Page #1
--------------------------------------------------------------------------
________________
પાલયોગલક્ષણ બત્રીશી
એક પરિશીલના
પૂ.આ.ભક્ષીવિગુપ્ત
પ્રકાશકઃ ધી અનેકાન્ત પ્રકાશન જેનરીલિજીયસ ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘ત્રિશ-ત્રિશિ’ પ્રકરણાન્તર્ગત
પાતન્જલયોગલક્ષણ બત્રીશી-એક પરિશીલન
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્મ ના પટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર . મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમ સૂ. મ. સા. ના શિષ્યરત્ન
૧. શશી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
શ્રી એનગામાન રીલીજીયસ ટ્રસ્ટ
: આર્થિક સહકાર : એક સહસ્થ
Page #3
--------------------------------------------------------------------------
________________
પાતજલયોગલક્ષણ બત્રીશી-એક પરિશીલન - ૧૧ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૮ નકલ – ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ
: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફલેટ્સ
પ્રેમવર્ધક ફૂલે નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭
અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ 'કોમલ' છાપરીયાશેરી : મહીધરપુરા
સુરત – ૩૯૫૦૦૩
: આર્થિક સહકાર : એક સગ્રુહસ્થ
: મુદ્રણ વ્યવસ્થા :
કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૮ ૬૩૨૦/૩૮૮ ૫૦૨૮
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે...
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનને છોડીને અન્ય કોઈ પણ શાસનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનું કારણ એ છે કે મોક્ષને પ્રાપ્ત કરાવનારાં સાધનોનો પારમાર્થિક ઉપદેશ માત્ર શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં છે. અન્ય દર્શનકારોના શાસનમાં પરમાર્થથી મોક્ષનાં સાધનોનો ઉપદેશ જ નથી.'-આ વાત જ્યાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં મોક્ષસાધનોની સુદઢ પ્રતિપત્તિ શક્ય
નથી.
આ પૂર્વેની દશમી બત્રીશીમાં મોક્ષના કારણભૂત સઘળાય આત્મવ્યાપારને યોગ તરીકે વર્ણવીને આ બત્રીશીમાં પતંજલિ ઋષિએ યોગાનુશાસનમાં જે યોગનું લક્ષણ-સ્વરૂપ વર્ણવ્યું છે તેની વિચારણા કરી છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે' આ લક્ષણની નિર્દોષતાદિનો વિચાર કરતાં પૂર્વે શરૂઆતમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવ્યું છે.
સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ બે મૂળભૂત તત્ત્વો છે. એમાં પુરુષ ચેતન છે. શુદ્ધ(નિરુપાલિક) સ્ફટિકાદિની જેમ શુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. ઉત્પન્ન નહીં થયેલો, ક્યારે ય નાશ નહીં પામનારો અને સદાને માટે સ્થિર એક સ્વભાવવાળો એવો ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ જેમાં પરિવર્તન આવતું નથી, એવો તે અપરિણામી નિત્ય છે.
પ્રકૃતિ જડ છે. પરિણામી નિત્ય છે. તેનાથી બુદ્ધિ (ચિત્તમહત્ત્વ) ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર(અસ્મિતા) ઉત્પન્ન થાય છે. તેથી અગિયાર ઈન્દ્રિયો અને રૂપાદિ પંચતન્માત્રા-આ સોળનો ગણ ઉત્પન્ન થાય છે અને તે બધાથી યથાયોગ્ય પાંચ
Page #5
--------------------------------------------------------------------------
________________
મહાભૂતોની(પૃથ્વી-જલાદિની) ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી પુરુષ અને પ્રકૃતિના નિરંતર સન્નિધાનથી બંન્ને વચ્ચેના ભેદનો અગ્રહ હોવાથી પુરુષને કર્તુત્વનું અને પ્રકૃતિને ચૈતન્યનું અભિમાન છે. આ જ પુરુષના સંસારનું મુખ્ય બીજ છે. યોગના પરિશીલનથી ભેદનો ગ્રહ થવાથી પુરુષ સ્વરૂપસ્થ બને છે. એ જ પુરુષનો મોક્ષ છે. પ્રથમ દષ્ટિએ આ બધું વિચારતાં રમણીય ભાસે છે. પરંતુ પરમાર્થથી આ બધું વિચારીએ તો ખૂબ જ વિચિત્ર જણાયા વિના રહેતું નથી.
ગ્રંથકાર પરમર્ષિએ પ્રારંભમાં સાંખ્યોના મતનું સંક્ષેપથી પણ સ્પષ્ટપણે નિદર્શન કરાવીને ગ્રંથના મધ્યભાગમાં તેમાં રહેલા દોષોનું દર્શન કરાવ્યું છે. એ બધું વિચારવાથી એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આટલી આત્મલક્ષી તાત્ત્વિક વાતો કરવા છતાં અન્યદર્શનકારો પરમાર્થનો લેશ પણ પામી શક્યા નથી અને એમની વાતોમાં આપણે આવી જઈએ તો આપણને પણ પરમાર્થનો અંશ પણ પ્રાપ્ત નહીં થાય.
બત્રીશીના અંતભાગમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ મોક્ષ પણ ખરેખર તો વાસ્તવિક નથી. તેથી તેમના યોગશાસ્ત્રના ઉપદેશનો કોઈ જ અર્થ નથી. એ સમજાવીને જૈન દર્શનની વાસ્તવિકતાનું સમર્થન કર્યું છે. અંતે પતંજલિપ્રણીત યોગલક્ષણ સદોષ હોવાથી; નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ સદ્ગત એવા શ્રી જૈનદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણની ઉપાદેયતાનું સમર્થન કર્યું છે. એ મુજબ યોગલક્ષણની વાસ્તવિકતાને સમજી વિચારીને વાસ્તવિક યોગને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા...
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
Page #6
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यते पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ॥
આ પૂર્વેની બત્રીશીમાં પોતાની માન્યતા મુજબનું યોગના લક્ષણનું નિરૂપણ ક્યું. “એ લક્ષણ જ બરાબર છે.'-આવી સ્થિરતા, બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણાથી પ્રાપ્ત થાય છે. તેથી તે માટે આ બત્રીશીમાં અન્યયોગલક્ષણના નિરૂપણનો આરંભ કર્યો છે. અર્થ બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણા માટે આ બત્રીશીનો આરંભ કર્યો છેचित्तवृत्तिनिरोधन्तु, योगमाह पतञ्जलिः । द्रष्टः स्वरूपावस्थानं, यत्र स्यादविकारिणि ॥११-१॥
ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેને પતલિ યોગ કહે છે. જે અવિકારી હોતે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે...” (તે ચિત્ત છે. શ્લો.નં. ૩માં એનો સંબંધ છે.)-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે “વોશ્ચિત્તવૃત્તિનિરોધ:' -રા આ સૂત્રથી પતલિએ ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવ્યો છે. રાગ, દ્વેષ અને મોહાદિના કારણે થનારી જે ચિત્તવૃત્તિઓ છે; તેના નિરોધ-અવરોધને યોગ કહેવાય છે. ચિત્ત, તેની વૃત્તિઓ અને તેનો વિરોધ : એ બધાનું સ્વરૂપ અનુક્રમે હવે પછી વર્ણવવામાં આવશે.
શ્લોકના ઉત્તરાદ્ધથી ‘ચિત્ત'નું સ્વરૂપ વર્ણવાય છે. તેનો આશય એ છે કે-જ્યારે જે અવિકારી હોતે છતે દ્રષ્ટા
Page #7
--------------------------------------------------------------------------
________________
પુરુષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવમાં અવસ્થિત બને છે; તે ચિત્ત છે. આમ તો દ્રષ્ટા-પુરુષ શુદ્ધ ચેતન અને પુષ્કરપત્રની જેમ નિર્લેપ છે. પરંતુ બુદ્ધિ(ચિત્ત) દ્વારા ગ્રહણ કરાયેલા બાહ્ય અને અત્યંતર(ઘટાદિ અને કામાદિ)વિષયોનું પ્રતિબિંબ(ચિત્-છાયાનો સક્રમ); અવિવેક(ભેદજ્ઞાનનો અભાવ)ના કારણે દ્રષ્ટા પુરુષમાં પડતું હોવાથી જપાપુષ્પના સન્નિધાનમાં વર્તતી લાલાશના કારણે શુદ્ધ સ્ફટિકની જેમ જ પુરુષમાં વૃત્તિઓનું દર્શન થતું હોય છે. પરંતુ ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી પ્રાપ્ત વિવેકખ્યાતિ(ભેદજ્ઞાન)ના કારણે હવે ચિત્સક્રમ થતો નથી. તેમ જ વિષયાકાર પરિણત થવાનો પરિણામ પણ; કર્તૃત્વાભિમાનની નિવૃત્તિ થવાથી છૂટી જાય છે. તેથી પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્
આ ત્રણ ગુણવાળી પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ છે. તેને જ અહીં યોગસૂત્રમાં ચિત્તસ્વરૂપે વર્ણવાય છે. સામાન્ય રીતે સામ્યદર્શનપ્રસિદ્ધ પુરુષ, પ્રકૃતિ અને બુદ્ધિ તત્ત્વને સમજવા માટે અન્યદર્શનપ્રસિદ્ધ શુદ્ધ આત્મા, કર્મ અને મનનો વિચાર કરવાથી ચોક્કસ રીતે તેનો ખ્યાલ આવી શકશે. પુરુષમાં બુદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થનારી પ્રકૃતિના કારણે પુરુષને કર્તૃત્વનું અભિમાન હતું. એમાં મુખ્યપણે વિવેકખ્યાતિનો અભાવ પ્રયોજક હોય છે. વિવેકખ્યાતિની વ્યુત્પત્તિથી જ્યારે કર્તૃત્વનું અભિમાન દૂર થાય છે, ત્યારે આત્મા-પુરુષ-દ્રષ્ટા સ્વસ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ
૨
Page #8
--------------------------------------------------------------------------
________________
વાત ‘તવા પ્રદ્યુ: સ્વરૂપેઽવસ્થાનમ્' ?-રૂ। આ સૂત્રમાં જણાવી છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થયે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. આથી સમજી શકાશે કે જેની અવિકારી અવસ્થામાં પુરુષનું સ્વ-સ્વરૂપમાં અવસ્થાન થાય છે તે ચિત્ત છે. આનો અર્થ એવો નથી કે તે પૂર્વે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન હતું નહિ. કારણ કે તેમ માનવાથી પુરુષમાં પરિણામિત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. સાઙખ્યાદિની માન્યતા મુજબ પુરુષ ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ તેમાં પરિવર્તન આવતું નથી. જપાપુષ્પના સન્નિધાનમાં પ્રતીયમાન સ્ફટિકની રક્તતાની જેમ જ વિવેકખ્યાતિના અભાવે ચિત્તની વૃત્તિઓ દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થતી હોય છે, પરંતુ તે અતાત્ત્વિક છે. ચિત્તની વૃત્તિઓ જલના તરોની જેમ જ ચિત્તમાં વિલીન થાય છે, ત્યારે તે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. ચિત્તની ક્ષિસ, વિક્ષિપ્ત, મૂઢ... ઈત્યાદિ અનેક અવસ્થાઓ છે. જિજ્ઞાસુઓએ તે અન્ય ગ્રંથથી જાણી લેવું જોઈએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ નિરૂપણ કર્યું છે. ૧૧-૧ * * *
ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયો ન હોય ત્યારે ચિત્તનું સ્વરૂપ કેવું હોય છે : તે જણાવાય છે
आपन्ने विषयाकारं, यत्र चेन्द्रियवृत्तितः । पुमान् भाति तथा चन्द्रश्चलन्नीरे चलन् यथा ॥ ११-२॥
Page #9
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા જે વિષયાકાર પરિણત થયે છતે ચાલતાં પાણીમાં ચંદ્ર જેમ ચાલતો દેખાય છે; તેમ પુરુષ દેખાય છે... (તે ચિત્ત છે. શ્લોક. નં. ૩ માં એનો સંબંધ છે.)-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધના કારણે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે ચિત્તના વિષયાકાર પરિણામ છે. તેને લઈને પુરુષમાં પણ અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય વર્તાય છે. ઘટપટાદિ બાહ્ય વિષયાકાર પરિણત ચિત્ત અને કામક્રોધાદિ સ્વરૂપ અભ્યત્તર પરિણામોથી પરિણત ચિત્તનું પ્રતિબિંબ વિવેકખ્યાતિના અભાવે દ્રષ્ટા-પુરુષમાં પડે છે ત્યારે વહેતા પાણીના પ્રવાહમાં, સ્થિર એવો પણ ચંદ્ર જેમ ચાલતો દેખાય છે તેમ સ્વગતધર્માધ્યારોપના અધિષ્ઠાનરૂપે પુરુષ પ્રતીત થાય છે. ચિત્તમાં રહેલી(પાણીમાં રહેલી) વૃત્તિઓ(ચાલવાની ક્રિયા)ના અધ્યારોપનું અધિષ્ઠાન(આશ્રય) પુરુષ(ચંદ્ર) બને છે.
‘વૃત્તિસાધ્યમિત I?-કો આ યોગસૂત્ર દ્વારા ઉપર જણાવેલી વાતને જણાવતાં જણાવ્યું છે કે વ્યુત્થાનદશામાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયેલો ન હોવાથી ઈન્દ્રિય અને વિષયના સંયોગાદિના કારણે ચિત્તમાં શાંત, ઘોર અને મૂઢ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તેવા રૂપથી જ ત્યારે પુરુષ પ્રતીત થાય છે. બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા છે તે વિષયો બુદ્ધિ પુરુષને બતાવે છે. તેથી બુદ્ધિ-ચિત્તના સમાન સ્વરૂપથી પુરુષ પ્રતીત થાય છે. ચિત્તની તે તે વૃત્તિઓ
Page #10
--------------------------------------------------------------------------
________________
પુરુષમાં ઔપાધિક છે. પુરુષ તો ચેતનસ્વરૂપ જ છે. જ્ઞાનાદિ ધર્મો બુદ્ધિના જ છે, પુરુષના નહિ. પુરુષ અને ચિત્તના અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થાય છે.
*
1199-211
ચિત્તનું વર્ણન કરીને હવે તેની વૃત્તિઓનું વર્ણન કરાય છે
तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्त्तिताः । માનું શ્રમો વિન્પશ્વ, નિદ્રા 7 સ્મૃતિવ = ?-શા
‘“જે અવિકારી હોતે છતે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે અને જેની વ્યુત્થાનદશામાં(અસમાધિદશામાં) પુરુષ ચલાયમાન(અસ્થિર) પ્રતીત થાય છે, તે ચિત્ત છે. વૃત્તિઓના સમુદાય સ્વરૂપ તે ચિત્ત સ્વરૂપ અવયવીના અવયવભૂત વૃત્તિઓ પાંચ છે, જેના અનુક્રમે માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ-આ નામ છે.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ‘વૃત્તય: પદ્મતથ્ય: ટ્ટિાવિષ્ટાઃ' '?-। આ સૂત્રમાં જણાવ્યા મુજબ વૃત્તિઓ પાંચ છે અને તેના દરેકના ક્લિષ્ટ અને અક્લિષ્ટ એવા બે બે ભેદો છે.
તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓ ઉપર
૫
Page #11
--------------------------------------------------------------------------
________________
જણાવ્યા મુજબ પાંચ જ નથી; પરંતુ લજ્જા, તૃષ્ણા આદિ અસખ્ય વૃત્તિઓ છે. ચિત્તના તે તે પરિણામો અસખ્ય છે. તેથી તે સ્વરૂપ વૃત્તિઓ પણ અસખ્ય છે. પ્રકૃત સ્થળે નિરોધ કરવા યોગ્ય વૃત્તિઓનું વર્ણન કરવાનો અભિપ્રાય હોવાથી માન, ભ્રમ... વગેરે સ્વરૂપ પાંચ જ વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. એ વૃત્તિઓના નિરોધથી સર્વ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. એ પાંચ વૃત્તિઓના દરેકના બે બે પ્રકાર છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. જે વૃત્તિ; ધર્મ-અધર્મવાસનાના સમુદાયને ઉત્પન્ન કરીને અવિદ્યાદિ ક્લેશને ઉત્પન્ન કરે છે, તેને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે અને જે વૃત્તિઓ પ્રકૃતિપુરુષના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરે છે; તે વૃત્તિઓ અક્લિષ્ટ છે. તે ગુણાધિકારની વિરોધિની છે. ધર્મ અને અધર્માદિને ઉત્પન્ન કરવા દ્વારા આગામી જન્મનો આરંભ કરવો તે ગુણાધિકાર છે. વિવેકખ્યાતિના ઉદય(પ્રાદુર્ભાવ)થી એ ગુણાધિકારનો અંત આવે છે. તેથી વિવેકખ્યાતિપ્રયોજક સાત્ત્વિક વૃત્તિઓ ગુણાધિકારની વિરોધિની છે. પાંચ વૃત્તિઓનો નામમાત્રથી નિર્દેશ શ્લોકના ઉત્તરાર્ધ્વથી કર્યો છે. ‘પ્રમાળવિપર્યયવિપનિદ્રામૃતય:' II-FI। આ યોગસૂત્રમાં એવો નિર્દેશ કરાયો છે. ૧૧-૩
છે
પાંચ પ્રકારની વૃત્તિઓનાં અનુક્રમે લક્ષણો કહેવાય
Page #12
--------------------------------------------------------------------------
________________
मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिर्भ्रमः । પુંસવૈતન્યમિત્યાવી, વિપોઽવસ્તુશાધીઃ ॥??-૪૫
“યથાર્થજ્ઞાનને માન-પ્રમાણ કહેવાય છે. અતસ્મિન્ અર્થાત્ તદભાવવાં તેની બુદ્ધિને ભ્રમ કહેવાય છે અને ‘પુરુષનું ચૈતન્ય’... ઈત્યાદિ અવસ્તુને જણાવનારી શબ્દજન્ય બુદ્ધિને વિકલ્પ કહેવાય છે.’’-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ઘટત્વાદિ ધર્મવત્(ઘટાદિ)માં ઘટત્વાદિનું જે જ્ઞાન છે તેને માનપ્રમાણ કહેવાય છે. અન્યત્ર એ પ્રમાણે જણાવાયું છે કે ‘અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.’ ઘટત્વાદિના અભાવવાળા પટાદિમાં ઘટત્યાદિનું જે જ્ઞાન છે તેને ભ્રમ-વિપર્યય કહેવાય છે. ‘વિપર્યયો મિથ્યાજ્ઞાનમતરૂપપ્રતિષ્ઠમ્' -૮ આ યોગસૂત્રથી મિથ્યાજ્ઞાનને વિપર્યય સ્વરૂપે વર્ણવ્યું છે. જે મિથ્યાજ્ઞાન, અસ્વરૂપપ્રતિષ્ઠ છે. કહેવાનો આશય એ છે કે સર્પાદિવિષયમાં જે સર્પાદિનું જ્ઞાન થાય છે; તે પ્રમાત્મક છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા કોઈ જ્ઞાનથી તે બાધિત થતું નથી. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બની રહે છે. પરંતુ દોરડાદિવિષયમાં થનારું જે સર્પ વગેરેનું જ્ઞાન છે; તે ભ્રમ-વિપર્યયસ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા દોરડાદિના યથાર્થજ્ઞાનથી તેનો બાધ થાય છે. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બનતું નથી. આથી સમજી શકાશે કે જે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા યથાર્થ
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનથી એ પૂર્વજ્ઞાનનો બાધ થાય છે તે અતદ્રુપ પ્રતિષ્ઠજ્ઞાન ભ્રમ-વિપર્યય છે. આ સ્થાપ્યું છે કે પુરુષ છે ઈત્યાદિ સંશયાત્મક જ્ઞાન પણ અતદ્રુપપ્રતિષ્ઠ હોવાથી તેનો સમાવેશ વિપર્યયમાં જ કરાય છે. સંશયાત્મક જ્ઞાન વિપર્યયજ્ઞાનવિશેષ સ્વરૂપ છે.
પુંસવૈતન્ય... ઈત્યાદિ શ્લોકાર્ધથી વિકલ્પસ્વરૂપ વૃત્તિનું વર્ણન કરાય છે. આશય એ છે કે પુરુષનું ચૈતન્ય છે... ઈત્યાદિ વાક્યોથી ઉત્પન્ન થનાર શાબ્દબોધ અવસ્તુવિષયક છે. એ અવસ્તુવિષયક શાબ્દબોધને વિકલ્પ કહેવાય છે. દેવદત્તની કામળી” ઈત્યાદિ વાક્યોમાં દેવદત્ત અને કામળી : એ બંન્ને ભિન્ન છે એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિના કારણે શાબ્દબોધમાં જેમ ભેદનું ગ્રહણ(જ્ઞાન) થાય છે; તેમ પુરુષનું ચૈતન્ય... ઈત્યાદિ વાક્યથી પણ પુરુષ અને ચૈતન્ય : એ બેમાં પણ ભેદ અધ્યવસિત થાય છે, જે ખરેખર તો વિદ્યમાન જ નથી. પુરુષ ચૈતન્યસ્વરૂપ જ છે. તેનાથી તે ભિન્ન નથી. અવિદ્યમાન એવા ભેદનો આરોપ કરીને પુંસવૈતન્યમ્ ઈત્યાદિ અવસ્તુવિષયક અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ ચૈતન્ય જ પુરુષ છે. આ વાતને, ‘शब्दज्ञानानुपाती वस्तुशून्यो (असदर्थविषयो) विकल्प:' તેર-શા આ યોગસૂત્રથી જણાવી છે. શબ્દને સાંભળ્યા પછી વસ્તુથી શૂન્ય જે જ્ઞાનસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તેને વિકલ્પ કહેવાય છે.
| વિકલ્પ, વસ્તુશુન્ય બોધસ્વરૂપ હોવાથી ભ્રમવિશેષ
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ છે-એ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શબ્દજન્મજ્ઞાનજનક હોવાથી વિકલ્પને ભ્રમસ્વરૂપ માનતા નથી. પુંસચૈતન્યમ્... ઈત્યાદિ વાક્યજન્ય જ્ઞાનથી પુરુષથી ભિન્ન એવા ‘ચૈતન્ય’નો વિકલ્પાત્મક બોધ થાય છે. યદ્યપિ સામગ્રીવિશેષથી વિકલ્પાત્મક બોધ થાય છે, એટલામાત્રથી તેને ભ્રમથી ભિન્ન માનવાની જરૂર નથી. પરંતુ અહીં વિકલ્પસ્થળે વિષયનો અભાવ હોય છે. તેનું (વિષયાભાવનું) જ્ઞાન થવા છતાં તેવો બોધ થાય છે અને તેવા શબ્દપ્રયોગાત્મક વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. આ વાતના અનુસંધાનમાં શ્રી ભોજે કહ્યું છે કે વસ્તુની વસ્તુતાની અપેક્ષા રાખ્યા વિના જે અધ્યવસાય પ્રવર્તે છે, તેને વિકલ્પ કહેવાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ જેના ઉત્તરકાળમાં થનારા પ્રમાત્મકજ્ઞાનથી જેનો બાધ થાય છે તે ભ્રમ છે. વિકલ્પસ્થળે આવું બનતું નથી. પુરુષનું ચૈતન્ય ન હોવાનું ખબર હોવા છતાં પુંસરચૈતન્યમ્ ઈત્યાદિ વ્યવહાર પ્રવર્તમાન છે. ચૈતન્યાભાવવત્ પુરુષમાં ચૈતન્યનું જ્ઞાન થતું હોવાથી તે પ્રમાત્મક પણ નથી. ચૈતન્ય કે તેનો અભાવ... ઈત્યાદિની અપેક્ષા(વિચારણા) વિના જ પ્રવર્તમાન એ ચિત્તવૃત્તિ વિકલ્પસ્વરૂપ છે. ।।૧૧-૪||
નિદ્રાસ્વરૂપ ચિત્તવૃત્તિનું વર્ણન કરાય છે
Page #15
--------------------------------------------------------------------------
________________
निद्रा च वासनाभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ॥११-५॥
“અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિને નિદ્રા કહેવાય છે. જાગ્રદ્ અવસ્થામાં સ્મૃતિ થતી હોવાથી સુખાદિવિષયક આ નિદ્રા વૃત્તિ છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમોગુણથી સતત ઉદ્ભિક્ત અવસ્થા હોવાથી આ અવસ્થામાં ચિત્ત ઈન્દ્રિય અને વિષયના સંયોગના અભાવે વિષયાકાર પરિણામ પામતું નથી. તેથી ભાવપ્રત્યયના(ભાવવિષયક ઘટાદિજ્ઞાનના) આલંબનથી રહિત નિદ્રા છે. તે વખતે ચિત્ત સમસ્ત શબ્દાદિ વિષયનો પરિત્યાગ કરીને પ્રવર્તે છે. ‘સમાવપ્રત્યાખ્યના વૃત્તિર્નિકા' - આ યોગસૂત્રથી નિદ્રાને અભાવપ્રત્યયના આલંબનવાળી ચિત્તવૃત્તિ તરીકે વર્ણવી છે. બાહ્યઘટાદિજ્ઞાનના આલંબનથી રહિત હોવા છતાં નિદ્રા-અવસ્થામાં સુખાદિવિષયકજ્ઞાનનું આલંબન હોય છે. અન્યથા સર્વ રીતે જ્ઞાનના આલંબનથી રહિત નિદ્રાને માની લેવાય તો જાગ્રત અવસ્થામાં હું સુખેથી સૂઈ ગયો’... ઈત્યાદિ જે સ્મૃતિ થાય છે, તે અનુપપન્ન બનશે. કારણ કે શયનાવસ્થામાં સુખાદિનો અનુભવ કર્યો ન હોય તો તેનું સ્મરણ જાગ્રત અવસ્થામાં ઉપપન્ન નહીં બને. ઉદ્ભિક્ત તમોવસ્થામાં આંશિક સાત્વિકભાવ કે રજોભાવ ભળે ત્યારે નિદ્રાવસ્થામાં સુખ કે દુઃખનો અનુભવ થાય
Page #16
--------------------------------------------------------------------------
________________
છે, જેનું કાલાન્તરે જાગ્રદવસ્થામાં સ્મરણ થાય છે.
|૧૧-પા
હવે કમખામ સ્મૃતિસ્વરૂપ વૃત્તિનું અને તેના નિરોધનું નિરૂપણ કરાય છેतथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ॥११-६॥
“તેમ જ અનુભવેલા વિષયને જાળવી રાખવા, તેને સ્મૃતિ કહેવાય છે. પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓના હેતુઓમાં અંદર લીન થવું અને બહાર પ્રગટ ન થવું.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રમાણ, વિપર્યય(ભ્રમ), વિકલ્પ અને નિદ્રાદિથી અનુભવેલો જે વિષય છે; તેને તે સ્વરૂપે સંસ્કાર દ્વારા ચિત્તમાં સ્થાપન કરી રાખવા સ્વરૂપ સ્મૃતિ છે. 'અનુભૂતવિષયાસક્રમોષ: સ્મૃતિ' શા આ યોગસૂત્રમાં એ વાત જણાવેલી છે.
ઈન્દ્રિયાદિ દ્વારા અનુભવેલા ઘટપટાદિ વિષયોના સંસ્કાર પડે છે અને તે સ્વરૂપે કાલાન્તરે તે વિષય પ્રતીત થાય છે. આ રીતે ચિત્તમાં-બુદ્ધિમાં અનુભવેલા વિષયોનો જે ઉપારોહ થાય છે તેને સ્મૃતિ કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે વિષયોનું આધિક્ય સ્મૃતિમાં હોતું નથી. અનુભૂત વિષયોથી અધિક વિષય સ્મૃતિમાં હોતા
Page #17
--------------------------------------------------------------------------
________________
નથી. સંસ્કારની મંદતાદિના કારણે વિષયોની અલ્પતા હોયએ બને, પરંતુ અનુભૂતવિષયથી અધિક વિષય, સ્મૃતિના
નથી.
ચિત્તની આ પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં જે અંતરવસ્થાન અને બહિર્હનન(વ્યાઘાત) છે; તેને વૃત્તિનિરોધ કહેવાય છે. બાહ્ય ઘટાદિ વિષયોના અભિનિવેશની નિવૃત્તિ થવાથી ચિત્તની બાહ્ય અને અત્યંતર વૃત્તિઓનો નિરોધ થાય છે. તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે ચિત્તમાં વિલીન થતી હોય છે. ચિત્ત અંતર્મુખ હોય છે. વિષયાકાર પરિણતિને ધારણ કરવાના કાર્યમાં અન્વિત હોતું નથી. તેથી તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે જ અવસ્થિત હોય છે. નદીના પ્રવાહનું પાણી જે બહાર જતું હતું તેને પાળ વગેરે બાંધીને જેમ નદીમાં જ સમાવાય છે તેમ ચિત્તની વૃત્તિઓને પ્રયત્નવિશેષથી ચિત્તમાં જ સમાવાય છે. વૃત્તિઓનું આ રીતે શક્તિરૂપે અંતર્મુખ સ્વરૂપથી જે અવસ્થાન છે, તે વૃત્તિનિરોધ છે તેમ જ ઈન્દ્રિયો દ્વારા ચિત્ત ઘટાદિના જ્ઞાન સ્વરૂપ પ્રકાશની પ્રવૃત્તિનું જે નિયમન કરતું હતું; તે ચિત્તસ્વરૂપનો વિદ્યાત વૃત્તિ-નિરોધ સ્વરૂપ છે.
અહીં એ સમજી લેવું જોઈએ કે સૂત્રમાં માત્ર ચિત્તવૃત્તિના નિરોધને જ યોગસ્વરૂપે વર્ણવ્યો છે. પરંતુ ખરી રીતે ક્લેશ(અવિદ્યાદિ)જનક વૃત્તિઓનો નિરોધ જ યોગ છે. તેથી તે ચિત્તની ક્ષિમ, મૂઢ કે વિક્ષિપ્ત અવસ્થામાં વૃત્તિવિશેષનો નિરોધ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
માનવામાં આવતું નથી અને ચિત્તની એકાગ્ર કે નિરુદ્ધ અવસ્થામાં શુદ્ધ સાત્વિક વૃત્તિઓ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માની શકાય છે. અપ્રશસ્ત મન-વચન-કાયાના યોગના નિરોધને સમજનારા અહીં ચિત્તની વૃત્તિઓના નિરોધને પણ સારી રીતે સમજી શકશે. ૧૧-૬
વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થાય છે તે જણાવાય
છે
स चाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यास: स्थितौ श्रमः । दृढभूमिः स च चिरं, नैरन्तर्यादराश्रितः ॥११-७॥
“પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપની સ્થિતિના વિષયમાં જે શ્રમ કરાય છે તેને અભ્યાસ કહેવાય છે. લાંબા કાળ સુધી સતત અને આદરપૂર્વક તે કરાય તો તે સ્થિર બને છે.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તની પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. આમ તો અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જ પ્રતીત છે. સાખ્યાદિની પરિભાષાથી એ સમજી લેવાનું આવશ્યક છે.
‘અભ્યાસવૈરાયાખ્યાં તથિઃ iાર-શરા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. સામાન્ય રીતે ચિત્તની
Page #19
--------------------------------------------------------------------------
________________
વૃત્તિઓનો પ્રવાહ બે પ્રકારનો છે-એક પાપાવહ અને બીજો કલ્યાણાવહ છે. નદીનો પ્રવાહ અત્યંત વેગવાળો હોય ત્યારે પ્રથમ પાળ વગેરે બાંધી તેને અટકાવવો પડે છે અને પછી ની વગેરે દ્વારા વિવક્ષિત સ્થાને તેને લઈ જવાય છે. આવી જ રીતે અહીં પણ સ્વભાવથી જ ચિત્તની વૃત્તિઓ વિષયના ગ્રહણાદિમાં પ્રવર્તતી હોય છે. એ વૃત્તિઓનો પ્રવાહ પાપાવહ છે. વિષયોના દોષાદિના જ્ઞાનથી તેને અટકાવી શકાય છે અને ત્યાર પછી તેને વિવેકાદિથી મોક્ષ તરફ લઈ જવાય છે. તે અનુક્રમે વૈરાગ્ય અને અભ્યાસથી શક્ય બને છે.
વૃત્તિનિરોધના એ બંન્ને કારણોમાંના અભ્યાસનું સ્વરૂપ શ્લોકમાં તત્રાભ્યાસ:... ઈત્યાદિ પદોથી જણાવ્યું છે. ક્લેશજનક વૃત્તિઓથી રહિત બનેલા ચિત્તને તેના સ્વરૂપાત્મક પરિણામમાં સ્થિર કરવા ચિત્તમાં એ પરિણામનો વારંવાર નિવેશ કરવો તે અભ્યાસ છે. ‘તંત્ર સ્થિતૌ યત્નોઽભ્યાસઃ’ ।।o-શ્રી। આ યોગસૂત્રથી અભ્યાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે, પૂર્વે જણાવેલી ચિત્તવૃત્તિઓની નિરોધ અવસ્થામાં સ્થિર થવા માટે યોગના અઙ્ગભૂત યમ અને નિયમ(પાંચ વ્રતો અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન)માં પ્રયત્ન કરવા સ્વરૂપ અભ્યાસ છે.
આ અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અને શ્રદ્ધાદિ-આદરપૂર્વક કરવાથી દૃઢ-સ્થિર બને છે. આશય એ છે કે આ ચિત્ત વ્યુત્થાનકાળના સંસ્કારોથી અનાદિકાળથી
૧૪
Page #20
--------------------------------------------------------------------------
________________
5
ચંચળતાને જ ધારણ કરતું આવ્યું છે. તેથી ચંચળતા તો ચિત્તનો સ્વાભાવિક ધર્મ જ બની ગયો છે. તેની તે ચંચળતા, અલ્પકાળસાધ્ય એવા ક્ષણિક એવા કોઈ ઉપાયથી દૂર થઈ જાય એ સંભવિત નથી. તેથી જે ઉપાયથી ચિત્તની ચંચળતા દૂર થઈ જાય અને તે સ્થિરતાને પ્રાપ્ત કરે એવો ઉપાય આચર્યા વિના છૂટકો નથી. અભ્યાસની દૃઢતા સિવાય એવો કોઈ ઉપાય નથી. યમ અને નિયમ વગેરે યોગનાં અગભૂત અનુષ્ઠાનો; અલ્પકાળ માટે, સાતત્યના અભાવવાળા અને શ્રદ્ધા-તિતિક્ષાદિ સ્વરૂપ આદર વિના કરવાથી ચિત્તની સ્થિરતા પ્રામ થતી નથી. તેથી તે અનુષ્ઠાનો લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધાદિ-આદરપૂર્વક જ કરવાં જોઈએ, જેથી અભ્યાસ દઢભૂમિવાળો મજબૂત બને છે, જેથી ચિત્તની એકાગ્રતા બની રહે છે. દૃઢભૂમિવાળા અભ્યાસ વિના ચિત્ત એકાગ્ર બની શકતું નથી. ૧૧-ગા
વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવાય છે
या वशीकारसंज्ञा स्याद्, दृष्टानुश्रविकार्थयोः । वितृष्णस्यापरं तत् स्याद्, वैराग्यमनधीनता ।। ११-८॥
“વિષયની તૃષ્ણાથી રહિત ચિત્તને આ લોક સંબંધી અને પરલોકસંબંધી પદાર્થોમાં જે વશીકારસંજ્ઞા છે‘તે અનધીનતા સ્વરૂપ અપર વૈરાગ્ય છે.’’–આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ લોકમાં
૧૫
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉપલબ્ધ-દષ્ટ અર્થ શબ્દ, ગંધ, રૂપ વગેરે છે અને ગુરુદેવશ્રીના મુખે સાંભળવાના હોવાથી વેદને અનુશ્રવ કહેવાય છે, તેથી તે વેદથી ઉપલબ્ધ દેવલોકાદિ આનુશ્રવિક પદાર્થો છે. એ બંન્નેમાં વિરસતાનું જ્ઞાન થવાથી તૃષ્ણાથી રહિત થયેલા ચિત્તને ‘આ દષ્ટ અને આનુત્રવિક અર્થ મારે જ વશ છે. હું એને વશ નથી.’ આવા પ્રકારની વિમર્શસ્વરૂપ વશીકાર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ વશીકારસંજ્ઞાને અપર વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય; પછી થનારા પર વૈરાગ્યની પૂર્વેનો હોવાથી અપર વૈરાગ્ય છે. અપર વૈરાગ્યના કારણે પરાધીનતાનો અભાવ થાય છે. સ્વ-આત્માને છોડીને બીજા બધા પર પદાર્થોની આધીનતા રહેતી ન હોવાથી ફળની અપેક્ષાએ અપરવૈરાગ્ય અનધીનતા સ્વરૂપ છે.
આ વાત ‘દૃષ્ટાનુશ્રવિવિષયવૈતૃખ્યસ્ય વશીળાસંજ્ઞા વૈરામ્યમ્ ।।−ા આ યોગસૂત્રથી પણ સમજી લેવી જોઈએ. દટ(શબ્દાદિ) અને આનુશ્રવિક(દેવલોકાદિ) પદાર્થ સ્વરૂપ વિષયોની તૃષ્ણાથી રહિત થયેલાને જે વશીકાર સંજ્ઞા થાય છે તેને વૈરાગ્ય કહેવાય છે.
અહીં સમજી લેવું જોઈએ કે અપર વૈરાગ્યની પરાકાષ્ઠા એ વશીકારસંજ્ઞા છે. એના ગ્રહણથી એની પૂર્વે થનારા યતમાન, વ્યતિરેક અને એકેન્દ્રિય આ અપરવૈરાગ્યનું પણ ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે એ ત્રણની પ્રાપ્તિ વિના વશીકારસંજ્ઞાની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થોમાં
સારાસારનો નિર્ણય કરવા પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્ર
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રવણાદિમાં પ્રયત્ન કરવો તે, અપર વૈરાગ્યની યતમાન અવસ્થા છે. નિવૃત્ત થયેલા રાગાદિમલથી ચિત્તના બાકી રહેલા મલને ભિન્ન સ્વરૂપે જાણીને તેને દૂર કરવા તે, અપર વૈરાગ્યની વ્યતિરેક અવસ્થા છે અને જ્યારે રાગાદિ ચિત્તમલો ઈન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરાવવા સમર્થ બનતા નથી; ત્યારે તે ચિત્તમાત્રમાં જ રહેલા(કાર્યરત નહીં થનારા) કોઈ કોઈ વાર સહેજ સહેજ ચિત્તને વિષયોમાં ઉત્કંઠિત કરતા રહે છે. ચિત્તની આ અવસ્થા એકેન્દ્રિય અપર વૈરાગ્યની છે. આ ત્રણ અવસ્થામાંથી પસાર થયા પછી ચિત્ત અપર વૈરાગ્યની ચોથી અવસ્થાનો અનુભવ કરે છે.
૧૧-૮
અપર વૈરાગ્યનું વર્ણન કરીને હવે પર વૈરાગ્યનું નિરૂપણ કરાય છેतत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसंज्ञकम् । बहिर्वैमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ॥११-९॥
“ઉત્પન્ન થયું છે પુરુષખ્યાતિસ્વરૂપ જ્ઞાન જેને એવા આત્માને(ચિત્તને) ગુણોમાં પણ જે તૃષ્ણાનો અભાવ થાય છે, તે પર વૈરાગ્ય છે. બાહ્ય શબ્દાદિ વિષયોમાં વિમુખતાને ઉત્પન્ન કરી વૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં ઉપયોગી બને છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચેતન છે, શુદ્ધ છે, અનંત છે અને પ્રકૃતિ
Page #23
--------------------------------------------------------------------------
________________
જડ છે, મલિન છે, સાંત છે. તેથી પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે.’ આ રીતે ભિન્નસ્વરૂપે પુરુષનો જે સાક્ષાત્કાર થાય છે, તેને પંખ્યાતિ કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિના વિવેકનું જે જ્ઞાન; તેને પંખ્યાતિ કહેવાય છે. તેના કારણે ગુણોમાં પણ તૃષ્ણા રહેતી નથી. તેથી સત્ત્વાદિ ગુણોના કાર્યમાં તૃણાનો અભાવ થવાથી આ વૈરાગ્યને પર વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યનું “પર”નામ તેના અર્થ મુજબ છે. આ વૈરાગ્ય અપર વૈરાગ્યની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. તેથી અર્થને અનુસરી તેને “પર” તરીકે વર્ણવ્યો છે. ઔદયિક-ભાવના સુખના સાધનભૂત શબ્દાદિ વિષયોમાં જે વૈરાગ્ય છે અને કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવમાં તેમ જ તેનાથી પ્રાપ્ત થનારા અર્થમાં જે વૈરાગ્ય છે-એ બંન્નેમાં જેટલો ફરક છે એટલો ફરક અહીં અપર અને પર વૈરાગ્યમાં છે. | ‘તત્યાં પુષયાખવૈતૃwયમ્ -૨દા આ યોગસૂત્રથી પર વૈરાગ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે પુરુષ અને પ્રકૃતિની ભિન્નતાનું જ્ઞાન થવાથી સંસાર ઉપર જે અભાવ થાય છે; તે પર વૈરાગ્ય છે. પ્રથમ અપર વૈરાગ્ય શબ્દાદિના વિષયમાં હતો અને આ બીજો, ગુણ(સત્ત્વાદિ)ના વિષયમાં છે. આટલો ભેદ-વિશેષ છે. બાહ્યવિષયોમાં દુષ્ટતા(દોષ)નું દર્શન કરાવીને ચિત્તની વિષયસંબંધી પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વિમુખતાને ઉત્પન્ન કરવા દ્વારા વૈરાગ્ય, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવામાં ઉપયોગી બને છે. આથી સમજી શકાશે કે વૃત્તિઓના નિરોધ માટે પ્રથમ
Page #24
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય અપેક્ષિત છે અને પછી અભ્યાસ ઉપયોગી બને છે. ||૧૧-૯લા
જે
વૃત્તિઓના નિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપયોગી બને છે તે જણાવીને હવે તેમાં અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે, તે જણાવાય છે
निरोधे पुनरभ्यासो, जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तस्रोतः प्रदर्शनात् ॥ ११-१०॥
“ચિત્તવૃત્તિઓના નિરોધમાં અભ્યાસ, અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણાના શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન કરાવતો હોવાથી ઉપયોગી બને છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં પૂર્વે જણાવેલો અભ્યાસ અત્યંત દૃઢ એવી સ્થિરતાને પ્રાપ્ત કરાવે છે.
એ વખતે શ્રેષ્ઠતમ સુખરૂપ સમુદ્રના ઝરણા સ્વરૂપ શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન થવાથી ચિત્ત સુખમાં મગ્ન બને છે. તેથી મનને બાહ્ય વિષયો તરફ જવાનું જ બનતું નથી. જેને જ્યાં આનંદ આવે તેનાથી બીજે જવાનું તેને ન જ બને એ સમજી શકાય છે. આ રીતે ચિત્તની-દઢ સ્થિરતા દ્વારા ચિત્તના નિરોધમાં(ચિત્તવૃત્તિનિરોધમાં) અભ્યાસ ઉપયોગી બને છે. શ્લોક નં. ૯માનું વૈરાગ્યમુદ્યુતે અહીં રહેલા પમુખ્યતે આ પદનો સંબંધ
૧૯
Page #25
--------------------------------------------------------------------------
________________
અહીં પણ સમજી લેવો.
અહીં સુધીના દશ શ્લોકોથી ચિત્તવૃત્તિનિરો તુ યોગમાદ... ઈત્યાદિ વાતનું નિરૂપણ તેમની માન્યતા મુજબ સારી રીતે કર્યું. તેથી ચિત્તવૃત્તિનિરોધઃ આ યોગલક્ષણનું નિરૂપણ પૂર્ણ થયું. ૧૧-૧ના
ચિત્તવૃત્તિનિરોથો યોગ - આ યોગલક્ષણ વગેરેમાં દોષ જણાવાય છેन चैतद् युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि । कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि ध्रुवम् ॥११-११॥
“આ પૂર્વે જણાવેલું કાંઈ પણ; આત્મા અપરિણામી હોવાથી ઘટતું નથી. આત્મા ફૂટસ્થ હોતે છતે આત્માનો અસંસાર જ માનવો પડશે. તેમ જ ચોક્કસપણે તેના મોક્ષનો અભાવ માનવો પડશે.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાખ્યદર્શનકારોએ આત્માને અપરિણામી માન્યો છે. આત્માનો એવો કોઈ જ પરિણામ ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબની કોઈ પણ વાત સત થતી નથી. કારણ કે આત્માનો એકાંતે એક સ્વભાવ માનવામાં આવે તો તે સ્વરૂપ કૂટસ્થ આત્માને સંસારાભાવનો જ પ્રસવું આવશે. પુષ્કર(કમલવિશેષ)ના પાંદડાની જેમ આત્મા(પુરુષ) સર્વથા નિર્લેપ હોવાથી
Page #26
--------------------------------------------------------------------------
________________
આત્માના સ્વભાવમાં કોઈ પણ જાતિની વિચલિતતા નહીં આવે. તેથી આત્માનો તેવો નિર્લેપ સ્વભાવ માન્યા વિના પ્રકૃતિ અને તેના વિકાર(બુદ્ધિ વગેરે)ના ઔપાધિક સંબંધના કારણે તેનો(આત્માનો) અનાદિકાળથી સંસાર છે. અર્થા અનાદિકાલીન એ ઔપાધિક સંબંધ સંસારદશામાં હોય છે એમ માનવાથી આત્માનો સંસાર સપુત છે. તેથી સંસારાભાવનો પ્રસવું નહીં આવે. આવું યદ્યપિ કહી શકાય છે, પરંતુ તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ ન થવાનો પ્રસષ્ઠ આવશે. કારણ કે મોક્ષદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ થવાથી આત્માની કૂટસ્થતાની હાનિ થશે અને તે હાનિના નિવારણ માટે સંસારદશાના સ્વભાવનો ત્યાગ માનવામાં ન આવે તો મોક્ષના અભાવનો પ્રસ આવશે. તેથી સ્પષ્ટ છે કે આત્માને અપરિણામી માનવાના કારણે સંસાર અને મોક્ષ સત નથી... ઈત્યાદિ વિચારવું. ૧૧-૧૧
સાખ્યદર્શનમાં બીજું પણ જે અસહુત છે-તે જણાવાય છેप्रकृतेरपि चैकत्वे, मुक्तिः सर्वस्य नैव वा । जडायाश्च पुमर्थस्य, कर्तव्यत्वमयुक्तिमत् ॥११-१२॥
“તેમ જ પ્રકૃતિને એક માનવાથી બધાની મુક્તિ થઈ જશે અથવા કોઈની પણ મુક્તિ નહીં થાય. બીજું જડ એવી પ્રકૃતિનું પુરુષના ભોગ માટેનું કર્તવ્યત્વ યુક્તિસત
Page #27
--------------------------------------------------------------------------
________________
નથી.” આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે જેમ આત્માને અપરિણામી માનવામાં દોષ છે તેમ પ્રકૃતિને એક માનવામાં પણ દોષ છે. પ્રકૃતિને એક માનવાથી એક સાથે બધાનો મોક્ષ થઈ જશે અથવા તો કોઈનો જ મોક્ષ નહિ થાય. કારણ કે એક પુરુષની પ્રત્યે
ઔપાધિક સંબંધ વિલીન થઈ ગયો હોય તો બધાની પ્રત્યે પ્રકૃતિ તાદશ વિલીનસંબંધવાળી જ હોવી જોઈએ અને એક પુરુષની પ્રત્યે તેવી ન હોય તો બધાની પ્રત્યે પણ તેવી ન હોવી જોઈએ. તેથી કાં તો બધાની મુક્તિ થઈ જશે અને નહિ તો કોઈની પણ મુક્તિ નહીં થાય. અન્યથા કોઈની મુક્તિ થાય અને કોઈની મુક્તિ ન થાય તો પ્રકૃતિના સ્વભાવોમાં ભેદ પડવાથી પ્રકૃતિનો પણ ભેદ માનવાનો પ્રસ આવશે.
યદ્યપિ પ્રકૃતિ એક હોવા છતાં જે પુરુષને વિવેકખ્યાતિનો ઉદય થયો છે; તેની પ્રત્યે પ્રકૃતિ કે તેના વિકારાદિ અકિંચિત્કાર હોવાથી તે પુરુષની મુક્તિ થઈ જાય છે, બધાની નહિ. તેથી પ્રકૃતિને એક માનવાથી બધાનો મોક્ષ કે મોક્ષાભાવ માનવાનો પ્રસવું નહીં આવે. પરંતુ પ્રકૃતિ જડ હોવાથી પ્રકૃતિની પુરુષ માટેની પ્રવૃત્તિ યુક્તિસત નથી. આશય એ છે કે સામ્યોની માન્યતા મુજબ આત્માપુરુષ સર્વથા નિષ્ક્રિય છે. તેના ભોગ(સુખદુઃખાદિનો સાક્ષાત્કાર)સંપાદન માટે જ પ્રકૃતિ કાર્યરત છે. પુરુષ ચેતન છે પણ કર્તા નથી અને પ્રકૃતિ કાર્ય કરનારી છે પણ ચેતન નથી. આ વાત દ્રષ્ટી શિમાત્ર શુદ્ધોરિ પ્રત્યા
Page #28
--------------------------------------------------------------------------
________________
નુપય’ iાર-રો અને તર્થ વ યાત્મા’ iાર-રા આ યોગસૂત્રમાં જણાવી છે. એનો આશય એ છે કે દ્રષ્ટાપુરુષ જ્ઞાનસ્વરૂપ છે. શુદ્ધ એવો પણ તે બુદ્ધિગત ઘટાદિવિષયક પ્રત્યય વિષયાકાર પરિણત જ્ઞાન)થી બુદ્ધિ જેવો દેખાય છે. પુરુષના ભોગ માટે જ દશ્ય બુદ્ધિ વગેરેનું સ્વરૂપ છે. આ સૂત્રથી એમ જણાય છે કે જડ એવી પ્રકૃતિમાં પુરુષના અર્થનું કર્તવ્યત્વ છે, પરંતુ તે યુક્તિસંગત નથી. “પુરુષનો અર્થ મારે કરવો જોઈએ” આવો અધ્યવસાય જ પુરુષાર્થકર્તવ્યતા છે. પુરુષાર્થકર્તવ્યત્વના અનુરોધથી પ્રકૃતિને તેવા અધ્યવસાયવાળી માની લેવાય તો પ્રકૃતિને ચેતનાસ્વરૂપ માનવાનો પ્રસવું આવશે, જેથી પ્રકૃતિને જડ માનવાના સ્વસિદ્ધાંતનો વ્યાઘાત થશે.. ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ. સાખ્યદર્શનપ્રસિદ્ધ વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાનું અહીં શક્ય નથી. ૧૧-૧૨ા
આત્મા-પુરુષને અપરિણામી શા માટે મનાય છે તે જણાવવા માટે પોતાના સિદ્ધાંતના આશયને જણાવતાં પૂર્વપક્ષી(સાખ્યાદિ, શક્કા કરે છે. આશય એ છે કે આત્માને અપરિણામી માનવાથી શ્લો. નં. ૧૧માં જણાવ્યા મુજબ દોષો આવે છે-તે જણાવ્યું. તેથી આત્માને અપરિણામી શા માટે મનાય છે અને પરિણામી માનવામાં
Page #29
--------------------------------------------------------------------------
________________
ક્યો દોષ છે તે જણાવવા સાખો શક્કા કરે છેननु चित्तस्य वृत्तीनां, सदा ज्ञाननिबन्धनात् । चिच्छायासक्रमाद्धेतोरात्मनोऽपरिणामिता ॥११-१३।।
“સદાને માટે ચિત્તની પ્રમાણ, ભ્રમ, વિકલ્પ.... વગેરે વૃત્તિઓ જ્ઞાનની કારણ હોવાથી ચિચ્છાયાસક્રમસ્વરૂપ લિ-હેતુથી આત્માની અપરિણામિતા મનાય છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુરુષ ચિક્રૂપ(ચૈતન્યસ્વરૂ૫) કાયમ માટે અધિષ્ઠાતા (રહેનાર, કોઈનું પણ અધિકરણ નહિ થનાર) તરીકે સિદ્ધ છે. તેનું શેય તરીકે સર્વભૂત સદાને માટે નિર્મળ ચિત્ત છે. તે પણ સદાને માટે વ્યવસ્થિત હોવાથી તેને જાણવાનું નિરંતર ચાલતું હોય છે. એ અંતર(મહત્ત્વનું) ચિત્ત; જે પણ ઘટાદિ અર્થથી ઉપરત(પરિણત) બને છે, તે દશ્યની ચિત્ છાયામાં સંક્રાન્તિ થવાથી પુરુષમાં સદાને માટે જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે. તેના અનુરોધથી આત્માને અપરિણામી મનાય છે. આત્માને જો પરિણામી માનવામાં આવે તો કોઈ વાર આત્મામાં ચિત્ છાયાના સમનો અભાવ થવાથી સદાને માટે તેમાં જ્ઞાતૃત્વ નહીં રહે. આ વાતને જણાવતાં " જ્ઞાતશ્ચિત્તવૃત્તતિપ્રમો: પુરુષસ્થાપનામિત્વા ૧૪૨ટા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે વિષયાકાર ચિત્ત જ તે ચેતન-પુરુષનો વિષય હોય છે. તે ચિત્તના સ્વામી એવા પુરુષને સદા ચિત્તની વૃત્તિઓ જ્ઞાત રહે છે. કારણ કે પુરુષ
Page #30
--------------------------------------------------------------------------
________________
અપરિણામી છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૧-૧૩યા
આત્માને અપરિણામી જે કારણથી માનવામાં આવે છે એ કારણને જાણીને સાખ્યોને એમ જણાવાય છે કે ચિત્તનો જ્ઞાતા આત્મા અને ઘટાદિનું ગ્રાહક(પ્રકાશક) ચિત્ત; આ પ્રમાણે બે પ્રકાશક શા માટે માનવા જોઈએ. કારણ કે સત્ત્વગુણના ઉત્કર્ષથી ચિત્ત જ જો ઘટાદિનો પ્રકાશક છે તો તે પોતે પ્રકાશ સ્વરૂપ હોવાથી દીપકની જેમ પોતાનું પણ પ્રકાશક થશે. તેથી જ જ્ઞાનાદિવ્યવહાર સત થતા હોવાથી ચિત્તના પ્રકાશક તરીકે ગ્રીવન્તર(ઘટાદિના ગ્રહીત ચિત્તથી ભિન્ન ગ્રહીતા)-પુરુષની કલ્પના કરવાની આવશ્યક્તા નથી. આ પ્રમાણેની શક્કાના સમાધાન માટે સાખ્યો તરફથી જણાવાય છેस्वाभासं खलु नो चित्तं, दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसङ्करौ ॥११-१४॥
દશ્ય હોવાથી ઘટાદિની જેમ ચિત્ત સ્વપ્રકાશ્ય નથી. પરંતુ દ્રષ્ટા-પુરુષથી વેદ્ય(શેય) છે. ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે બીજા ચિત્તથી દશ્ય માનવામાં આવે તો અનવસ્થા અને સ્મૃતિસક્કર નામના દોષો આવશે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઘટાદિ પદાર્થો જેમ દશ્ય હોવાથી સ્વભિન્ન ચિત્તથી વેદ્ય (પ્રકાશ્ય) છે, સ્વપ્રકાશ્ય નથી. તેવી જ રીતે ચિત્ત પણ પુરુષનું દશ્ય
Page #31
--------------------------------------------------------------------------
________________
હોવાથી સ્વપ્રકાશ્ય નથી. પરંતુ પુરુષ-દ્રષ્ટાથી વેદ્ય છે. જે જે જ્ઞાનના વિષય(દશ્યો છે તે તે દ્રષ્ટાથી વેદ્ય છે.” આ વ્યામિ(નિયમ)થી ચિત્તને સ્વાભાસ (સ્વપ્રકાશ્ય-સ્વયંપ્રકાશસ્વરૂપ) મનાતું નથી. આ પ્રમાણે “ર તલ્લામાાં pયત્વત’ i૪-૨શા આ સૂત્રથી જણાવ્યું છે. એના આશયને સ્પષ્ટ કરતાં રાજમાર્તણ્ડ વિદ્વાને જણાવ્યું છે કે એક કાલે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર એ બન્નેનો વિરોધ હોવાથી ચિત્ત પોતાને પ્રકાશિત કરે અને ઘટાદિને પણ પ્રકાશિત કરે એ શક્ય નથી. ચિત્તના એ વ્યાપારથી ઉત્પન્ન થનારા સ્વ-પર વિષયના જ્ઞાન સ્વરૂપ ફળદ્રયનો અનુભવ પણ થતો નથી. તેથી બહિર્મુખવ્યાપાર વડે ઘટાદિઅર્થમાં ચિત્ત રહેલું હોવાથી ચિત્તનું ફળ સંવેદનાર્થ ઘટાદિમાં જ મનાય છે. પરંતુ ચિત્તમાં પોતામાં મનાતું નથી... ઈત્યાદિ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ અને ચિત્ત બન્ને દશ્યના પ્રકાશક જુદા જુદા માનવાનું આવશ્યક હોય તોપણ ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે ચિત્તાંતરથી વેદ્ય માનવું જોઈએ-આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તેથી અનવસ્થા અને સ્મૃતિસક્કર નામના દોષનો પ્રસજ્ઞ આવશે. જો બુદ્ધિ(ચિત્ત), બુધ્યન્તરથી વેદ્ય બને તો તે પણ બુદ્ધિ, બુદ્ધિ વડે બુધ્યન્તરનું વેદન કરાવવા અસમર્થ હોવાથી તેના વેદન માટે ગ્રાહક તરીકે બુદ્ધ્યન્તરની કલ્પના કરવી પડશે. ત્યાર પછી તેણીના પ્રકાશક તરીકે અન્ય બુધ્ય
Page #32
--------------------------------------------------------------------------
________________
ન્તરની કલ્પના કરવી પડશે, જેથી હજાર વર્ષના પણ આયુષ્યમાં પુરુષને-આત્માને અર્થની પ્રતીતિ નહીં થાય. કારણ કે પ્રતીતિમાં; બુદ્ધિ અપ્રતીત હોય તો અર્થ પ્રતીત થતો નથી તેમ જ સ્મૃતિસક્કર પણ થશે.
આશય એ છે કે જ્યારે ચિત્તને ચિત્તાતરથી વેદ્ય માનવામાં આવે ત્યારે ચિત્તથી એકાદ રૂપ કે રસને વિશે બુદ્ધિ થયે છતે તે તે બુદ્ધિને ગ્રહણ કરનારી અનંતી બુદ્ધિઓની(રસાદિગ્રાહક, રસાદિજ્ઞાનગ્રાહક, રસાદિજ્ઞાનજ્ઞાનગ્રાહક ઈત્યાદિ બુદ્ધિઓની) ઉત્પત્તિ થવાથી તે તે બુદ્ધિઓથી અનંતા સંસ્કારોની ઉત્પત્તિ થાય છે અને એ સંસ્કારોથી એકી સાથે અનંતી સ્મૃતિઓ ઉત્પન્ન થયે છતે; કયા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે એ જાણી નહીં શકાય. આ પ્રમાણે યોગસૂત્રમાં ‘સમયે રોમાનવધાર’ ૪-રના અને વિજ્ઞાનતર વુદ્ધિવુતિ સ્કૃતિકૂશ” i૪-રશા આ સૂત્રથી જણાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે એક કાળમાં વિષયનું અને ચિત્તનું પોતાનું ગ્રહણ શક્ય નથી અને ચિત્તાંતરથી ચિત્તને દશ્ય માનવામાં બુદ્ધિથી બુદ્ધિનું ગ્રહણ થવાથી અતિપ્રસ(અનવસ્થા) તેમ જ સ્મૃતિસકર દોષ આવશે, જે ઉપર જણાવ્યા છે.
૧૧-૧૪
આ રીતે ચિત્ત સ્વાભાસ(સ્વપ્રકાશ્ય) ન હોય અને
Page #33
--------------------------------------------------------------------------
________________
ચિત્તાંતરથી ગ્રાહ્ય ન હોય તો તે પુરુષથી પણ ગ્રાહ્ય અર્થાત્ પુરુષના ગ્રહણનો વિષય કઈ રીતે બનશે, કારણ કે ચિત્ત; જેમ વિષયની સાથે ઈન્દ્રિયો દ્વારા સંબદ્ધ થઈને વિષયભૂત ઘટાદિના આકારમાં પરિણત થાય છે અને તેથી વિષયને ગ્રહણ કરે છે તેમ પુરુષ તો અપરિણામી-અસઙ્ગ હોવાથી ચિત્તાકારમાં પરિણત નહીં થાય, તો પછી તે (પુરુષ) ચિત્તને વિષય કઈ રીતે બનાવશે-આ શંકાનું સાખ્યો તરફથી સમાધાન કરાય છે
अङ्गाङ्गिभावचाराभ्यां चितिरप्रतिसङ्क्रमा । द्रष्टृदृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ॥११- १५ ॥
.
“પરિણામ અને પરિણામી ભાવને પામવા વડે પુરુષની(પુરુષસ્વરૂપ) ચિત્રાક્તિનો પ્રતિસમ થતો નથી. દ્રષ્ટા(પુરુષ) અને દશ્ય(ઘટાદિ)થી રંગાયેલું તદાકાર બનેલું) ચિત્ત સર્વ–અર્થવિષયક છે.’’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચિરૂપ(ચેતન) છે. પુરુષસ્વરૂપ જ ચિત્ શક્તિ છે, જે: શુદ્ધ, નિર્લેપ અને સંદૈવ એક સ્વરૂપ છે. તેનો કોઈ જ પરિણામ નથી. તેથી તે પરિણામી પણ નથી. પરિણામભાવ અને પરિણામિભાવમાં તેનું ગમન થતું નથી, તેથી તેવા ગમન(પ્રાપ્તિ) વડે જે પ્રતિસક્રમ(ત્યાં જઈને તદ્રુપતાને ધારણ કરવા સ્વરૂપ) થતો હોય છે તે પ્રતિસક્રમ ન થવાથી ચિક્તિ અપ્રતિસક્રમા છે.
૨૮
Page #34
--------------------------------------------------------------------------
________________
જેમ સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો પોતાના આશ્રયભૂત બુદ્ધિના ગમન સ્વરૂપ પરિણામમાં અકિઘટાદિને વિશે ઉપસક્રમ કરે છે, અર્થાત્ તદ્રુપજેવા બને છે તેમ જ જેમ તેજ(પ્રકાશ)ના પરમાણુઓ ફેલાઈને ઘટાદિ વિષયને વ્યાસ કરે છે. તેમ ચિતિશક્તિ કોઈ પણ સ્થાને જઈને તદ્રુપતાને પામતી નથી. તેણી સર્વદા એક જ સ્વરૂપે સ્વ(પોતામાં)પ્રતિષ્ઠિત થઈને રહેલી છે. તેથી ચેતનપુરુષના સન્નિધાનમાં બુદ્ધિ જ્યારે પુરુષાકારમાં પરિણત થાય છે ત્યારે તે ચેતનાની જેમ બને છે. તેથી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને રહેનારી ચિશક્તિ બુદ્ધિના જેવી જ બની જાય છે. આથી ચિત્તની બુદ્ધિ(દશ્યતા) ઉપપન્ન ૧થવાથી ચિત્ત વિષય બને છે. બુદ્ધિમાં ચિશક્તિ પ્રતિસક્કાન્ત ન બને તો ચિત્ત, ગ્રાહ્ય નહીં બને. તેથી ચિત્તને પુરુષગ્રાહ્ય મનાય છે.
આથી સમજી શકાશે કે દ્રષ્ટા અને દશ્ય : બંન્નેથી ચિત્ત ઉપરક્ત છે. દ્રષ્ટા-પુરુષની જેમ બનેલું અને ગ્રહણ
ર્યો છે વિષય(ઘટાદિ)ના આકારનો પરિણામ જેણે એવું તે ચિત્ત સર્વ વિષયને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે. “વિતેર પ્રતિનિધિ દ્વારપત્તી દ્વિસંવેદન” I - રરા અને કુપર ચિત્ત સર્વાર્થ” i૪-રરા આ યોગસૂત્રોથી ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. જેમ સ્વચ્છ સ્ફટિક કે દર્પણ વગેરે પ્રતિબિંબગ્રહણમાં સમર્થ હોય છે, તેમ રજોગુણ અને તમોગુણથી અભિભૂત થયેલું
Page #35
--------------------------------------------------------------------------
________________
ચિત્ત ન હોય એવું સત્ત્વગુણમય ચિત્ત શુદ્ધ-નિર્મળ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે. પરંતુ રજોગુણ કે તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતું નથી. તેથી રજોગુણ અને તમોગુણ જેના ન્યભૂત(આચ્છાદિત-અભિભૂત) થયા છે એવા ચિત્તનો જે સત્ત્વગુણ છે તે પરિણામી સ્વરૂપે નિશ્ચલ-સ્થિર દીપશિખાજેવું(સત્ત્વ); સદા એકસ્વરૂપે (ચિદ્રુપપુરુષની છાયાને પ્રતિસક્કાન્ત કરતું) પરિણામ પામતું ચિછાયાગ્રહણના સામર્થ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવસ્થિત રહે છે. જેમ અયકાન્ત(લોહચુંબક) મણિના સન્નિધાનમાં લોઢાની ચંચળતા પ્રગટ થાય છે તેમ ચિકૂપપુરુષના સન્નિધાનમાં સત્ત્વનું અભિવ્યગ્ય (જણાવવા યોગ્ય) ચૈતન્ય જણાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે ગુણ અને ગુણીને અભેદ હોવાથી ચિત્તને ગુણસ્વરૂપ માનીને ગુણસ્વરૂપે ઉલ્લેખ કર્યો છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું.
I૧૧-૧પ
આ રીતે ચેતન અને ચિત્તમાં રહેનારી ચિલ્શક્તિ હોવાથી તે બે પ્રકારની છે, તે જણાવાય છેनित्योदिता त्वभिव्यङ्ग्या, चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु, सत्त्वे तत्सन्निधानतः ॥११-१६॥
“અમારે ત્યાં ચિશક્તિ બે પ્રકારની મનાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
એક નિત્યોદિતા અને બીજી અભિવ્યગ્યા. એમાં પહેલી પુરુષમાં છે અને બીજી પુરુષના સન્નિધાનમાં સત્ત્વમાં (શુદ્ધચિત્તમાં) રહેલી છે.’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે. ઉપર જણાવેલી વાતને ભોજે પણ વર્ણવી છે-“આથી જ આ સાખ્યદર્શનમાં બે ચિત્શક્તિ છે. નિત્યોદિતા અને અભિવ્યગ્યા. નિત્યોદિતા (સદાને માટે એક સ્વરૂપ, સર્વથા અપરિણામિની) પુરુષસ્વરૂપ છે અને બીજી પુરુષના સન્નિધાનના કારણે અભિવ્યક્ત થવાથી અભિષ્વઙ્ગ ચૈતન્યસ્વરૂપ સત્ત્વમાં રહેનારી અભિવ્યડ્યા ચિક્તિ છે”... ઈત્યાદિ સુગમ છે. ૧૧-૧૬॥
ઉપર જણાવ્યા મુજસ માનવાથી પુરુષને ભોગની ડીસાના પ્રાપ્તિ પણ સજ્જ્ઞત બને છે, તે
सत्त्वे पुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः । प्रतिबिम्बात्मको भोगः, पुंसि भेदाग्रहादयम् ॥११- १७ ॥
‘“બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જે ચિત્ છાયા છે તેના જેવી જે પોતાની બીજી છાયા છે; તેની જે અભિવ્યક્તિ છે તે સ્વરૂપ પ્રતિબિંબાત્મક ભોગ પુરુષમાં ભેદજ્ઞાનના અભાવે મનાય છે.’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ રજોગુણ અને તમોગુણથી અભિભૂત
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
ચિત્તના શુદ્ધ સાત્ત્વિક પરિણામ સ્વરૂપ સત્ત્વમાં; પુરુષમાં રહેલી જે નિત્યોદિ ચિત્ છાયા છે, તેના જેવી જે બીજી પોતાની ચિત્ છાયા છે, તે બીજી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ પુરુષનું પ્રતિબિંબ છે. અન્યત્ર લોકમાં પણ પ્રતિબિબ-દર્પણમાં પ્રતિબિભ્યમાન ઘટાદિની છાયા જેવી છાયાંતરનો જે ઉદ્ભવ થાય છે તેને પ્રતિબિંબ શબ્દથી વર્ણવાય છે.
પુરુષમાં આ પ્રતિબિમ્બાત્મક ભોગ ભેદાગ્રહના કારણે છે. પુરુષ અને ચિત્તના અત્યંત સાન્નિધ્યને લઈને વિવેક(ભેદ)નો ગ્રહ થયેલો ન હોવાથી પુરુષમાં ઉપર જણાવ્યા મુજબ ભોગનો વ્યપદેશાવ્યવહાર) થાય છે, જે વાસ્તવિક નથી પરંતુ ઔપાધિક છે.
“અત્યંત નિર્મળ અને વ્યાપક એવા આત્માનું પ્રતિબિંબ સત્ત્વમાં કેવી રીતે પડે ? (અર્થાદ ન પડે) આવું જે કહેવાય છે; તે બરાબર નથી. કારણ કે વ્યાપક એવા આકાશનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે અને સામાન્યતઃ સ્વચ્છ એવા પાણી વગેરેમાં સૂર્ય વગેરેનું પ્રતિબિંબ પડતું દેખાય છે. પુરુષમાં રહેલી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ આ પ્રતિબિંબ લોકપ્રસિદ્ધ પ્રતિબિંબથી વિલક્ષણ હોવાથી તાદશ પ્રતિબિંબ પડી શકે છે..” આ પ્રમાણે ભોજ વિદ્વાન કહે છે. (૧૧-૧ળા.
Page #38
--------------------------------------------------------------------------
________________
આથી, શ્લોક નં. ૧૨થી જણાવેલ અતિપ્રસઙ્ગનું નિવારણ થઈ જાય છે, તે જણાવાય છે
इत्थं प्रत्यात्मनियतं, बुद्धितत्त्वं हि शक्तिमत् । निर्वाहे लोकयात्रायास्ततः क्वातिप्रसञ्जनम् ॥११- १८॥
આશય એ છે કે પૂર્વે પ્રીતેવિ ચૈત્તે... ઈત્યાદિ શ્લો. નં. ૧૨ થી પ્રકૃતિને એક માનવાથી એની મુક્તિ થયે છતે; બધાનો મોક્ષ થઈ જશે- આ પ્રમાણે જે અતિપ્રસઙ્ગ દોષ(અમુક્તમાં મુક્તત્વ માનવાનો અતિપ્રસઙ્ગ) જણાવ્યો હતો, તે દોષ હવે આવતો નથી-એમ જણાવાય છે.
“ઉપર જણાવ્યા મુજબ દરેક આત્મનિયત બુદ્ધિતત્ત્વ; લોકવ્યવહારની વ્યવસ્થા માટે સમર્થ હોવાથી અતિપ્રસઙ્ગ ક્યાં આવે છે ?''-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે દરેક આત્માને નિયત એવા ફળનું સંપાદક બુદ્ધિતત્ત્વ હોવાથી લોકવ્યવહારના વ્યવસ્થાપન માટે તે સમર્થ છે. તેથી ‘યોગના કારણે એકની મુક્તિ થાય તો બધાનો મોક્ષ થઈ જશે.' આ જે અતિપ્રસઙ્ગ જણાવ્યો હતો તે હવે નહીં આવે. કારણ કે પ્રકૃતિ એક હોવા છતાં બુદ્ધિનો વ્યાપાર દરેક આત્માની પ્રત્યે જુદો જુદો હોવાથી ફળભેદ ઉપપન્ન થાય છે. આ પ્રમાણે યોગ-સૂત્રમાં “વૃતાર્થ પ્રતિ નષ્ટમધ્વનછું તવન્વસાધારળવાત્” ાર-રા આ સૂત્રથી જણાવ્યું છે.
૩૩
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂત્રનો આશય એ છે કે વિવેકખ્યાતિ(ભેદગ્રહ)થી જે પુરુષે પોતાના અર્થને સિદ્ધ કરી લીધો છે એવા કૃતાર્થ પુરુષને માટે દશ્ય ચિત્તાદિ નષ્ટ થયેલાં હોવા છતાં તે નષ્ટ થયેલાં નથી. કારણ કે તે સર્વ-સાધારણ છે, કોઈ એક માટે નથી.
કહેવાનો આશય એ છે કે દૃશ્યની પ્રવૃત્તિ સર્વ સાધારણ છે. સઘળાય પુરુષોના ભોગસંપાદન માટે બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ એક પુરુષ માટેની એ પ્રવૃત્તિ નથી. વિવેકખ્યાતિના ઉદયથી કોઈ પુરુષ કૃતાર્થ બની દશ્યને ગ્રહણ ન કરે એટલામાત્રથી અવિવેકી પણ એને ગ્રહણ ન કરે એ શક્ય નથી. એકની દૃષ્ટિએ તે નષ્ટ હોવા છતાં બધા માટે તે નષ્ટ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ.।।૧૧-૧૮
‘જડ એવી પ્રકૃતિ પુરુષાર્થને કરી ના શકે'... ઈત્યાદિ જે કહેવાયું(શ્લો. નં. ૧૨માં) છે : તે અંગે જણાવાય છે
कर्त्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः । प्रकृतौ परिणामानां, शक्ती स्वाभाविके उभे ।।११-१९॥
‘‘પ્રકૃતિમાં મહ(બુદ્ધિ) વગેરે પરિણામોની આનુલોમ્ય અને પ્રાતિલોમ્યને આશ્રયીને જે બે સ્વાભાવિકી શક્તિઓ છે, તે સ્વરૂપ પુમર્થનું કર્તવ્યત્વ પ્રકૃતિમાં મનાય છે.'' આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષના ભોગસંપાદન માટે
૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ મહદાદિથી માંડીને પાંચ મહાભૂતાદિ સુધીના પરિણામોને કરે છે. તે પરિણામને અનુકૂળ, પ્રકૃતિમાં અનુલોમશક્તિ સ્વભાવસિદ્ધ છે તેમ જ પુરુષને ભોગનું પ્રયોજન ન હોય ત્યારે અર્થાર્ વિવેકખ્યાતિના ઉદયથી પુરુષને ભોગની સમાપ્તિ થાય ત્યારે મહાભૂતોથી માંડીને અસ્મિતા સુધીના પરિણામો પોતપોતાના કારણમાં લીન થાય છે. તેને અનુકૂળ, પ્રકૃતિમાં પ્રતિલોમશક્તિ પણ સ્વભાવસિદ્ધ છે. આ ઉભયશક્તિ સ્વરૂપ જ પ્રકૃતિમાં પુમર્થકર્ત્તવ્યત્વ મનાય છે, બીજું કાંઈ નહિ.
આ પ્રમાણે પુરુષની વિવેકખ્યાતિને લઈને ભોગપરિસમાપ્તિ થયે છતે તે સ્વાભાવિક બંન્ને શક્તિઓનો ક્ષય થવાથી પ્રકૃતિ કૃતાર્થ બને છે. તેથી ફરીથી તે પુરુષ માટે પરિણામનો(મહદાદિનો) આરંભ કરતી નથી. આવી પુરુષાર્થકર્તવ્યતા માનવાથી પ્રકૃતિ જડ હોવાથી તેણીને કર્તવ્યતાનો અધ્યવસાય ન હોવા છતાં કોઈ પણ અનુપપત્તિ નથી... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ।।૧૧-૧૯॥
જો આ રીતે પ્રકૃતિની પ્રતિલોમશક્તિ પણ સહજ (સ્વભાવસિદ્ધ) જ હોય તો યોગીજનોએ મોક્ષ માટે પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? મોક્ષ પ્રાર્થનાનો વિષય ન હોય તો તેનો ઉપદેશ કરનારું શાસ્ત્ર નિરર્થક બનશે-આ શક્કાનું
૩૫
Page #41
--------------------------------------------------------------------------
________________
સમાધાન સાંખ્યો દ્વારા કરાય છે
न चैवं मोक्षशास्त्रस्य, वैयर्थ्यं प्रकृतेर्यतः । તતો દુ:હનિવૃત્ત્વર્થે, તૃત્વસ્મયવર્ઝનમ્ ??-રા
“આ પ્રમાણે પ્રકૃતિની પ્રતિલોમશકિતને સહજ માનવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્ર વ્યર્થ બનશે-એમ કહેવાનું બરાબર નથી. કારણ કે શાસ્ત્રથી દુ:ખની નિવૃત્તિ માટે કર્તૃત્વના અભિમાનનું વર્જન થાય છે.'' આ પ્રમાણે વીસમા શ્લોકનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે; પ્રકૃતિની પ્રતિલોમશક્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો મોક્ષના ઉપાય વગેરેને જણાવનારા મોક્ષશાસ્ત્રનું કોઈ જ ફળ ન હોવાથી તે નિરર્થક બનશે : આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તે તે મોક્ષશાસ્ત્રથી દુ:ખના નાશ માટે પ્રકૃતિને; કર્તૃત્વાભિમાનનું વર્જન થાય છે.
અહીં એ સમજી લેવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ સાખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ચેતન છે. શુદ્ધસ્ફટિકની જેમ નિર્મળ અને અપરિણામી નિત્ય એકસ્વભાવાવસ્થિત છે. પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, સુખ, દુ:ખ ઈત્યાદિ ગુણો બુદ્ધિના છે. પુરુષના એ ગુણો નથી. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણવાળી બુદ્ધિ પુરુષના ભોગસંપાદન માટે સૃષ્ટિની રચનામાં તત્પર છે. અનાદિકાળથી બંન્ને વચ્ચે ભેદાગ્રહ હોવાથી પુરુષના ચૈતન્યનું અભિમાન બુદ્ધિને છે અને બુદ્ધિના(પ્રકૃતિના)
૩૬
Page #42
--------------------------------------------------------------------------
________________
કસ્તૃત્વનું અભિમાન પુરુષને છે. તેથી બુદ્ધિકૃત સુખદુઃખાદિનો ભોગ આત્મામાં ઔપચારિક છે. (પારમાર્થિક નથી.) અનાદિકાળથી પ્રકૃતિ અને પુરુષમાં ભોકતૃભોગ્યભાવ છે. પ્રકૃતિમાં કર્તૃત્વ હોવા છતાં પુરુષના ચૈતન્યથી જ તે પ્રતીત થાય છે. “ચેતન એવી હું કરું છું.' ઈત્યાકારક પ્રતીતિ કર્ઘત્વના અભિમાનની છે. અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વના અભિમાનથી દુઃખનો અનુભવ થયે છતે આ દુઃખની નિવૃત્તિ કાયમ માટે મારે કઈ રીતે થશે આવો અધ્યવસાય વ્યક્ત થાય છે. ત્યારે દુઃખનિવૃત્તિના ઉપાયને જણાવનારા તે તે શાસ્ત્ર દ્વારા કરાતો ઉપદેશ પ્રધાન(પ્રકૃતિને) ઉપયોગી બનતો હોવાથી તેની અપેક્ષા છે... ઈત્યાદિ ભણાવનારા પાસેથી સમજી લેવું જોઈએ. સાંખ્યદર્શનના ગ્રંથોના વ્યવસ્થિત અધ્યયન વિના આ બધું સમજી શકાય એવું નથી. અહીં તો સામાન્યથી ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે. I૧૧-૨ના
સાખ્યોએ જણાવેલી વાત તેમને ત્યાં ક્યાં જણાવી છે તે જણાવવાપૂર્વક તેમાં દોષ જણાવાય છેव्यक्तं कैवल्यपादेऽदः, सर्वं साध्विति चेन्न तत् । इत्थं हि प्रकृतेर्मोक्षो, न पुंसस्तददो वृथा ॥११-२१॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે આ પૂર્વે જણાવેલું બધું યોગાનુશાસનના કૈવલ્ય નામના ચોથા પાદમાં
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રગટ છે. તેમાં કોઈ દોષ નથી. આ પ્રમાણે જે, સાંખ્યોએ જણાવ્યું છે તે બરાબર નથી. કારણકે ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ પ્રકૃતિને થશે. તેણીના જ કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી દુઃખનિવૃત્તિ પણ પ્રકૃતિને સત છે, પુરુષને નહિ. પુરુષ બદ્ધ ન હોવાથી તે મુફત નહીં થાય. કારણ કે “મુ’ ધાતુ(ક્રિયાપદ)નો અર્થ, “બંધનથી છૂટા થવું તે છે. પુરુષને બંધન જ ન હોય તો તેની મુક્તિ કઈ રીતે સત બને ? તેથી સાખ્યો જે કહે છે તે (હવે પછી જણાવાય છે તે) નકામું છે. માત્ર ગળું સૂક્વવાનું જ તેનું ફળ છે. I૧૧-૨૧
સાખ્યો જે નિરર્થક જણાવે છે તે જણાવાય છેपञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रतः ।। जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥११-२२॥
“જે કોઈ પણ આશ્રમ(ગૃહસ્થાશ્રમાદિ)માં રહેલો જટાધારી, મુંડન કરાવેલ અથવા માથે ચોટલી રાખનાર હોય તોપણ પુરુષ, પ્રકૃતિ. ઈત્યાદિ પચીસ તત્ત્વનો જ્ઞાતા હોય તો તે મુક્ત થાય છે, એમાં કોઈ શા નથી.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં સાખ્યોએ જે જણાવ્યું છે, તે નિરર્થક છે. કારણ કે આ
શ્લોકમાં પુરુષાદિ પચીસ તત્ત્વના જ્ઞાનથી પુરુષની જ મુક્તિ જણાવી છે. પરંતુ તે તેમને ત્યાં સત નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
પુરુષને પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિબિંબસ્વરૂપ જેમ ઔપચારિક ભોગ મનાય છે, તેમ મુક્તિનો વ્યવહાર પણ ઉપચારથી થાય છે. વાસ્તવિક મુક્તિ તો પ્રકૃતિની છેઆ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે પુરુષમાં મુક્તિ ઉપચારથી માનવામાં આવે તો પુરુષમાં ચૈતન્ય ઔપચારિક છે અને બુદ્ધિમાં તે વાસ્તવિક છે-એ પ્રમાણે પણ સારી રીતે કહી શકાશે. ‘પુરુષમાં ઔપચારિક ચૈતન્ય માનવામાં બાધક છે, તેથી ચૈતન્ય વાસ્તવિક જ પુરુષમાં મનાય છે-’આ કથન ઉચિત નથી. જ્યાં જ્ઞાન, કૃતિ વગેરે ગુણો હોય છે ત્યાં જ ચૈતન્ય પ્રતીત થાય છે. ચેતનોઽહં ìમિ... ઈત્યાદિ પ્રતીતિના કારણે કૃતિ વગેરે ગુણોના અધિકરણમાં જ ચૈતન્ય બધાને અનુભવાય છે. તો શું કારણ છે કે જેથી કૃતિ વગેરે ગુણો બુદ્ધિમાં અને ચૈતન્ય પુરુષમાં આ રીતે જુદા જુદા અધિકરણમાં મનાય છે ?
‘ચૈતન્યની સાથે આત્મામાં કૃતિ વગેરે ગુણો માની લેવામાં આવે તો આત્મામાં પરિણામિત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. આ પ્રસઙ્ગ જ ચૈતન્ય અને કૃતિ વગેરે ગુણોને એક અધિકરણમાં માનવામાં બાધક છે.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે આત્માને પરિણામી માન્યા પછી પણ આત્મદ્રવ્યના સંબંધનો અપાય થતો નથી. અન્યથા પરિણામને માન્યા પછી પરિણામીનો સંબંધ રહેતો નથી. તેનો અપાય(અભાવ) થાય છે એમ માની લેવામાં આવે તો ચિત્તના પણ પરિણામાંતર વખતે ચિત્તના અન્વય
૩૯
Page #45
--------------------------------------------------------------------------
________________
(સંબંધ)ના અપાયનો પ્રસંગ આવવાથી ચિત્તને પણ પરિણામી માની શકાશે નહીં. કારણ કે ચિત્તનો દરેક ક્ષણે પૂર્વપૂર્વસ્વરૂપે નાશ થતો અનુભવાય છે છતાં દરેક ક્ષણે ચિત્તનો સંબંધ તો છે જ... એ સ્પષ્ટ છે. તેથી પરિણામિત્વ માન્યા પછી પણ આત્માનો સંબંધ દરેક ક્ષણે રહી શકશે.
“અતીતાડનારાં સ્વપતોડqખેલા ઘા” I૪-૨૨ા; “તે એસૂક્ષ્મ ગુણાત્માન” I૪-૨ા અને “રમૈત્વાદ્િ વસ્તુતત્ત્વE” I૪-૨૪ો... આ યોગસૂત્રોના અર્થની વિચારણા કરીએ તો સમજાશે કે અતીતાદિ ત્રણ કાળના ધર્મોનો ભેદ હોવા છતાં તે બધા અજ્ઞાડિભાવમાં(એકરૂપે) પરિણત થવાથી તે બધાનો એક જ ચિત્તસ્વરૂપ પરિણામ હોવાથી ચિત્તના અન્વયના અપાયનો પ્રસ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે યોગાનુશાસનનાં એ સૂત્રોથી એ જણાવ્યું છે કે અતીતકાલીન અને અનાગતકાલીન પરિણામ તે તે સ્વરૂપે વર્તમાન વસ્તુમાં વિદ્યમાન છે. અશ્વ-કાળભેદથી તે તે પરિણામને વસ્તુમાં રહેવામાં કોઈ વિરોધ નથી. અતીતકાલીન વસ્તુ અતીતસ્વરૂપે અને અનાગતકાલીન વસ્તુને અનાગતસ્વરૂપે વસ્તુમાં માનવામાં ન આવે તો, યોગી જનોને ત્રણે કાળના પદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થાય. કારણ કે પ્રત્યક્ષની પ્રત્યે તેના વિષયની વિદ્યમાનતા હોવી જોઈએ. અન્યથા વિષયની વિદ્યમાનતાના અભાવમાં પ્રત્યક્ષ નહીં થાય. તેથી
Page #46
--------------------------------------------------------------------------
________________
અનાગતાદિ વસ્તુને તે તે સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન મનાય છે. અતીતાદિ ધર્મોને વર્તમાન સ્વરૂપે માનવામાં વિરોધ છે. સ્વ-સ્વરૂપે વિદ્યમાન માનવામાં વિરોધ નથી. શાંત(અતીત), ઉદિત(વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત) : આ ત્રણ જે ધર્મ છે, તેમાં અનુગત (અન્વિત-સંબદ્ધ) હોવાવાળો ધર્મી છે. ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન જે ઘટ આદિ ધર્મ છે, તેમાં સર્વદા અન્વિત મૃત્તિકા ધર્મી છે. તે વ્યક્ત(પ્રગટ-ઉદિત-વર્તમાન) અને સૂક્ષ્મ(અવ્યક્ત, શાંત, અવ્યપદેશ્ય) ધર્મો સત્ત્વાદિ ગુણોના જ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ : આ પંચતન્માત્ર સ્વરૂપ છે. એ પંચતન્માત્ર અને અગિયાર ઈન્દ્રિયો(સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય તેમ જ વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ સ્વરૂપ કર્મેન્દ્રિયો તથા મન : આ અગિયાર) અહંકાર સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વસ્વરૂપ છે. મહત્તત્ત્વ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે અને પ્રધાન સત્ત્વાદિ(રજસ્, તમસ્) ત્રણ ગુણસ્વરૂપ છે. આવી રીતે આ સૃષ્ટિપ્રપંચ સાક્ષાત્ કે પરંપરાએ ગુણસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે અનેકોના પરિણામો પણ એકસ્વરૂપ હોવાથી વસ્તુતત્ત્વ પણ એકસ્વરૂપ છે. તેથી સર્વત્ર ચિત્ત અન્વિત બનતું હોવાથી ચિત્તના અનન્વયનો પ્રસઙ્ગ આવતો નથી. આ પ્રમાણે સાખ્યોએ જણાવેલી વાત બરાબર નથી.
૪૧
Page #47
--------------------------------------------------------------------------
________________
કારણ કે આ બધું વિચારીએ તો વસ્તુતઃ આત્મામાં જ એ સત છે. “આત્માને કૂટસ્થ સ્વરૂપે વર્ણવનારી કૃતિના કારણે આત્માને પરિણામી માનતા નથી.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે તેવી આત્માની અવસ્થા; શરીરનો ભેદ થયા પછી અર્થા અશરીરી બન્યા પછી પ્રાપ્ત થતી હોય છે. તે અપેક્ષાએ શ્રુતિ દ્વારા આત્માની કૂટસ્થતા વર્ણવી છે. તેથી સંસારદશામાં આત્માની એ અવસ્થા ન હોવા છતાં કૃતિનો વિરોધ નહીં આવે.. ઈત્યાદિ સારી રીતે વિચારીને તેનો નિર્ણય કરવો જોઈએ.
_I/૧૧-૨૨ા
દૂષણાંતર જણાવાય છેबुद्ध्या सर्वोपपत्तौ च, मानमात्मनि मृग्यते । संहत्यकारिता मानं, पारार्थ्यनियता च न ॥११-२३॥
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી માની લેવાથી કોઈ દોષ આવતો નથી. આમ છતાં ખરેખર તો બુદ્ધિને માન્યા પછી આત્મા-પુરુષને માનવાની જ આવશ્યક્તા નથી. તે જણાવીને આ શ્લોકથી પુરુષની કલ્પનામાં જણાવેલા પ્રમાણનું નિરાકરણ કરાયા
છે.
“બુદ્ધિથી જ લોકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર સત થતો હોય ત્યારે આત્માની કલ્પના માટે પ્રમાણ શોધવું પડે એવું
Page #48
--------------------------------------------------------------------------
________________
છે. અર્થાદ્ આત્મા-પુરુષને માનવા માટે કોઈ પ્રમાણ નથી. પારાર્મેનિયત એવી સંહત્યકારિતા પ્રમાણ છે. આ પ્રમાણે કહી શકાશે નહીં.” આ ગ્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિથી જ(મહત્તત્ત્વથી જ) સકલ લોયાત્રા(વ્યવહાર)નો નિર્વાહ થયે છતે; કૃતિ વગેરેના આશ્રયથી(બુદ્ધિથી) અતિરિત આત્માની કલ્પનામાં પ્રમાણ શોધવું જોઈએ. કારણ કે કૃત્યાદિસહચરિત ચૈતન્યની પ્રતીતિ થતી હોવાથી ચૈતન્ય બુદ્ધિમાં જ માનવું જોઈએ. તેથી ચૈતન્યના આશ્રય તરીકે પુરુષને માનવાની આવશ્યક્તા નથી.
પારાર્મેનિયત એવી સંહત્યકારિતા જ પુરુષની કલ્પનામાં પ્રમાણ છે. આશય એ છે કે યત્ર યત્ર સંહત્યकारिता, तत्र तत्र परार्थकत्वम् यथा शय्याशयनासनाद्यर्थाःઆ નિયમથી બુદ્ધિમાં પરાર્થકત્વ સિદ્ધ થાય છે. એમાં જે પર છે તે જ પુરુષ છે. આ રીતે પુરુષની કલ્પનામાં અનુમાનપ્રમાણ ઉપલબ્ધ છે. ભાવ એ છે કે અનેક કારણો ભેગા થઈને જે કાર્ય કરે છે, તે બીજા માટે હોય છે. દા.ત. શય્યા, પલંગ અને આસન વગેરે પદાર્થો અનેક કારણોથી નિષ્પન્ન હોવાથી તે તે બીજાઓ(તેને વાપરનારાઓ) માટે છે. તેમ બુદ્ધિ, સત્વ, રજસ્ અને તમ ગુણો સમુદાયથી અર્થષ્યિાને(તે તે કાર્યને) કરે છે, તેથી તે પર માટે છે. સત્ત્વ, રજસ્ અને તમન્ આ ચિત્ત સ્વરૂપ પરિણામને ધારણ કરે છે અને તે ભેગા થઈને કાર્ય કરે છે; આથી તે
Page #49
--------------------------------------------------------------------------
________________
પર માટે છે. અહીં જેના માટે તે કાર્ય છે, તે પર પુરુષ છે. આ પ્રમાણે ‘“તવન ધ્યેયવાસનામિશ્ચિત્ર-મપિ પાર્થ સંહત્યઋત્વિાર્’ ।।૪-૨૪। આ યોગસૂત્રમાં જણાવ્યું છે. આશય સ્પષ્ટ છે કે ચિત્ત જ઼નમ-જનમના અસંખ્ય સંસ્કારોથી વાસિત હોવા છતાં તે બીજા માટે છે, સ્વાર્થ માટે નથી. કારણ કે તે; ફ્લેશ, કર્મ, વાસના, વિષય, ઈન્દ્રિયોના સમુદાયથી કાર્ય કરે છે. જે સંહત્યકારી છે તે પરાર્થ છે. તેમાં જે પર છે તે અહીં પુરુષ છે. આ રીતે અનુમાનપ્રમાણ જ પુરુષની કલ્પનામાં માન(પ્રમાણ) છે. પરંતુ તે સાખ્યોએ બતાવેલું પ્રમાણ બરાબર નથી. (તેનું કારણ ચોવીસમા શ્લોકથી જણાવાશે.) ૧૧-૨૩૫
***
સાખ્યોએ દર્શાવેલ અનુમાનપ્રમાણમાં દોષ
જણાવાય છે
सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत्, स्याच्च तत्त्वान्तरव्ययः ।। ११-२४॥
“સત્ત્વાદિ ધર્મોનો ઉપકાર પોતાના આશ્રયમાં પણ સઙ્ગત હોવાથી પૂર્વે જણાવેલ પરાર્થકત્વમાં કોઈ પ્રમાણ નથી. આ રીતે બુદ્ધિથી જ સર્વ સિદ્ધ થતું હોય તો આત્માનું નામ જ બુદ્ધિ છે. તેમ જ અહ્વારાદિ તત્ત્વોનો પણ ઉચ્છેદ થશે. અર્થાત્ તેને માનવાની આવશ્યકતા
૪૪
Page #50
--------------------------------------------------------------------------
________________
નથી.'-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પુરુષની કલ્પનામાં પ્રમાણ તરીકે સંહત્યકારિતાના કારણે પરાર્થત્વનું જે અનુમાન છે તેનો ઉલ્લેખ ક્યો હતો પરંતુ તે બરાબર નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય બુદ્ધિ ઉપર પણ ઉપકાર કરી શકે છે. અર્થાત્ ફળનું આધાન કરી શકે છે. તેથી “સંહત્યકારી પરાર્થક જ હોય છે' -આ નિયમમાં કોઈ પ્રમાણ નથી. “શયન, શમ્યા અને આસનાદિની જેમ પરાર્થતા સત્ત્વાદિમાં સિદ્ધ થવામાં કોઈ દોષ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શયનાદિમાં જે સંહત્યકારિતા છે, તેના કરતાં વિલક્ષણ એવી સંહત્યકારિતા સત્ત્વાદિમાં છે. તેથી તેને લઈને સત્ત્વાદિમાં પરાર્થકતા સિદ્ધ નહીં થાય. અન્યથા શયનાદિની સંહત્યકારિતાથી જેમ સંહત શરીરાદિ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ થાય છે તેમ સહત પરાર્થની સિદ્ધિ થશે. અસંહત પુરુષ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ નહીં થાય.
સત્ત્વાદિની સંહત્યકારિતાને લઈને સંહતપરાર્થની સિદ્ધિ થાય તો તે પરાર્થની સંહત્યકારિતાને લઈને બીજા સંતપરાર્થની સિદ્ધિ થશે... એમ કરવાથી અનવસ્થાનો પ્રસવું આવશે. એ અનવસ્થાના પ્રસફભયથી સત્ત્વાદિની સંહત્યકારિતાથી અસંહતપરાર્થની જ સિદ્ધિ થશે-આ પ્રમાણે યદ્યપિ કહી શકાય છે. પરંતુ ધર્મમાત્રમાં સાયનિરૂપિત
Page #51
--------------------------------------------------------------------------
________________
વ્યામિ હોવાથી સત્ત્વાદિ ધર્મો આશ્રય માટે(બુદ્ધિ સ્વરૂપ આશ્રય માટે)ના જમનાય છે. યત્ર થર્મવં તત્ર શ્રયત્વFઆ નિયમ છે. જે જે ધર્મો છે; તે તે સાશ્રય (આશ્રયવાળા) હોય છે. આથી સમજી શકાશે કે સત્ત્વાદિ ભેગા થઈને જે જે કાર્ય કરે છે તે પોતાના આશ્રય બુદ્ધિ માટે કરે છે. પર એવા પુરુષ માટે નહીં. આ પ્રમાણે બુદ્ધિથી જ સત્ત્વાદિનું સાફલ્ય હોવાથી બુદ્ધિ વગેરેથી કોઈ અતિરિત આત્મા સિદ્ધ થઈ શકશે નહીં. તેથી બુદ્ધિ એ પુરુષનું જ નામ છે. તેમ જ જેમ પુરુષને માનવાની (બુધ્યતિરિફત પુરુષને માનવાની) આવશ્યકતા નથી તેમ બુદ્ધિથી ઉત્પન્ન થનારા અહંકારાદિને પણ બુદ્ધિથી અતિરિત માનવાની જરૂર નથી. તેથી તત્ત્વોતરનો ઉચ્છેદ થશે. I૧૧-૨૪
તત્ત્વાંતરનો વ્યય(ઉચ્છદ) કઈ રીતે થશે : તે જણાવાય છેव्यापारभेदादेकस्य, वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसञ्ज्ञानोपपत्तिसुकरत्वतः ॥११-२५॥
“ઉપર જવું, નીચે જવું.... ઈત્યાદિ વ્યાપાર(કર્મ) વિશેષના કારણે એક જ વાયુ; જેમ પાંચ પ્રકારનો મનાય છે તેમ અહઠ્ઠારાદિ વ્યાપારવિશેષને ઉત્પન્ન કરનારી બુદ્ધિ અહઠ્ઠારાદિ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આથી અહંકારાદિ
Page #52
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞાઓની સતિ સરળતાથી થતી હોવાથી નિરર્થક તત્ત્વાંતર માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન-આ પાંચ પ્રકારનો વાયુ છે. મુખ અને નાસિકાથી નીકળનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે. જલાદિને શરીરના નીચેના ભાગમાં લઈ જનારા વાયુને અપાનવાયુ કહેવાય છે. ખાધેલા અન્નાદિને પચાવવા માટે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વાયુને સમાનવાયુ કહેવાય છે. અન્નાદિને શરીરના ઉપરના ભાગમાં લઈ જનાર વાયુને ઉદાનવાયુ કહેવાય છે અને શરીરની નાડીઓનાં મુખોને ફેલાવનાર વાયુને વ્યાન વાયુ કહેવાય છે. મુખનિર્ગમનાદિ તે તે વ્યાપારોને લઈને એક જ પ્રકારનો પણ વાયુ પાંચ પ્રકારનો વર્ણવાય છે. આવી જ રીતે બુદ્ધિમાં પણ તેણીના અહઠ્ઠારાદિ વ્યાપારને લઈને તે તે અહઠ્ઠારાદિ સંજ્ઞાઓની ઉપપત્તિ સારી રીતે કરી શકાય છે. જ્યારે બુદ્ધિ, અહટ્ટાર (હું, હું.. ઈત્યાદિ સ્વરૂપ અધ્યવસાય) વ્યાપારને ઉત્પન્ન કરતી હોય ત્યારે બુદ્ધિને અહટ્ટાર કહેવી અને તે(બુદ્ધિ) જ જ્યારે પ્રસુમ(કાર્ય કરવાથી વિરામ પામેલી) સ્વભાવવાળી એવી કાર્યાનુકૂલ સ્વરૂપયોગ્યતાવાળી હોય ત્યારે તેને પ્રકૃતિ તરીકે કહેવી. બુદ્ધિથી અતિરિક્ત અહટ્ટાર કે પ્રકૃતિ વગેરે સ્વરૂપ નિરર્થક તત્ત્વાંતરની કલ્પના કરવાની
Page #53
--------------------------------------------------------------------------
________________
આવશ્યકતા નથી. ૧૧-૨પા.
સાખ્યમતમાં દૂષણોતર જણાવાય છેपुंसश्च व्यञ्जकत्वेऽपि, कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ॥११-२६॥
પુરુષને વ્યગ્ર માનવામાં પણ કૂટસ્થત્વ (અપરિણામિતા) અયુત બને છે. તેથી તેને અધિષ્ઠાન સ્વરૂપ જ વ્યક માની લેવામાં આવે તો યોગાનુશાસનના (૧-૩) સૂત્રમાં તી... ઈત્યાદિ જે લખ્યું છે, તે નિરર્થક બનશે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા ઘટાદિની અભિવ્યક્તિ પુરુષના પ્રતિબિબના કારણે થાય છે. તેથી પુરુષ વસ્તુત: જ્ઞાતા નથી પરંતુ અભિવ્યક છે. અભિવ્યગ્રક તેને કહેવાય છે કે જે અભિવ્યક્તિનો જનક છે. આ રીતે પુરુષમાં અભિવ્યક્તિનું જનત્વ આવવાથી કાળમા ા પુરુષ: આ વચનનો વ્યાઘાત થશે. કારણ કે પુરુષને કોઈનું પણ; કારણ કે કાર્ય માનવામાં આવતું નથી અને પુરુષને અભિવ્યક્તિનો જનક માનવાનો પ્રસ આવે છે. આથી સમજી શકાશે કે પુરુષમાં વ્યગ્રત્વ માનવાથી અકારણ અને અકાર્યમાં રહેવાવાળું ફૂટસ્થત્વ માનવાનું યુક્તિમત્ નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
“પુરુષ, સદાને માટે એક જ સ્વરૂપવાળો હોવાથી અભિવ્યક્તિજનકત્વ સ્વરૂપ અભિવ્યગ્રત્વ નથી મનાતું પરંતુ અભિવ્યક્તિદેશાશ્રયત્વ સ્વરૂપ અધિષ્ઠાનત્વ જ અભિવ્યગ્રત્વ મનાય છે. ઘટાદિ વિષયોની જે અભિવ્યક્તિ થાય છે તે પુરુષમાં થાય છે. તે પ્રતિબિંબાત્મક દેશનું આશ્રયત્વ પુરુષમાં હોવાથી તાદશ અભિવ્યઝકત્વ સંસ્કૃત બને છે.’’–આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તેથી ‘તવા પ્રદ્યુ: સ્વપાવસ્થાનમ્' I?-રૂ-આ યોગસૂત્ર નિરર્થક બનશે. ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે.’ આ અર્થને જણાવનારું એ સૂત્ર છે. પરંતુ પુરુષ સદાને માટે એક જ સ્વરૂપમાં રહેતો હોય તો ‘ત્યારે (સવા)' આ પ્રમાણે જણાવવાનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ સમયે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન ન હોય તો; તે પ્રમાણે જણાવવાનું બરાબર ગણાય. સૂત્રમાં તવા પદનું ગ્રહણ કર્યું છે; પણ તેનું વ્યાવર્ત્ય(વ્યવચ્છેદ્ય) કોઈ નથી. યદ્યપિ પૂર્વે જણાવ્યા મુજબ અતાત્ત્વિકરૂપે જ પુરુષને ચિત્તની વૃત્તિઓનું ગ્રહણ છે. વિવેકખ્યાતિની અનુદિત અવસ્થામાં ચિત્તવૃત્તિઓનું સાદશ્ય હોવાથી કાલ્પનિક જ સ્વરૂપાનવસ્થાન છે અને ત્યાર પછી વિવેકખ્યાતિ ઉદિત થવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી પુરુષનું સ્વરૂપાવસ્થાન પણ કાલ્પનિક છે. તેથી તેની અપેક્ષાએ તા... ઈત્યાદિ સૂત્ર નિરર્થક નથી. પરંતુ આ
૪૯
Page #55
--------------------------------------------------------------------------
________________
રીતે સૂત્રના વિષયને કાલ્પનિક માની લેવામાં આવે તો સર્વજનપ્રસિદ્ધ ઘટાદિવ્યવહારના વિષયને પણ કાલ્પનિક માનવાનો પ્રસઙ્ગ આવશે, જેથી શૂન્યવાદીઓના (બૌદ્ધોના) મતમાં પ્રવેશ થશે. ૧૧-૨૬॥
સાખ્યમતમાં જ અનુપપત્યંતર જણાવાય છેनिमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । સ્વાત્ મેટ્રો ધર્મભેવેન, તથાપિ ભવોક્ષયોઃ ।।૨-૨ા
‘“પુરુષમાં નિમિત્તકારણત્વ માનવા છતાં તેની અપરિણામિતાના કારણે કૌટસ્થ્ય પુરુષમાં મનાય છે, તોપણ ધર્મના ભેદથી ભવ અને મોક્ષમાં ભેદ થશે.’’-આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૂન્યવાદનો પ્રસઙ્ગ ન આવે એ માટે પુરુષને અધિષ્ઠાનસ્વરૂપ માનવાના બદલે નિમિત્તકારણ મનાય છે. તેથી સત્ત્વ(બુદ્ધિ)નિષ્ઠ અભિવ્યÄ એવી ચિત્શક્તિની પ્રત્યે પુરુષ નિમિત્તકારણ છે. તે પરિણામી ન હોવાથી તે ફૂટસ્થ કહેવાય છે. પુરુષને જે બારણ મનાય છે, તે ઉપાદાનકારણને લઈને મનાય છે. ઘટનું જેમ ઉપાદાનકારણ માટી છે, પટનું જેમ ઉપાદાનકારણ તન્તુ છે તેમ પુરુષ કોઈનું ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ જ પરિણામી હોય છે અને પરિણામ અવસ્થાંતરને પ્રાપ્ત કરવા
૫૦
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ છે. માટી ઘટસ્વરૂપે પરિણમે છે. પોતાની પૂર્વાવસ્થાથી(આકારાદિથી) ભિન્ન એવી ઘટાદિ અવસ્થાને માટી પ્રાપ્ત કરે છે. તેથી ઘટાદિ માટીનો પરિણામ છે અને તે પરિણામવાળી માટી પરિણામિની છે. આથી સમજી શકાશે કે છવ્વીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ તા.. ઈત્યાદિ નિરર્થક નહીં બને.-આ પ્રમાણે પૂર્વોક્ત દોષનું નિવારણ કરવા છતાં સાખ્યોના મતમાં દોષ તો છે જ. એ સ્યાહુ મેલો.... ઈત્યાદિ શ્લોકાર્ધથી જણાવ્યું છે.
એનો આશય એ છે કે ત...ઈત્યાદિ સૂત્રાશ નિરર્થક ન પણ બને તો ય ભોગનિમિત્તત્વ અને ભોગનિમિત્તત્વાભાવ આ ધર્મના ભેદ(વિશેષ)થી સંસાર અને મોક્ષમાં ભેદ થશે અર્થાત્ એ બંન્નેમાં કશિ ભેદ માનવાનું આવશ્યક છે. “મોક્ષમાં પણ સંસારાવસ્થાની જેમ ભોગનિમિત્તત્વ સ્વરૂપ પૂર્વસ્વભાવ તો છે પરંતુ ભોગનાં કારણોનો અભાવ હોવાથી ભોગની પ્રવૃત્તિ નથી. તેથી સંસાર અને મોક્ષમાં ભેદ કયો છે ?” આ પ્રમાણે કહીને કશ્ચિદ્ ભેદ માનવાનું યદ્યપિ નિવારી શકાય છે. પરંતુ આ રીતે માનવાથી એક જ પુરુષમાં ભવ અને મોક્ષ આ ઉભય સ્વભાવમાં વિરોધ આવશે. તેના પરિવાર માટે એમ કહેવામાં આવે કે પુરુષમાં બે સ્વભાવ નથી પરંતુ ઉભયનો એક જ સ્વભાવ છે.' તો આ રીતે પ્રકારોતરથી સ્યાદ્વાદને જ માની લેવાનો પ્રસ આવશે. ખરી રીતે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.
Page #57
--------------------------------------------------------------------------
________________
વ્યર્થ ખેદ કરવાથી કોઈ
I of
લાભ નથી. ।।૧૧-૨ા
સાખ્યોએ ગ્લો.નં.૧૮માં જણાવ્યા મુજબ જે અતિપ્રહ્લનું નિવારણ કર્યું હતું-તે શક્ય નથી, તે જણાવાય છે
प्रसङ्गतादवस्थ्यं च, बुद्धेर्भेदेऽपि तत्त्वतः । प्रकृत्यन्ते लये मुक्तेर्न चेदव्याप्यवृत्तिता ॥११- २८॥
“દરેક આત્માની પ્રત્યે બુદ્ધિનો ભેદ માન્યા પછી પણ પ્રકૃતિની વિશ્રાન્તાવસ્થામાં દુ:ખનો ધ્વંસ થયે છતે; એક આત્માની મુક્તિથી બધાની મુક્તિ થવાનો પ્રસંગ વિદ્યમાન છે જ. કારણ કે મુક્તિને અવ્યાખ્યવૃત્તિ(આંશિક) માનતા નથી.’’-આ રીતે અઠ્ઠાવીશમા શ્લોકનો યથાશ્રુતાર્થ સમજી શકાય છે.
તાત્પર્ય એ છે કે અઢારમા શ્લોકમાં જણાવ્યા મુજબ બુદ્ધિ એક હોવા છતાં દરેક આત્મા માટે તે નિયત છે; કોઈ એક માટે નથી. વિવેકખ્યાતિના(ભેદજ્ઞાનના) ઉદયથી તે તે પુરુષની ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી કૈવલ્યપ્રાપ્તિ પછી તે તે પુરુષની પ્રત્યે પ્રકૃતિ વિશ્રાંત બની ફરીથી તે તે પુરુષની પ્રત્યે પરિણામને આરંભતી નથી. તેથી એક પુરુષની મુક્તિ થવાથી અન્ય બધાની મુક્તિનો પ્રસઙ્ગ યદ્યપિ આવતો નથી. પરંતુ એ મુજબ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં; પ્રકૃતિની વિશ્રાંત(સ્વકાર્યથી વિરામ
૫૨
Page #58
--------------------------------------------------------------------------
________________
પામવું) અવસ્થા સ્વરૂપ દુઃખધ્વંસ થયે છતે એકની મુક્તિ થવાથી બીજા બધાની પણ મુક્તિ થવાનો પ્રસ છે જ. કારણ કે પ્રકૃતિની જ ખરેખર તો મુક્તિ માનવામાં આવી છે. એકની અપેક્ષાએ મુક્ત અને બીજાની અપેક્ષાએ અમુક્ત આવો; મુક્તત્વ અને અમુતત્વનો વિરોધ હોવાથી એક પ્રકૃતિમાં વ્યવહાર શક્ય નથી.
“એક જ વૃક્ષમાં જેમ શાખાવચ્છેદેન(શાખાના દેશમાં) સંયોગ[કપિ(વાંદરો)સંયોગ હોય છે અને મૂલાવચ્છેદેન તેનો અભાવ હોય છે તેમ તે તે પુરુષનિયતબુધ્ધવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સંયોગની જેમ મુક્તિ(મુક્તત્વ)ને અવ્યાખવૃત્તિ માનતા નથી. અન્યથા મુક્તત્વને સંયોગની જેમ અવ્યાખવૃત્તિશિતઃ વૃત્તિ(રહેવું તે) અને દેશતઃ તેનો અભાવ માનવામાં આવે તો મુક્તમાં પણ અમુફતત્વના વ્યવહારનો પ્રસ આવશે. પ્રકૃતિમાં તે તે પુરુષની અપેક્ષાએ મુક્તત્વ અને અમુકતત્વનો વ્યવહાર યદ્યપિ ઈષ્ટ છે, પરંતુ પ્રકૃતિની નિવૃત્તિ માનવામાં ન આવે તો મુક્ત બનેલા પુરુષ-આત્માને ભવસ્થ શરીરને લઈને ભોગનો(પ્રતિબિબાત્મક ભોગનો પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિની સર્વથા નિવૃત્તિ માનવાનું આવશ્યક છે.
I૧૧-૨૮
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ એકની મુક્તિમાં બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે બુદ્ધિને અનેક માનવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થશે તે જણાવાય છેप्रधानभेदे चैतत्स्यात्कर्म बुद्धिगुणः पुमान् । स्याद् ध्रुवश्चाध्रुवश्चेति, जयताज्जैनदर्शनम् ॥११-२९॥
“પ્રધાન-પ્રકૃતિને ભિન્ન ભિન્ન(અનેક) માનવામાં આવે તો તે કર્મસ્વરૂપ જ થશે અને તેથી બુદ્ધિ જેનો ગુણ છે એવો પુરુષ થશે, જે કથંચિ ધ્રુવ(નિત્ય) અને થંચિ અધુવ છે. આ રીતે જૈનદર્શન જ જય પામે છે.”-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એકની મુક્તિથી બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે પ્રતિ-આત્મનિયત પ્રકૃતિને ભિન્ન માનવામાં આવે તો તે આત્માના ભોગ અને અપવર્ગ(મોક્ષ)નું નિર્વાહક કર્મ જ હશે. પુરુષનો ગુણ બુદ્ધિ છે. બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન આ બધાનો એક અર્થ છે.
બુદ્ધિગુણવાળો પુરુષ થંચિત્ ધ્રુવ અને અધુવ છે. દ્રવ્યને આશ્રયીને તે ધ્રુવ(નિત્ય) છે અને પર્યાય(પરિણામ)ને આશ્રયીને તે અધુવ-અનિત્ય છે. આ રીતે જૈનદર્શન જય પામે છે. કારણ કે તેમાં દોષના લેશ(અંશ)નો પણ સ્પર્શ થતો નથી. “વિષય ગ્રહણ કરવા માટે સમર્થ હોવાથી પુરુષ ચિતૂપ છે અને બુદ્ધિ વિકલ્પ
Page #60
--------------------------------------------------------------------------
________________
(સંકલ્પ-વિકલ્પ-વિચાર) સ્વરૂપ હોવાથી તે ગુણવાળો પુરુષ કઈ રીતે હોઈ શકે ? કારણ કે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર : આ બંન્નેમાં વિરોધ છે.”-આવી શંકા નહીં કરવી જોઈએ. કારણ કે એ બંન્ને વ્યાપાર ક્રમે કરીને (એક સમયમાં નહીં) અનુભવાય છે તેથી ક્રમિક અનુભવના વિષયના એક ઉપયોગના સ્વભાવમાં કોઈ વિરોધ ન હોવાથી પુરુષને બુદ્ધિગુણવાળો માનવામાં કોઈ બાધ નથી.
_I/૧૧-૨૯ાા
જૈનદર્શનનો જય સિદ્ધ થવાથી પતંજલિએ જણાવેલા યોગલક્ષણમાં અવ્યામિદોષને જણાવાય છેतथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् । एकाग्रतावधौ रोधे, वाच्ये च प्राचि चेतसि ॥११-३०॥
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ જૈનદર્શનની માન્યતામાં દોષનો લવ(અંશ) પણ ન હોવાથી એ દર્શનપ્રસિદ્ધ યોગ પણ વાસ્તવિક છે. પતગ્રલિએ જણાવેલું યોગનું લક્ષણ તે યોગમાં સપુત થતું ન હોવાથી અવ્યામિ આવે છે-તે જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ચિત્તવૃત્તિનો વિરોધઃ આ યોગનું લક્ષણ કાયાના નિરોધાદિ સ્વરૂપ યોગમાં સંગત થતું ન હોવાથી તેમાં અવ્યામિ આવે છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તની વૃત્તિઓના નિરોધને જ
Page #61
--------------------------------------------------------------------------
________________
યોગ કહેવામાં આવે તો તેની પૂર્વાવસ્થામાં થનારી ચિત્તવૃત્તિઓના નિરોધસ્વરૂપ અવસ્થામાં લક્ષણસમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવશે.’’
કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનદર્શનની માન્યતા મુજબ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારમાત્રને યોગ કહેવાય છે. તેથી મન, વચન, કાયાના અશુભ યોગોના નિરોધને પણ યોગ કહેવાય છે. માત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો કાયનિરોધ અને વાનરોધમાં લક્ષણ સદ્ગત ન થવાથી અવ્યામિ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે ‘એકાગ્રતા અને નિરોધ માત્ર સાધારણ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ યોગ છે.’ તો કાયનિરોધાદિ લક્ષ્ય ન હોવાથી તેને લઈને અવ્યામિ નહીં આવે. પરંતુ તેથી એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં (વિક્ષિપ્તાવસ્થામાં) અધ્યાત્માદિથી શુદ્ધ થયેલા ચિત્તને લઈને અવ્યામિ આવે છે. ।।૧૧-૩૦ના
8 8 8
એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં અધ્યાત્મ અને ભાવનાદિથી શુદ્ધ બનેલા ચિત્તને લઈને આવતી અવ્યામિના નિવારણ માટે સાખ્યો કહે છે
योगारम्भोऽथ विक्षिप्ते, व्युत्थानं क्षिप्तमूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन्न तत् ॥११- ३१॥
૫૬
Page #62
--------------------------------------------------------------------------
________________
વિક્ષિત ચિત્ત હોય ત્યારે યોગનો આરંભ થાય છે. એ ચિત્ત, ક્ષિમ કે મૂઢ હોય છે ત્યારે વ્યુત્થાન થાય છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. (આ પ્રમાણે માની લેવાથી અવ્યામિ આવતી નથી.) આ મુજબ કહેવાનું બરાબર નથી. તેનું કારણ હવે પછી જણાવાય છે.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે વિક્ષિત ચિત્ત હોતે જીતે યોગનો આરંભ થાય છે. ત્યારે યોગની પ્રાપ્તિ થતી નથી. તેમ જ ક્ષિત કે મૂઢ ચિત્ત હોય ત્યારે વ્યુત્થાન હોય છે, યોગનો આરંભ પણ નથી હોતો. એકાગ્ર કે નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ(યોગી હોય છે. આથી સમજી શકાશે કે એકાગ્ર ચિત્તની અવસ્થાની પૂર્વેની ત્રણ અવસ્થાઓમાં યોગનો અભાવ હોવાથી તે લક્ષ્ય જ નથી. તેથી અવ્યાતિ આવતી નથી.
રજોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે ચિત્ત અસ્થિર હોય છે. બહિર્મુખ પ્રવૃત્તિને લઈને કલ્પિત એવા સુખદુઃખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરણા પામેલું એ ક્ષિત ચિત્ત હંમેશને માટે દૈત્ય અને દાનવોનું હોય છે. તમોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે કૃત્ય અને અકૃત્યનો વિભાગ કરવામાં અસદ્ગત અને ક્રોધાદિ કષાયોના કારણે અકૃત્યમાં જ નિયમિત થયેલું ચિત્ત મૂઢ કહેવાય છે. સદાને માટે રાક્ષસ અને પિશાચ વગેરેનું મૂઢ ચિત્ત હોય છે. સત્ત્વગુણના
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉકથી દુઃખના સાધનનો પરિહાર કરવાપૂર્વક શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્ત ચિત્ત વિક્ષિત કહેવાય છે. સદાને માટે તે ચિત્ત દેવોનું હોય છે. આ ચિત્તની ત્રણેય અવસ્થાઓ સમાધિ(યોગ)માં ઉપયોગી બનતી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ સ્વરૂપ બે અવસ્થામાં જ સમાધિમાં ઉપયોગિની છે, જે સત્ત્વગુણના ઉત્કર્ષથી ક્રમશઃ અવસ્થિત બને છે. ઉદ્રિત અવસ્થા અપ્રશસ્ત સ્વરૂપવાળી હોય છે અને ઉત્કર્ષ પ્રશસ્તાવસ્થાપન્ન હોય છે. ઉદ્રિતમાં અતિરેક હોય છે અને ઉત્કર્ષમાં પ્રાચુર્ય હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સાખ્યોએ જે કહ્યું તે બરાબર નથી. ૧૧-૩૧ના
સાખ્યોના એ કથનમાં અનુપપત્તિ જણાવાય છેयोगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् । मदुक्तं लक्षणं तस्मात्, परमानन्दकृत् सताम् ॥११-३२॥
“યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ યોગનું વ્યવસ્થાપન ક્યું છે, તેથી મેં વર્ણવેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન આત્માઓને પરમાનંદને કરનારું છે.” આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વિમા તમ્અર્થાત્ કરાતું કરાયેલું છે, આ સિદ્ધાંત સ્વીકૃત છે. આવે સમયમાં જેની
Page #64
--------------------------------------------------------------------------
________________
અનુત્પત્તિ છે, તેની ઉત્પત્તિ આગળના સમયમાં પણ શક્ય નથી. આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગનું અસ્તિત્વ છે. “આ નિશ્ચયનયની વાત છે. લોકવ્યવહારમાં એ પ્રસિદ્ધ નથી.'આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે વાસ્તવિક રીતે યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષય(નિર્જરા)સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેના અનુરોધથી ત્યાં યોગસામાન્યનો સદ્ભાવ માનવાનું આવશ્યક છે. અન્યથા યોગનો સદ્ભાવ
ત્યાં ન હોય તો કર્મનિર્જરા સ્વરૂપ ફળની ઉપપત્તિ નહીં થાય. તેથી વ્યવહારનયની અપેક્ષાએ પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનું અસ્તિત્વ છે.
આ રીતે નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે. પતંજલિ દ્વારા વર્ણવાયેલું યોગનું લક્ષણ યોગ પ્રારંભકાળને લઈને ત્યાં સસ્કૃત થતું ન હોવાથી અવ્યામિ અનિવાર્ય જ છે. તેથી મેં કહેલું (અર્થા ગ્રંથકારશ્રીએ જણાવેલું) યોગનું લક્ષણ જ બરાબર છે. મોક્ષનું મુખ્ય કારણભૂત જે કોઈ પણ અનુષ્ઠાન છે, તેને યોગ કહેવાય છે. “મોક્ષમુખ્યકારણભૂત આત્મવ્યાપાર યોગના પ્રારંભકાળમાં પણ હોવાથી તે વખતના યોગમાં લક્ષણ સફત થાય છે. તેથી આ લક્ષણ અદુષ્ટ-નિર્દોષ છે.' એમ માનીને વ્યુત્પન્ન(સદસક્કો વિવેક કરવામાં સમર્થ)
Page #65
--------------------------------------------------------------------------
________________
આત્માઓને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ રીતે નિર્દોષ લક્ષણ વ્યુત્પન્ન જનોને પરમાનંદસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. અને યોગના લક્ષણમાં સદસ વિવેક કરી સદ્ભુત લક્ષણની પ્રતિપત્તિ દ્વારા પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. ૧૧-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां पातञ्जलयोगलक्षणविचारद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
=
Page #66
--------------------------------------------------------------------------
_