SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પર માટે છે. અહીં જેના માટે તે કાર્ય છે, તે પર પુરુષ છે. આ પ્રમાણે ‘“તવન ધ્યેયવાસનામિશ્ચિત્ર-મપિ પાર્થ સંહત્યઋત્વિાર્’ ।।૪-૨૪। આ યોગસૂત્રમાં જણાવ્યું છે. આશય સ્પષ્ટ છે કે ચિત્ત જ઼નમ-જનમના અસંખ્ય સંસ્કારોથી વાસિત હોવા છતાં તે બીજા માટે છે, સ્વાર્થ માટે નથી. કારણ કે તે; ફ્લેશ, કર્મ, વાસના, વિષય, ઈન્દ્રિયોના સમુદાયથી કાર્ય કરે છે. જે સંહત્યકારી છે તે પરાર્થ છે. તેમાં જે પર છે તે અહીં પુરુષ છે. આ રીતે અનુમાનપ્રમાણ જ પુરુષની કલ્પનામાં માન(પ્રમાણ) છે. પરંતુ તે સાખ્યોએ બતાવેલું પ્રમાણ બરાબર નથી. (તેનું કારણ ચોવીસમા શ્લોકથી જણાવાશે.) ૧૧-૨૩૫ *** સાખ્યોએ દર્શાવેલ અનુમાનપ્રમાણમાં દોષ જણાવાય છે सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत्, स्याच्च तत्त्वान्तरव्ययः ।। ११-२४॥ “સત્ત્વાદિ ધર્મોનો ઉપકાર પોતાના આશ્રયમાં પણ સઙ્ગત હોવાથી પૂર્વે જણાવેલ પરાર્થકત્વમાં કોઈ પ્રમાણ નથી. આ રીતે બુદ્ધિથી જ સર્વ સિદ્ધ થતું હોય તો આત્માનું નામ જ બુદ્ધિ છે. તેમ જ અહ્વારાદિ તત્ત્વોનો પણ ઉચ્છેદ થશે. અર્થાત્ તેને માનવાની આવશ્યકતા ૪૪
SR No.023216
Book TitlePatanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy