________________
સ્વરૂપ છે-એ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શબ્દજન્મજ્ઞાનજનક હોવાથી વિકલ્પને ભ્રમસ્વરૂપ માનતા નથી. પુંસચૈતન્યમ્... ઈત્યાદિ વાક્યજન્ય જ્ઞાનથી પુરુષથી ભિન્ન એવા ‘ચૈતન્ય’નો વિકલ્પાત્મક બોધ થાય છે. યદ્યપિ સામગ્રીવિશેષથી વિકલ્પાત્મક બોધ થાય છે, એટલામાત્રથી તેને ભ્રમથી ભિન્ન માનવાની જરૂર નથી. પરંતુ અહીં વિકલ્પસ્થળે વિષયનો અભાવ હોય છે. તેનું (વિષયાભાવનું) જ્ઞાન થવા છતાં તેવો બોધ થાય છે અને તેવા શબ્દપ્રયોગાત્મક વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. આ વાતના અનુસંધાનમાં શ્રી ભોજે કહ્યું છે કે વસ્તુની વસ્તુતાની અપેક્ષા રાખ્યા વિના જે અધ્યવસાય પ્રવર્તે છે, તેને વિકલ્પ કહેવાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ જેના ઉત્તરકાળમાં થનારા પ્રમાત્મકજ્ઞાનથી જેનો બાધ થાય છે તે ભ્રમ છે. વિકલ્પસ્થળે આવું બનતું નથી. પુરુષનું ચૈતન્ય ન હોવાનું ખબર હોવા છતાં પુંસરચૈતન્યમ્ ઈત્યાદિ વ્યવહાર પ્રવર્તમાન છે. ચૈતન્યાભાવવત્ પુરુષમાં ચૈતન્યનું જ્ઞાન થતું હોવાથી તે પ્રમાત્મક પણ નથી. ચૈતન્ય કે તેનો અભાવ... ઈત્યાદિની અપેક્ષા(વિચારણા) વિના જ પ્રવર્તમાન એ ચિત્તવૃત્તિ વિકલ્પસ્વરૂપ છે. ।।૧૧-૪||
નિદ્રાસ્વરૂપ ચિત્તવૃત્તિનું વર્ણન કરાય છે