________________
નથી. સંસ્કારની મંદતાદિના કારણે વિષયોની અલ્પતા હોયએ બને, પરંતુ અનુભૂતવિષયથી અધિક વિષય, સ્મૃતિના
નથી.
ચિત્તની આ પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં જે અંતરવસ્થાન અને બહિર્હનન(વ્યાઘાત) છે; તેને વૃત્તિનિરોધ કહેવાય છે. બાહ્ય ઘટાદિ વિષયોના અભિનિવેશની નિવૃત્તિ થવાથી ચિત્તની બાહ્ય અને અત્યંતર વૃત્તિઓનો નિરોધ થાય છે. તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે ચિત્તમાં વિલીન થતી હોય છે. ચિત્ત અંતર્મુખ હોય છે. વિષયાકાર પરિણતિને ધારણ કરવાના કાર્યમાં અન્વિત હોતું નથી. તેથી તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે જ અવસ્થિત હોય છે. નદીના પ્રવાહનું પાણી જે બહાર જતું હતું તેને પાળ વગેરે બાંધીને જેમ નદીમાં જ સમાવાય છે તેમ ચિત્તની વૃત્તિઓને પ્રયત્નવિશેષથી ચિત્તમાં જ સમાવાય છે. વૃત્તિઓનું આ રીતે શક્તિરૂપે અંતર્મુખ સ્વરૂપથી જે અવસ્થાન છે, તે વૃત્તિનિરોધ છે તેમ જ ઈન્દ્રિયો દ્વારા ચિત્ત ઘટાદિના જ્ઞાન સ્વરૂપ પ્રકાશની પ્રવૃત્તિનું જે નિયમન કરતું હતું; તે ચિત્તસ્વરૂપનો વિદ્યાત વૃત્તિ-નિરોધ સ્વરૂપ છે.
અહીં એ સમજી લેવું જોઈએ કે સૂત્રમાં માત્ર ચિત્તવૃત્તિના નિરોધને જ યોગસ્વરૂપે વર્ણવ્યો છે. પરંતુ ખરી રીતે ક્લેશ(અવિદ્યાદિ)જનક વૃત્તિઓનો નિરોધ જ યોગ છે. તેથી તે ચિત્તની ક્ષિમ, મૂઢ કે વિક્ષિપ્ત અવસ્થામાં વૃત્તિવિશેષનો નિરોધ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ
૧૨