Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ યોગ કહેવામાં આવે તો તેની પૂર્વાવસ્થામાં થનારી ચિત્તવૃત્તિઓના નિરોધસ્વરૂપ અવસ્થામાં લક્ષણસમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવશે.’’ કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનદર્શનની માન્યતા મુજબ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારમાત્રને યોગ કહેવાય છે. તેથી મન, વચન, કાયાના અશુભ યોગોના નિરોધને પણ યોગ કહેવાય છે. માત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો કાયનિરોધ અને વાનરોધમાં લક્ષણ સદ્ગત ન થવાથી અવ્યામિ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે ‘એકાગ્રતા અને નિરોધ માત્ર સાધારણ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ યોગ છે.’ તો કાયનિરોધાદિ લક્ષ્ય ન હોવાથી તેને લઈને અવ્યામિ નહીં આવે. પરંતુ તેથી એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં (વિક્ષિપ્તાવસ્થામાં) અધ્યાત્માદિથી શુદ્ધ થયેલા ચિત્તને લઈને અવ્યામિ આવે છે. ।।૧૧-૩૦ના 8 8 8 એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં અધ્યાત્મ અને ભાવનાદિથી શુદ્ધ બનેલા ચિત્તને લઈને આવતી અવ્યામિના નિવારણ માટે સાખ્યો કહે છે योगारम्भोऽथ विक्षिप्ते, व्युत्थानं क्षिप्तमूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन्न तत् ॥११- ३१॥ ૫૬

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66