________________
નુપય’ iાર-રો અને તર્થ વ યાત્મા’ iાર-રા આ યોગસૂત્રમાં જણાવી છે. એનો આશય એ છે કે દ્રષ્ટાપુરુષ જ્ઞાનસ્વરૂપ છે. શુદ્ધ એવો પણ તે બુદ્ધિગત ઘટાદિવિષયક પ્રત્યય વિષયાકાર પરિણત જ્ઞાન)થી બુદ્ધિ જેવો દેખાય છે. પુરુષના ભોગ માટે જ દશ્ય બુદ્ધિ વગેરેનું સ્વરૂપ છે. આ સૂત્રથી એમ જણાય છે કે જડ એવી પ્રકૃતિમાં પુરુષના અર્થનું કર્તવ્યત્વ છે, પરંતુ તે યુક્તિસંગત નથી. “પુરુષનો અર્થ મારે કરવો જોઈએ” આવો અધ્યવસાય જ પુરુષાર્થકર્તવ્યતા છે. પુરુષાર્થકર્તવ્યત્વના અનુરોધથી પ્રકૃતિને તેવા અધ્યવસાયવાળી માની લેવાય તો પ્રકૃતિને ચેતનાસ્વરૂપ માનવાનો પ્રસવું આવશે, જેથી પ્રકૃતિને જડ માનવાના સ્વસિદ્ધાંતનો વ્યાઘાત થશે.. ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ. સાખ્યદર્શનપ્રસિદ્ધ વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાનું અહીં શક્ય નથી. ૧૧-૧૨ા
આત્મા-પુરુષને અપરિણામી શા માટે મનાય છે તે જણાવવા માટે પોતાના સિદ્ધાંતના આશયને જણાવતાં પૂર્વપક્ષી(સાખ્યાદિ, શક્કા કરે છે. આશય એ છે કે આત્માને અપરિણામી માનવાથી શ્લો. નં. ૧૧માં જણાવ્યા મુજબ દોષો આવે છે-તે જણાવ્યું. તેથી આત્માને અપરિણામી શા માટે મનાય છે અને પરિણામી માનવામાં