________________
શ્રવણાદિમાં પ્રયત્ન કરવો તે, અપર વૈરાગ્યની યતમાન અવસ્થા છે. નિવૃત્ત થયેલા રાગાદિમલથી ચિત્તના બાકી રહેલા મલને ભિન્ન સ્વરૂપે જાણીને તેને દૂર કરવા તે, અપર વૈરાગ્યની વ્યતિરેક અવસ્થા છે અને જ્યારે રાગાદિ ચિત્તમલો ઈન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરાવવા સમર્થ બનતા નથી; ત્યારે તે ચિત્તમાત્રમાં જ રહેલા(કાર્યરત નહીં થનારા) કોઈ કોઈ વાર સહેજ સહેજ ચિત્તને વિષયોમાં ઉત્કંઠિત કરતા રહે છે. ચિત્તની આ અવસ્થા એકેન્દ્રિય અપર વૈરાગ્યની છે. આ ત્રણ અવસ્થામાંથી પસાર થયા પછી ચિત્ત અપર વૈરાગ્યની ચોથી અવસ્થાનો અનુભવ કરે છે.
૧૧-૮
અપર વૈરાગ્યનું વર્ણન કરીને હવે પર વૈરાગ્યનું નિરૂપણ કરાય છેतत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसंज्ञकम् । बहिर्वैमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ॥११-९॥
“ઉત્પન્ન થયું છે પુરુષખ્યાતિસ્વરૂપ જ્ઞાન જેને એવા આત્માને(ચિત્તને) ગુણોમાં પણ જે તૃષ્ણાનો અભાવ થાય છે, તે પર વૈરાગ્ય છે. બાહ્ય શબ્દાદિ વિષયોમાં વિમુખતાને ઉત્પન્ન કરી વૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં ઉપયોગી બને છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચેતન છે, શુદ્ધ છે, અનંત છે અને પ્રકૃતિ