________________
अथ प्रारभ्यते पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ॥
આ પૂર્વેની બત્રીશીમાં પોતાની માન્યતા મુજબનું યોગના લક્ષણનું નિરૂપણ ક્યું. “એ લક્ષણ જ બરાબર છે.'-આવી સ્થિરતા, બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણાથી પ્રાપ્ત થાય છે. તેથી તે માટે આ બત્રીશીમાં અન્યયોગલક્ષણના નિરૂપણનો આરંભ કર્યો છે. અર્થ બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણા માટે આ બત્રીશીનો આરંભ કર્યો છેचित्तवृत्तिनिरोधन्तु, योगमाह पतञ्जलिः । द्रष्टः स्वरूपावस्थानं, यत्र स्यादविकारिणि ॥११-१॥
ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેને પતલિ યોગ કહે છે. જે અવિકારી હોતે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે...” (તે ચિત્ત છે. શ્લો.નં. ૩માં એનો સંબંધ છે.)-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે “વોશ્ચિત્તવૃત્તિનિરોધ:' -રા આ સૂત્રથી પતલિએ ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવ્યો છે. રાગ, દ્વેષ અને મોહાદિના કારણે થનારી જે ચિત્તવૃત્તિઓ છે; તેના નિરોધ-અવરોધને યોગ કહેવાય છે. ચિત્ત, તેની વૃત્તિઓ અને તેનો વિરોધ : એ બધાનું સ્વરૂપ અનુક્રમે હવે પછી વર્ણવવામાં આવશે.
શ્લોકના ઉત્તરાદ્ધથી ‘ચિત્ત'નું સ્વરૂપ વર્ણવાય છે. તેનો આશય એ છે કે-જ્યારે જે અવિકારી હોતે છતે દ્રષ્ટા