________________
પુરુષને પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિબિંબસ્વરૂપ જેમ ઔપચારિક ભોગ મનાય છે, તેમ મુક્તિનો વ્યવહાર પણ ઉપચારથી થાય છે. વાસ્તવિક મુક્તિ તો પ્રકૃતિની છેઆ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે પુરુષમાં મુક્તિ ઉપચારથી માનવામાં આવે તો પુરુષમાં ચૈતન્ય ઔપચારિક છે અને બુદ્ધિમાં તે વાસ્તવિક છે-એ પ્રમાણે પણ સારી રીતે કહી શકાશે. ‘પુરુષમાં ઔપચારિક ચૈતન્ય માનવામાં બાધક છે, તેથી ચૈતન્ય વાસ્તવિક જ પુરુષમાં મનાય છે-’આ કથન ઉચિત નથી. જ્યાં જ્ઞાન, કૃતિ વગેરે ગુણો હોય છે ત્યાં જ ચૈતન્ય પ્રતીત થાય છે. ચેતનોઽહં ìમિ... ઈત્યાદિ પ્રતીતિના કારણે કૃતિ વગેરે ગુણોના અધિકરણમાં જ ચૈતન્ય બધાને અનુભવાય છે. તો શું કારણ છે કે જેથી કૃતિ વગેરે ગુણો બુદ્ધિમાં અને ચૈતન્ય પુરુષમાં આ રીતે જુદા જુદા અધિકરણમાં મનાય છે ?
‘ચૈતન્યની સાથે આત્મામાં કૃતિ વગેરે ગુણો માની લેવામાં આવે તો આત્મામાં પરિણામિત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. આ પ્રસઙ્ગ જ ચૈતન્ય અને કૃતિ વગેરે ગુણોને એક અધિકરણમાં માનવામાં બાધક છે.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે આત્માને પરિણામી માન્યા પછી પણ આત્મદ્રવ્યના સંબંધનો અપાય થતો નથી. અન્યથા પરિણામને માન્યા પછી પરિણામીનો સંબંધ રહેતો નથી. તેનો અપાય(અભાવ) થાય છે એમ માની લેવામાં આવે તો ચિત્તના પણ પરિણામાંતર વખતે ચિત્તના અન્વય
૩૯