________________
નથી.” આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે જેમ આત્માને અપરિણામી માનવામાં દોષ છે તેમ પ્રકૃતિને એક માનવામાં પણ દોષ છે. પ્રકૃતિને એક માનવાથી એક સાથે બધાનો મોક્ષ થઈ જશે અથવા તો કોઈનો જ મોક્ષ નહિ થાય. કારણ કે એક પુરુષની પ્રત્યે
ઔપાધિક સંબંધ વિલીન થઈ ગયો હોય તો બધાની પ્રત્યે પ્રકૃતિ તાદશ વિલીનસંબંધવાળી જ હોવી જોઈએ અને એક પુરુષની પ્રત્યે તેવી ન હોય તો બધાની પ્રત્યે પણ તેવી ન હોવી જોઈએ. તેથી કાં તો બધાની મુક્તિ થઈ જશે અને નહિ તો કોઈની પણ મુક્તિ નહીં થાય. અન્યથા કોઈની મુક્તિ થાય અને કોઈની મુક્તિ ન થાય તો પ્રકૃતિના સ્વભાવોમાં ભેદ પડવાથી પ્રકૃતિનો પણ ભેદ માનવાનો પ્રસ આવશે.
યદ્યપિ પ્રકૃતિ એક હોવા છતાં જે પુરુષને વિવેકખ્યાતિનો ઉદય થયો છે; તેની પ્રત્યે પ્રકૃતિ કે તેના વિકારાદિ અકિંચિત્કાર હોવાથી તે પુરુષની મુક્તિ થઈ જાય છે, બધાની નહિ. તેથી પ્રકૃતિને એક માનવાથી બધાનો મોક્ષ કે મોક્ષાભાવ માનવાનો પ્રસવું નહીં આવે. પરંતુ પ્રકૃતિ જડ હોવાથી પ્રકૃતિની પુરુષ માટેની પ્રવૃત્તિ યુક્તિસત નથી. આશય એ છે કે સામ્યોની માન્યતા મુજબ આત્માપુરુષ સર્વથા નિષ્ક્રિય છે. તેના ભોગ(સુખદુઃખાદિનો સાક્ષાત્કાર)સંપાદન માટે જ પ્રકૃતિ કાર્યરત છે. પુરુષ ચેતન છે પણ કર્તા નથી અને પ્રકૃતિ કાર્ય કરનારી છે પણ ચેતન નથી. આ વાત દ્રષ્ટી શિમાત્ર શુદ્ધોરિ પ્રત્યા