદો હોવાથી ફળભેદ ઉપપન્ન થાય છે. આ પ્રમાણે યોગ-સૂત્રમાં “વૃતાર્થ પ્રતિ નષ્ટમધ્વનછું તવન્વસાધારળવાત્” ાર-રા આ સૂત્રથી જણાવ્યું છે. ૩૩

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66