Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ (સંકલ્પ-વિકલ્પ-વિચાર) સ્વરૂપ હોવાથી તે ગુણવાળો પુરુષ કઈ રીતે હોઈ શકે ? કારણ કે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર : આ બંન્નેમાં વિરોધ છે.”-આવી શંકા નહીં કરવી જોઈએ. કારણ કે એ બંન્ને વ્યાપાર ક્રમે કરીને (એક સમયમાં નહીં) અનુભવાય છે તેથી ક્રમિક અનુભવના વિષયના એક ઉપયોગના સ્વભાવમાં કોઈ વિરોધ ન હોવાથી પુરુષને બુદ્ધિગુણવાળો માનવામાં કોઈ બાધ નથી. _I/૧૧-૨૯ાા જૈનદર્શનનો જય સિદ્ધ થવાથી પતંજલિએ જણાવેલા યોગલક્ષણમાં અવ્યામિદોષને જણાવાય છેतथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् । एकाग्रतावधौ रोधे, वाच्ये च प्राचि चेतसि ॥११-३०॥ આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ જૈનદર્શનની માન્યતામાં દોષનો લવ(અંશ) પણ ન હોવાથી એ દર્શનપ્રસિદ્ધ યોગ પણ વાસ્તવિક છે. પતગ્રલિએ જણાવેલું યોગનું લક્ષણ તે યોગમાં સપુત થતું ન હોવાથી અવ્યામિ આવે છે-તે જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ચિત્તવૃત્તિનો વિરોધઃ આ યોગનું લક્ષણ કાયાના નિરોધાદિ સ્વરૂપ યોગમાં સંગત થતું ન હોવાથી તેમાં અવ્યામિ આવે છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તની વૃત્તિઓના નિરોધને જ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66