________________
ન્તરની કલ્પના કરવી પડશે, જેથી હજાર વર્ષના પણ આયુષ્યમાં પુરુષને-આત્માને અર્થની પ્રતીતિ નહીં થાય. કારણ કે પ્રતીતિમાં; બુદ્ધિ અપ્રતીત હોય તો અર્થ પ્રતીત થતો નથી તેમ જ સ્મૃતિસક્કર પણ થશે.
આશય એ છે કે જ્યારે ચિત્તને ચિત્તાતરથી વેદ્ય માનવામાં આવે ત્યારે ચિત્તથી એકાદ રૂપ કે રસને વિશે બુદ્ધિ થયે છતે તે તે બુદ્ધિને ગ્રહણ કરનારી અનંતી બુદ્ધિઓની(રસાદિગ્રાહક, રસાદિજ્ઞાનગ્રાહક, રસાદિજ્ઞાનજ્ઞાનગ્રાહક ઈત્યાદિ બુદ્ધિઓની) ઉત્પત્તિ થવાથી તે તે બુદ્ધિઓથી અનંતા સંસ્કારોની ઉત્પત્તિ થાય છે અને એ સંસ્કારોથી એકી સાથે અનંતી સ્મૃતિઓ ઉત્પન્ન થયે છતે; કયા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે એ જાણી નહીં શકાય. આ પ્રમાણે યોગસૂત્રમાં ‘સમયે રોમાનવધાર’ ૪-રના અને વિજ્ઞાનતર વુદ્ધિવુતિ સ્કૃતિકૂશ” i૪-રશા આ સૂત્રથી જણાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે એક કાળમાં વિષયનું અને ચિત્તનું પોતાનું ગ્રહણ શક્ય નથી અને ચિત્તાંતરથી ચિત્તને દશ્ય માનવામાં બુદ્ધિથી બુદ્ધિનું ગ્રહણ થવાથી અતિપ્રસ(અનવસ્થા) તેમ જ સ્મૃતિસકર દોષ આવશે, જે ઉપર જણાવ્યા છે.
૧૧-૧૪
આ રીતે ચિત્ત સ્વાભાસ(સ્વપ્રકાશ્ય) ન હોય અને