________________
પ્રકૃતિ મહદાદિથી માંડીને પાંચ મહાભૂતાદિ સુધીના પરિણામોને કરે છે. તે પરિણામને અનુકૂળ, પ્રકૃતિમાં અનુલોમશક્તિ સ્વભાવસિદ્ધ છે તેમ જ પુરુષને ભોગનું પ્રયોજન ન હોય ત્યારે અર્થાર્ વિવેકખ્યાતિના ઉદયથી પુરુષને ભોગની સમાપ્તિ થાય ત્યારે મહાભૂતોથી માંડીને અસ્મિતા સુધીના પરિણામો પોતપોતાના કારણમાં લીન થાય છે. તેને અનુકૂળ, પ્રકૃતિમાં પ્રતિલોમશક્તિ પણ સ્વભાવસિદ્ધ છે. આ ઉભયશક્તિ સ્વરૂપ જ પ્રકૃતિમાં પુમર્થકર્ત્તવ્યત્વ મનાય છે, બીજું કાંઈ નહિ.
આ પ્રમાણે પુરુષની વિવેકખ્યાતિને લઈને ભોગપરિસમાપ્તિ થયે છતે તે સ્વાભાવિક બંન્ને શક્તિઓનો ક્ષય થવાથી પ્રકૃતિ કૃતાર્થ બને છે. તેથી ફરીથી તે પુરુષ માટે પરિણામનો(મહદાદિનો) આરંભ કરતી નથી. આવી પુરુષાર્થકર્તવ્યતા માનવાથી પ્રકૃતિ જડ હોવાથી તેણીને કર્તવ્યતાનો અધ્યવસાય ન હોવા છતાં કોઈ પણ અનુપપત્તિ નથી... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ।।૧૧-૧૯॥
જો આ રીતે પ્રકૃતિની પ્રતિલોમશક્તિ પણ સહજ (સ્વભાવસિદ્ધ) જ હોય તો યોગીજનોએ મોક્ષ માટે પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? મોક્ષ પ્રાર્થનાનો વિષય ન હોય તો તેનો ઉપદેશ કરનારું શાસ્ત્ર નિરર્થક બનશે-આ શક્કાનું
૩૫