________________
સમાધાન સાંખ્યો દ્વારા કરાય છે
न चैवं मोक्षशास्त्रस्य, वैयर्थ्यं प्रकृतेर्यतः । તતો દુ:હનિવૃત્ત્વર્થે, તૃત્વસ્મયવર્ઝનમ્ ??-રા
“આ પ્રમાણે પ્રકૃતિની પ્રતિલોમશકિતને સહજ માનવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્ર વ્યર્થ બનશે-એમ કહેવાનું બરાબર નથી. કારણ કે શાસ્ત્રથી દુ:ખની નિવૃત્તિ માટે કર્તૃત્વના અભિમાનનું વર્જન થાય છે.'' આ પ્રમાણે વીસમા શ્લોકનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે; પ્રકૃતિની પ્રતિલોમશક્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો મોક્ષના ઉપાય વગેરેને જણાવનારા મોક્ષશાસ્ત્રનું કોઈ જ ફળ ન હોવાથી તે નિરર્થક બનશે : આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તે તે મોક્ષશાસ્ત્રથી દુ:ખના નાશ માટે પ્રકૃતિને; કર્તૃત્વાભિમાનનું વર્જન થાય છે.
અહીં એ સમજી લેવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ સાખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ચેતન છે. શુદ્ધસ્ફટિકની જેમ નિર્મળ અને અપરિણામી નિત્ય એકસ્વભાવાવસ્થિત છે. પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, સુખ, દુ:ખ ઈત્યાદિ ગુણો બુદ્ધિના છે. પુરુષના એ ગુણો નથી. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણવાળી બુદ્ધિ પુરુષના ભોગસંપાદન માટે સૃષ્ટિની રચનામાં તત્પર છે. અનાદિકાળથી બંન્ને વચ્ચે ભેદાગ્રહ હોવાથી પુરુષના ચૈતન્યનું અભિમાન બુદ્ધિને છે અને બુદ્ધિના(પ્રકૃતિના)
૩૬