________________
છે, જેનું કાલાન્તરે જાગ્રદવસ્થામાં સ્મરણ થાય છે.
|૧૧-પા
હવે કમખામ સ્મૃતિસ્વરૂપ વૃત્તિનું અને તેના નિરોધનું નિરૂપણ કરાય છેतथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ॥११-६॥
“તેમ જ અનુભવેલા વિષયને જાળવી રાખવા, તેને સ્મૃતિ કહેવાય છે. પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓના હેતુઓમાં અંદર લીન થવું અને બહાર પ્રગટ ન થવું.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રમાણ, વિપર્યય(ભ્રમ), વિકલ્પ અને નિદ્રાદિથી અનુભવેલો જે વિષય છે; તેને તે સ્વરૂપે સંસ્કાર દ્વારા ચિત્તમાં સ્થાપન કરી રાખવા સ્વરૂપ સ્મૃતિ છે. 'અનુભૂતવિષયાસક્રમોષ: સ્મૃતિ' શા આ યોગસૂત્રમાં એ વાત જણાવેલી છે.
ઈન્દ્રિયાદિ દ્વારા અનુભવેલા ઘટપટાદિ વિષયોના સંસ્કાર પડે છે અને તે સ્વરૂપે કાલાન્તરે તે વિષય પ્રતીત થાય છે. આ રીતે ચિત્તમાં-બુદ્ધિમાં અનુભવેલા વિષયોનો જે ઉપારોહ થાય છે તેને સ્મૃતિ કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે વિષયોનું આધિક્ય સ્મૃતિમાં હોતું નથી. અનુભૂત વિષયોથી અધિક વિષય સ્મૃતિમાં હોતા