________________
વૃત્તિઓનો પ્રવાહ બે પ્રકારનો છે-એક પાપાવહ અને બીજો કલ્યાણાવહ છે. નદીનો પ્રવાહ અત્યંત વેગવાળો હોય ત્યારે પ્રથમ પાળ વગેરે બાંધી તેને અટકાવવો પડે છે અને પછી ની વગેરે દ્વારા વિવક્ષિત સ્થાને તેને લઈ જવાય છે. આવી જ રીતે અહીં પણ સ્વભાવથી જ ચિત્તની વૃત્તિઓ વિષયના ગ્રહણાદિમાં પ્રવર્તતી હોય છે. એ વૃત્તિઓનો પ્રવાહ પાપાવહ છે. વિષયોના દોષાદિના જ્ઞાનથી તેને અટકાવી શકાય છે અને ત્યાર પછી તેને વિવેકાદિથી મોક્ષ તરફ લઈ જવાય છે. તે અનુક્રમે વૈરાગ્ય અને અભ્યાસથી શક્ય બને છે.
વૃત્તિનિરોધના એ બંન્ને કારણોમાંના અભ્યાસનું સ્વરૂપ શ્લોકમાં તત્રાભ્યાસ:... ઈત્યાદિ પદોથી જણાવ્યું છે. ક્લેશજનક વૃત્તિઓથી રહિત બનેલા ચિત્તને તેના સ્વરૂપાત્મક પરિણામમાં સ્થિર કરવા ચિત્તમાં એ પરિણામનો વારંવાર નિવેશ કરવો તે અભ્યાસ છે. ‘તંત્ર સ્થિતૌ યત્નોઽભ્યાસઃ’ ।।o-શ્રી। આ યોગસૂત્રથી અભ્યાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે, પૂર્વે જણાવેલી ચિત્તવૃત્તિઓની નિરોધ અવસ્થામાં સ્થિર થવા માટે યોગના અઙ્ગભૂત યમ અને નિયમ(પાંચ વ્રતો અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન)માં પ્રયત્ન કરવા સ્વરૂપ અભ્યાસ છે.
આ અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અને શ્રદ્ધાદિ-આદરપૂર્વક કરવાથી દૃઢ-સ્થિર બને છે. આશય એ છે કે આ ચિત્ત વ્યુત્થાનકાળના સંસ્કારોથી અનાદિકાળથી
૧૪