SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અર્થાદ્ આત્મા-પુરુષને માનવા માટે કોઈ પ્રમાણ નથી. પારાર્મેનિયત એવી સંહત્યકારિતા પ્રમાણ છે. આ પ્રમાણે કહી શકાશે નહીં.” આ ગ્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિથી જ(મહત્તત્ત્વથી જ) સકલ લોયાત્રા(વ્યવહાર)નો નિર્વાહ થયે છતે; કૃતિ વગેરેના આશ્રયથી(બુદ્ધિથી) અતિરિત આત્માની કલ્પનામાં પ્રમાણ શોધવું જોઈએ. કારણ કે કૃત્યાદિસહચરિત ચૈતન્યની પ્રતીતિ થતી હોવાથી ચૈતન્ય બુદ્ધિમાં જ માનવું જોઈએ. તેથી ચૈતન્યના આશ્રય તરીકે પુરુષને માનવાની આવશ્યક્તા નથી. પારાર્મેનિયત એવી સંહત્યકારિતા જ પુરુષની કલ્પનામાં પ્રમાણ છે. આશય એ છે કે યત્ર યત્ર સંહત્યकारिता, तत्र तत्र परार्थकत्वम् यथा शय्याशयनासनाद्यर्थाःઆ નિયમથી બુદ્ધિમાં પરાર્થકત્વ સિદ્ધ થાય છે. એમાં જે પર છે તે જ પુરુષ છે. આ રીતે પુરુષની કલ્પનામાં અનુમાનપ્રમાણ ઉપલબ્ધ છે. ભાવ એ છે કે અનેક કારણો ભેગા થઈને જે કાર્ય કરે છે, તે બીજા માટે હોય છે. દા.ત. શય્યા, પલંગ અને આસન વગેરે પદાર્થો અનેક કારણોથી નિષ્પન્ન હોવાથી તે તે બીજાઓ(તેને વાપરનારાઓ) માટે છે. તેમ બુદ્ધિ, સત્વ, રજસ્ અને તમ ગુણો સમુદાયથી અર્થષ્યિાને(તે તે કાર્યને) કરે છે, તેથી તે પર માટે છે. સત્ત્વ, રજસ્ અને તમન્ આ ચિત્ત સ્વરૂપ પરિણામને ધારણ કરે છે અને તે ભેગા થઈને કાર્ય કરે છે; આથી તે
SR No.023216
Book TitlePatanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy