________________
હોવાથી સ્વપ્રકાશ્ય નથી. પરંતુ પુરુષ-દ્રષ્ટાથી વેદ્ય છે. જે જે જ્ઞાનના વિષય(દશ્યો છે તે તે દ્રષ્ટાથી વેદ્ય છે.” આ વ્યામિ(નિયમ)થી ચિત્તને સ્વાભાસ (સ્વપ્રકાશ્ય-સ્વયંપ્રકાશસ્વરૂપ) મનાતું નથી. આ પ્રમાણે “ર તલ્લામાાં pયત્વત’ i૪-૨શા આ સૂત્રથી જણાવ્યું છે. એના આશયને સ્પષ્ટ કરતાં રાજમાર્તણ્ડ વિદ્વાને જણાવ્યું છે કે એક કાલે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર એ બન્નેનો વિરોધ હોવાથી ચિત્ત પોતાને પ્રકાશિત કરે અને ઘટાદિને પણ પ્રકાશિત કરે એ શક્ય નથી. ચિત્તના એ વ્યાપારથી ઉત્પન્ન થનારા સ્વ-પર વિષયના જ્ઞાન સ્વરૂપ ફળદ્રયનો અનુભવ પણ થતો નથી. તેથી બહિર્મુખવ્યાપાર વડે ઘટાદિઅર્થમાં ચિત્ત રહેલું હોવાથી ચિત્તનું ફળ સંવેદનાર્થ ઘટાદિમાં જ મનાય છે. પરંતુ ચિત્તમાં પોતામાં મનાતું નથી... ઈત્યાદિ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ અને ચિત્ત બન્ને દશ્યના પ્રકાશક જુદા જુદા માનવાનું આવશ્યક હોય તોપણ ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે ચિત્તાંતરથી વેદ્ય માનવું જોઈએ-આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તેથી અનવસ્થા અને સ્મૃતિસક્કર નામના દોષનો પ્રસજ્ઞ આવશે. જો બુદ્ધિ(ચિત્ત), બુધ્યન્તરથી વેદ્ય બને તો તે પણ બુદ્ધિ, બુદ્ધિ વડે બુધ્યન્તરનું વેદન કરાવવા અસમર્થ હોવાથી તેના વેદન માટે ગ્રાહક તરીકે બુદ્ધ્યન્તરની કલ્પના કરવી પડશે. ત્યાર પછી તેણીના પ્રકાશક તરીકે અન્ય બુધ્ય