________________
પુરુષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવમાં અવસ્થિત બને છે; તે ચિત્ત છે. આમ તો દ્રષ્ટા-પુરુષ શુદ્ધ ચેતન અને પુષ્કરપત્રની જેમ નિર્લેપ છે. પરંતુ બુદ્ધિ(ચિત્ત) દ્વારા ગ્રહણ કરાયેલા બાહ્ય અને અત્યંતર(ઘટાદિ અને કામાદિ)વિષયોનું પ્રતિબિંબ(ચિત્-છાયાનો સક્રમ); અવિવેક(ભેદજ્ઞાનનો અભાવ)ના કારણે દ્રષ્ટા પુરુષમાં પડતું હોવાથી જપાપુષ્પના સન્નિધાનમાં વર્તતી લાલાશના કારણે શુદ્ધ સ્ફટિકની જેમ જ પુરુષમાં વૃત્તિઓનું દર્શન થતું હોય છે. પરંતુ ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી પ્રાપ્ત વિવેકખ્યાતિ(ભેદજ્ઞાન)ના કારણે હવે ચિત્સક્રમ થતો નથી. તેમ જ વિષયાકાર પરિણત થવાનો પરિણામ પણ; કર્તૃત્વાભિમાનની નિવૃત્તિ થવાથી છૂટી જાય છે. તેથી પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્
આ ત્રણ ગુણવાળી પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ છે. તેને જ અહીં યોગસૂત્રમાં ચિત્તસ્વરૂપે વર્ણવાય છે. સામાન્ય રીતે સામ્યદર્શનપ્રસિદ્ધ પુરુષ, પ્રકૃતિ અને બુદ્ધિ તત્ત્વને સમજવા માટે અન્યદર્શનપ્રસિદ્ધ શુદ્ધ આત્મા, કર્મ અને મનનો વિચાર કરવાથી ચોક્કસ રીતે તેનો ખ્યાલ આવી શકશે. પુરુષમાં બુદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થનારી પ્રકૃતિના કારણે પુરુષને કર્તૃત્વનું અભિમાન હતું. એમાં મુખ્યપણે વિવેકખ્યાતિનો અભાવ પ્રયોજક હોય છે. વિવેકખ્યાતિની વ્યુત્પત્તિથી જ્યારે કર્તૃત્વનું અભિમાન દૂર થાય છે, ત્યારે આત્મા-પુરુષ-દ્રષ્ટા સ્વસ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ
૨