________________
વાત ‘તવા પ્રદ્યુ: સ્વરૂપેઽવસ્થાનમ્' ?-રૂ। આ સૂત્રમાં જણાવી છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થયે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. આથી સમજી શકાશે કે જેની અવિકારી અવસ્થામાં પુરુષનું સ્વ-સ્વરૂપમાં અવસ્થાન થાય છે તે ચિત્ત છે. આનો અર્થ એવો નથી કે તે પૂર્વે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન હતું નહિ. કારણ કે તેમ માનવાથી પુરુષમાં પરિણામિત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. સાઙખ્યાદિની માન્યતા મુજબ પુરુષ ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ તેમાં પરિવર્તન આવતું નથી. જપાપુષ્પના સન્નિધાનમાં પ્રતીયમાન સ્ફટિકની રક્તતાની જેમ જ વિવેકખ્યાતિના અભાવે ચિત્તની વૃત્તિઓ દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થતી હોય છે, પરંતુ તે અતાત્ત્વિક છે. ચિત્તની વૃત્તિઓ જલના તરોની જેમ જ ચિત્તમાં વિલીન થાય છે, ત્યારે તે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. ચિત્તની ક્ષિસ, વિક્ષિપ્ત, મૂઢ... ઈત્યાદિ અનેક અવસ્થાઓ છે. જિજ્ઞાસુઓએ તે અન્ય ગ્રંથથી જાણી લેવું જોઈએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ નિરૂપણ કર્યું છે. ૧૧-૧ * * *
ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયો ન હોય ત્યારે ચિત્તનું સ્વરૂપ કેવું હોય છે : તે જણાવાય છે
आपन्ने विषयाकारं, यत्र चेन्द्रियवृत्तितः । पुमान् भाति तथा चन्द्रश्चलन्नीरे चलन् यथा ॥ ११-२॥