________________
વિક્ષિત ચિત્ત હોય ત્યારે યોગનો આરંભ થાય છે. એ ચિત્ત, ક્ષિમ કે મૂઢ હોય છે ત્યારે વ્યુત્થાન થાય છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. (આ પ્રમાણે માની લેવાથી અવ્યામિ આવતી નથી.) આ મુજબ કહેવાનું બરાબર નથી. તેનું કારણ હવે પછી જણાવાય છે.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે વિક્ષિત ચિત્ત હોતે જીતે યોગનો આરંભ થાય છે. ત્યારે યોગની પ્રાપ્તિ થતી નથી. તેમ જ ક્ષિત કે મૂઢ ચિત્ત હોય ત્યારે વ્યુત્થાન હોય છે, યોગનો આરંભ પણ નથી હોતો. એકાગ્ર કે નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ(યોગી હોય છે. આથી સમજી શકાશે કે એકાગ્ર ચિત્તની અવસ્થાની પૂર્વેની ત્રણ અવસ્થાઓમાં યોગનો અભાવ હોવાથી તે લક્ષ્ય જ નથી. તેથી અવ્યાતિ આવતી નથી.
રજોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે ચિત્ત અસ્થિર હોય છે. બહિર્મુખ પ્રવૃત્તિને લઈને કલ્પિત એવા સુખદુઃખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરણા પામેલું એ ક્ષિત ચિત્ત હંમેશને માટે દૈત્ય અને દાનવોનું હોય છે. તમોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે કૃત્ય અને અકૃત્યનો વિભાગ કરવામાં અસદ્ગત અને ક્રોધાદિ કષાયોના કારણે અકૃત્યમાં જ નિયમિત થયેલું ચિત્ત મૂઢ કહેવાય છે. સદાને માટે રાક્ષસ અને પિશાચ વગેરેનું મૂઢ ચિત્ત હોય છે. સત્ત્વગુણના