________________
(સંબંધ)ના અપાયનો પ્રસંગ આવવાથી ચિત્તને પણ પરિણામી માની શકાશે નહીં. કારણ કે ચિત્તનો દરેક ક્ષણે પૂર્વપૂર્વસ્વરૂપે નાશ થતો અનુભવાય છે છતાં દરેક ક્ષણે ચિત્તનો સંબંધ તો છે જ... એ સ્પષ્ટ છે. તેથી પરિણામિત્વ માન્યા પછી પણ આત્માનો સંબંધ દરેક ક્ષણે રહી શકશે.
“અતીતાડનારાં સ્વપતોડqખેલા ઘા” I૪-૨૨ા; “તે એસૂક્ષ્મ ગુણાત્માન” I૪-૨ા અને “રમૈત્વાદ્િ વસ્તુતત્ત્વE” I૪-૨૪ો... આ યોગસૂત્રોના અર્થની વિચારણા કરીએ તો સમજાશે કે અતીતાદિ ત્રણ કાળના ધર્મોનો ભેદ હોવા છતાં તે બધા અજ્ઞાડિભાવમાં(એકરૂપે) પરિણત થવાથી તે બધાનો એક જ ચિત્તસ્વરૂપ પરિણામ હોવાથી ચિત્તના અન્વયના અપાયનો પ્રસ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે યોગાનુશાસનનાં એ સૂત્રોથી એ જણાવ્યું છે કે અતીતકાલીન અને અનાગતકાલીન પરિણામ તે તે સ્વરૂપે વર્તમાન વસ્તુમાં વિદ્યમાન છે. અશ્વ-કાળભેદથી તે તે પરિણામને વસ્તુમાં રહેવામાં કોઈ વિરોધ નથી. અતીતકાલીન વસ્તુ અતીતસ્વરૂપે અને અનાગતકાલીન વસ્તુને અનાગતસ્વરૂપે વસ્તુમાં માનવામાં ન આવે તો, યોગી જનોને ત્રણે કાળના પદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થાય. કારણ કે પ્રત્યક્ષની પ્રત્યે તેના વિષયની વિદ્યમાનતા હોવી જોઈએ. અન્યથા વિષયની વિદ્યમાનતાના અભાવમાં પ્રત્યક્ષ નહીં થાય. તેથી