________________
પ્રગટ છે. તેમાં કોઈ દોષ નથી. આ પ્રમાણે જે, સાંખ્યોએ જણાવ્યું છે તે બરાબર નથી. કારણકે ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ પ્રકૃતિને થશે. તેણીના જ કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી દુઃખનિવૃત્તિ પણ પ્રકૃતિને સત છે, પુરુષને નહિ. પુરુષ બદ્ધ ન હોવાથી તે મુફત નહીં થાય. કારણ કે “મુ’ ધાતુ(ક્રિયાપદ)નો અર્થ, “બંધનથી છૂટા થવું તે છે. પુરુષને બંધન જ ન હોય તો તેની મુક્તિ કઈ રીતે સત બને ? તેથી સાખ્યો જે કહે છે તે (હવે પછી જણાવાય છે તે) નકામું છે. માત્ર ગળું સૂક્વવાનું જ તેનું ફળ છે. I૧૧-૨૧
સાખ્યો જે નિરર્થક જણાવે છે તે જણાવાય છેपञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रतः ।। जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥११-२२॥
“જે કોઈ પણ આશ્રમ(ગૃહસ્થાશ્રમાદિ)માં રહેલો જટાધારી, મુંડન કરાવેલ અથવા માથે ચોટલી રાખનાર હોય તોપણ પુરુષ, પ્રકૃતિ. ઈત્યાદિ પચીસ તત્ત્વનો જ્ઞાતા હોય તો તે મુક્ત થાય છે, એમાં કોઈ શા નથી.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં સાખ્યોએ જે જણાવ્યું છે, તે નિરર્થક છે. કારણ કે આ
શ્લોકમાં પુરુષાદિ પચીસ તત્ત્વના જ્ઞાનથી પુરુષની જ મુક્તિ જણાવી છે. પરંતુ તે તેમને ત્યાં સત નથી.