________________
“પુરુષ, સદાને માટે એક જ સ્વરૂપવાળો હોવાથી અભિવ્યક્તિજનકત્વ સ્વરૂપ અભિવ્યગ્રત્વ નથી મનાતું પરંતુ અભિવ્યક્તિદેશાશ્રયત્વ સ્વરૂપ અધિષ્ઠાનત્વ જ અભિવ્યગ્રત્વ મનાય છે. ઘટાદિ વિષયોની જે અભિવ્યક્તિ થાય છે તે પુરુષમાં થાય છે. તે પ્રતિબિંબાત્મક દેશનું આશ્રયત્વ પુરુષમાં હોવાથી તાદશ અભિવ્યઝકત્વ સંસ્કૃત બને છે.’’–આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તેથી ‘તવા પ્રદ્યુ: સ્વપાવસ્થાનમ્' I?-રૂ-આ યોગસૂત્ર નિરર્થક બનશે. ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે.’ આ અર્થને જણાવનારું એ સૂત્ર છે. પરંતુ પુરુષ સદાને માટે એક જ સ્વરૂપમાં રહેતો હોય તો ‘ત્યારે (સવા)' આ પ્રમાણે જણાવવાનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ સમયે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન ન હોય તો; તે પ્રમાણે જણાવવાનું બરાબર ગણાય. સૂત્રમાં તવા પદનું ગ્રહણ કર્યું છે; પણ તેનું વ્યાવર્ત્ય(વ્યવચ્છેદ્ય) કોઈ નથી. યદ્યપિ પૂર્વે જણાવ્યા મુજબ અતાત્ત્વિકરૂપે જ પુરુષને ચિત્તની વૃત્તિઓનું ગ્રહણ છે. વિવેકખ્યાતિની અનુદિત અવસ્થામાં ચિત્તવૃત્તિઓનું સાદશ્ય હોવાથી કાલ્પનિક જ સ્વરૂપાનવસ્થાન છે અને ત્યાર પછી વિવેકખ્યાતિ ઉદિત થવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી પુરુષનું સ્વરૂપાવસ્થાન પણ કાલ્પનિક છે. તેથી તેની અપેક્ષાએ તા... ઈત્યાદિ સૂત્ર નિરર્થક નથી. પરંતુ આ
૪૯