________________
ઉપર જણાવ્યા મુજબ એકની મુક્તિમાં બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે બુદ્ધિને અનેક માનવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થશે તે જણાવાય છેप्रधानभेदे चैतत्स्यात्कर्म बुद्धिगुणः पुमान् । स्याद् ध्रुवश्चाध्रुवश्चेति, जयताज्जैनदर्शनम् ॥११-२९॥
“પ્રધાન-પ્રકૃતિને ભિન્ન ભિન્ન(અનેક) માનવામાં આવે તો તે કર્મસ્વરૂપ જ થશે અને તેથી બુદ્ધિ જેનો ગુણ છે એવો પુરુષ થશે, જે કથંચિ ધ્રુવ(નિત્ય) અને થંચિ અધુવ છે. આ રીતે જૈનદર્શન જ જય પામે છે.”-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એકની મુક્તિથી બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે પ્રતિ-આત્મનિયત પ્રકૃતિને ભિન્ન માનવામાં આવે તો તે આત્માના ભોગ અને અપવર્ગ(મોક્ષ)નું નિર્વાહક કર્મ જ હશે. પુરુષનો ગુણ બુદ્ધિ છે. બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન આ બધાનો એક અર્થ છે.
બુદ્ધિગુણવાળો પુરુષ થંચિત્ ધ્રુવ અને અધુવ છે. દ્રવ્યને આશ્રયીને તે ધ્રુવ(નિત્ય) છે અને પર્યાય(પરિણામ)ને આશ્રયીને તે અધુવ-અનિત્ય છે. આ રીતે જૈનદર્શન જય પામે છે. કારણ કે તેમાં દોષના લેશ(અંશ)નો પણ સ્પર્શ થતો નથી. “વિષય ગ્રહણ કરવા માટે સમર્થ હોવાથી પુરુષ ચિતૂપ છે અને બુદ્ધિ વિકલ્પ