________________
ચિત્ત ન હોય એવું સત્ત્વગુણમય ચિત્ત શુદ્ધ-નિર્મળ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે. પરંતુ રજોગુણ કે તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતું નથી. તેથી રજોગુણ અને તમોગુણ જેના ન્યભૂત(આચ્છાદિત-અભિભૂત) થયા છે એવા ચિત્તનો જે સત્ત્વગુણ છે તે પરિણામી સ્વરૂપે નિશ્ચલ-સ્થિર દીપશિખાજેવું(સત્ત્વ); સદા એકસ્વરૂપે (ચિદ્રુપપુરુષની છાયાને પ્રતિસક્કાન્ત કરતું) પરિણામ પામતું ચિછાયાગ્રહણના સામર્થ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવસ્થિત રહે છે. જેમ અયકાન્ત(લોહચુંબક) મણિના સન્નિધાનમાં લોઢાની ચંચળતા પ્રગટ થાય છે તેમ ચિકૂપપુરુષના સન્નિધાનમાં સત્ત્વનું અભિવ્યગ્ય (જણાવવા યોગ્ય) ચૈતન્ય જણાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે ગુણ અને ગુણીને અભેદ હોવાથી ચિત્તને ગુણસ્વરૂપ માનીને ગુણસ્વરૂપે ઉલ્લેખ કર્યો છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું.
I૧૧-૧પ
આ રીતે ચેતન અને ચિત્તમાં રહેનારી ચિલ્શક્તિ હોવાથી તે બે પ્રકારની છે, તે જણાવાય છેनित्योदिता त्वभिव्यङ्ग्या, चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु, सत्त्वे तत्सन्निधानतः ॥११-१६॥
“અમારે ત્યાં ચિશક્તિ બે પ્રકારની મનાય છે.