________________
અહીં પણ સમજી લેવો.
અહીં સુધીના દશ શ્લોકોથી ચિત્તવૃત્તિનિરો તુ યોગમાદ... ઈત્યાદિ વાતનું નિરૂપણ તેમની માન્યતા મુજબ સારી રીતે કર્યું. તેથી ચિત્તવૃત્તિનિરોધઃ આ યોગલક્ષણનું નિરૂપણ પૂર્ણ થયું. ૧૧-૧ના
ચિત્તવૃત્તિનિરોથો યોગ - આ યોગલક્ષણ વગેરેમાં દોષ જણાવાય છેन चैतद् युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि । कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि ध्रुवम् ॥११-११॥
“આ પૂર્વે જણાવેલું કાંઈ પણ; આત્મા અપરિણામી હોવાથી ઘટતું નથી. આત્મા ફૂટસ્થ હોતે છતે આત્માનો અસંસાર જ માનવો પડશે. તેમ જ ચોક્કસપણે તેના મોક્ષનો અભાવ માનવો પડશે.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાખ્યદર્શનકારોએ આત્માને અપરિણામી માન્યો છે. આત્માનો એવો કોઈ જ પરિણામ ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબની કોઈ પણ વાત સત થતી નથી. કારણ કે આત્માનો એકાંતે એક સ્વભાવ માનવામાં આવે તો તે સ્વરૂપ કૂટસ્થ આત્માને સંસારાભાવનો જ પ્રસવું આવશે. પુષ્કર(કમલવિશેષ)ના પાંદડાની જેમ આત્મા(પુરુષ) સર્વથા નિર્લેપ હોવાથી