________________
કસ્તૃત્વનું અભિમાન પુરુષને છે. તેથી બુદ્ધિકૃત સુખદુઃખાદિનો ભોગ આત્મામાં ઔપચારિક છે. (પારમાર્થિક નથી.) અનાદિકાળથી પ્રકૃતિ અને પુરુષમાં ભોકતૃભોગ્યભાવ છે. પ્રકૃતિમાં કર્તૃત્વ હોવા છતાં પુરુષના ચૈતન્યથી જ તે પ્રતીત થાય છે. “ચેતન એવી હું કરું છું.' ઈત્યાકારક પ્રતીતિ કર્ઘત્વના અભિમાનની છે. અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વના અભિમાનથી દુઃખનો અનુભવ થયે છતે આ દુઃખની નિવૃત્તિ કાયમ માટે મારે કઈ રીતે થશે આવો અધ્યવસાય વ્યક્ત થાય છે. ત્યારે દુઃખનિવૃત્તિના ઉપાયને જણાવનારા તે તે શાસ્ત્ર દ્વારા કરાતો ઉપદેશ પ્રધાન(પ્રકૃતિને) ઉપયોગી બનતો હોવાથી તેની અપેક્ષા છે... ઈત્યાદિ ભણાવનારા પાસેથી સમજી લેવું જોઈએ. સાંખ્યદર્શનના ગ્રંથોના વ્યવસ્થિત અધ્યયન વિના આ બધું સમજી શકાય એવું નથી. અહીં તો સામાન્યથી ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે. I૧૧-૨ના
સાખ્યોએ જણાવેલી વાત તેમને ત્યાં ક્યાં જણાવી છે તે જણાવવાપૂર્વક તેમાં દોષ જણાવાય છેव्यक्तं कैवल्यपादेऽदः, सर्वं साध्विति चेन्न तत् । इत्थं हि प्रकृतेर्मोक्षो, न पुंसस्तददो वृथा ॥११-२१॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે આ પૂર્વે જણાવેલું બધું યોગાનુશાસનના કૈવલ્ય નામના ચોથા પાદમાં