________________
પામવું) અવસ્થા સ્વરૂપ દુઃખધ્વંસ થયે છતે એકની મુક્તિ થવાથી બીજા બધાની પણ મુક્તિ થવાનો પ્રસ છે જ. કારણ કે પ્રકૃતિની જ ખરેખર તો મુક્તિ માનવામાં આવી છે. એકની અપેક્ષાએ મુક્ત અને બીજાની અપેક્ષાએ અમુક્ત આવો; મુક્તત્વ અને અમુતત્વનો વિરોધ હોવાથી એક પ્રકૃતિમાં વ્યવહાર શક્ય નથી.
“એક જ વૃક્ષમાં જેમ શાખાવચ્છેદેન(શાખાના દેશમાં) સંયોગ[કપિ(વાંદરો)સંયોગ હોય છે અને મૂલાવચ્છેદેન તેનો અભાવ હોય છે તેમ તે તે પુરુષનિયતબુધ્ધવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સંયોગની જેમ મુક્તિ(મુક્તત્વ)ને અવ્યાખવૃત્તિ માનતા નથી. અન્યથા મુક્તત્વને સંયોગની જેમ અવ્યાખવૃત્તિશિતઃ વૃત્તિ(રહેવું તે) અને દેશતઃ તેનો અભાવ માનવામાં આવે તો મુક્તમાં પણ અમુફતત્વના વ્યવહારનો પ્રસ આવશે. પ્રકૃતિમાં તે તે પુરુષની અપેક્ષાએ મુક્તત્વ અને અમુકતત્વનો વ્યવહાર યદ્યપિ ઈષ્ટ છે, પરંતુ પ્રકૃતિની નિવૃત્તિ માનવામાં ન આવે તો મુક્ત બનેલા પુરુષ-આત્માને ભવસ્થ શરીરને લઈને ભોગનો(પ્રતિબિબાત્મક ભોગનો પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિની સર્વથા નિવૃત્તિ માનવાનું આવશ્યક છે.
I૧૧-૨૮