________________
ઈન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા જે વિષયાકાર પરિણત થયે છતે ચાલતાં પાણીમાં ચંદ્ર જેમ ચાલતો દેખાય છે; તેમ પુરુષ દેખાય છે... (તે ચિત્ત છે. શ્લોક. નં. ૩ માં એનો સંબંધ છે.)-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધના કારણે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે ચિત્તના વિષયાકાર પરિણામ છે. તેને લઈને પુરુષમાં પણ અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય વર્તાય છે. ઘટપટાદિ બાહ્ય વિષયાકાર પરિણત ચિત્ત અને કામક્રોધાદિ સ્વરૂપ અભ્યત્તર પરિણામોથી પરિણત ચિત્તનું પ્રતિબિંબ વિવેકખ્યાતિના અભાવે દ્રષ્ટા-પુરુષમાં પડે છે ત્યારે વહેતા પાણીના પ્રવાહમાં, સ્થિર એવો પણ ચંદ્ર જેમ ચાલતો દેખાય છે તેમ સ્વગતધર્માધ્યારોપના અધિષ્ઠાનરૂપે પુરુષ પ્રતીત થાય છે. ચિત્તમાં રહેલી(પાણીમાં રહેલી) વૃત્તિઓ(ચાલવાની ક્રિયા)ના અધ્યારોપનું અધિષ્ઠાન(આશ્રય) પુરુષ(ચંદ્ર) બને છે.
‘વૃત્તિસાધ્યમિત I?-કો આ યોગસૂત્ર દ્વારા ઉપર જણાવેલી વાતને જણાવતાં જણાવ્યું છે કે વ્યુત્થાનદશામાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયેલો ન હોવાથી ઈન્દ્રિય અને વિષયના સંયોગાદિના કારણે ચિત્તમાં શાંત, ઘોર અને મૂઢ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તેવા રૂપથી જ ત્યારે પુરુષ પ્રતીત થાય છે. બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા છે તે વિષયો બુદ્ધિ પુરુષને બતાવે છે. તેથી બુદ્ધિ-ચિત્તના સમાન સ્વરૂપથી પુરુષ પ્રતીત થાય છે. ચિત્તની તે તે વૃત્તિઓ