SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનુત્પત્તિ છે, તેની ઉત્પત્તિ આગળના સમયમાં પણ શક્ય નથી. આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગનું અસ્તિત્વ છે. “આ નિશ્ચયનયની વાત છે. લોકવ્યવહારમાં એ પ્રસિદ્ધ નથી.'આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે વાસ્તવિક રીતે યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષય(નિર્જરા)સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેના અનુરોધથી ત્યાં યોગસામાન્યનો સદ્ભાવ માનવાનું આવશ્યક છે. અન્યથા યોગનો સદ્ભાવ ત્યાં ન હોય તો કર્મનિર્જરા સ્વરૂપ ફળની ઉપપત્તિ નહીં થાય. તેથી વ્યવહારનયની અપેક્ષાએ પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનું અસ્તિત્વ છે. આ રીતે નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે. પતંજલિ દ્વારા વર્ણવાયેલું યોગનું લક્ષણ યોગ પ્રારંભકાળને લઈને ત્યાં સસ્કૃત થતું ન હોવાથી અવ્યામિ અનિવાર્ય જ છે. તેથી મેં કહેલું (અર્થા ગ્રંથકારશ્રીએ જણાવેલું) યોગનું લક્ષણ જ બરાબર છે. મોક્ષનું મુખ્ય કારણભૂત જે કોઈ પણ અનુષ્ઠાન છે, તેને યોગ કહેવાય છે. “મોક્ષમુખ્યકારણભૂત આત્મવ્યાપાર યોગના પ્રારંભકાળમાં પણ હોવાથી તે વખતના યોગમાં લક્ષણ સફત થાય છે. તેથી આ લક્ષણ અદુષ્ટ-નિર્દોષ છે.' એમ માનીને વ્યુત્પન્ન(સદસક્કો વિવેક કરવામાં સમર્થ)
SR No.023216
Book TitlePatanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy