________________
જેમ સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો પોતાના આશ્રયભૂત બુદ્ધિના ગમન સ્વરૂપ પરિણામમાં અકિઘટાદિને વિશે ઉપસક્રમ કરે છે, અર્થાત્ તદ્રુપજેવા બને છે તેમ જ જેમ તેજ(પ્રકાશ)ના પરમાણુઓ ફેલાઈને ઘટાદિ વિષયને વ્યાસ કરે છે. તેમ ચિતિશક્તિ કોઈ પણ સ્થાને જઈને તદ્રુપતાને પામતી નથી. તેણી સર્વદા એક જ સ્વરૂપે સ્વ(પોતામાં)પ્રતિષ્ઠિત થઈને રહેલી છે. તેથી ચેતનપુરુષના સન્નિધાનમાં બુદ્ધિ જ્યારે પુરુષાકારમાં પરિણત થાય છે ત્યારે તે ચેતનાની જેમ બને છે. તેથી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને રહેનારી ચિશક્તિ બુદ્ધિના જેવી જ બની જાય છે. આથી ચિત્તની બુદ્ધિ(દશ્યતા) ઉપપન્ન ૧થવાથી ચિત્ત વિષય બને છે. બુદ્ધિમાં ચિશક્તિ પ્રતિસક્કાન્ત ન બને તો ચિત્ત, ગ્રાહ્ય નહીં બને. તેથી ચિત્તને પુરુષગ્રાહ્ય મનાય છે.
આથી સમજી શકાશે કે દ્રષ્ટા અને દશ્ય : બંન્નેથી ચિત્ત ઉપરક્ત છે. દ્રષ્ટા-પુરુષની જેમ બનેલું અને ગ્રહણ
ર્યો છે વિષય(ઘટાદિ)ના આકારનો પરિણામ જેણે એવું તે ચિત્ત સર્વ વિષયને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે. “વિતેર પ્રતિનિધિ દ્વારપત્તી દ્વિસંવેદન” I - રરા અને કુપર ચિત્ત સર્વાર્થ” i૪-રરા આ યોગસૂત્રોથી ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. જેમ સ્વચ્છ સ્ફટિક કે દર્પણ વગેરે પ્રતિબિંબગ્રહણમાં સમર્થ હોય છે, તેમ રજોગુણ અને તમોગુણથી અભિભૂત થયેલું