________________
मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिर्भ्रमः । પુંસવૈતન્યમિત્યાવી, વિપોઽવસ્તુશાધીઃ ॥??-૪૫
“યથાર્થજ્ઞાનને માન-પ્રમાણ કહેવાય છે. અતસ્મિન્ અર્થાત્ તદભાવવાં તેની બુદ્ધિને ભ્રમ કહેવાય છે અને ‘પુરુષનું ચૈતન્ય’... ઈત્યાદિ અવસ્તુને જણાવનારી શબ્દજન્ય બુદ્ધિને વિકલ્પ કહેવાય છે.’’-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ઘટત્વાદિ ધર્મવત્(ઘટાદિ)માં ઘટત્વાદિનું જે જ્ઞાન છે તેને માનપ્રમાણ કહેવાય છે. અન્યત્ર એ પ્રમાણે જણાવાયું છે કે ‘અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.’ ઘટત્વાદિના અભાવવાળા પટાદિમાં ઘટત્યાદિનું જે જ્ઞાન છે તેને ભ્રમ-વિપર્યય કહેવાય છે. ‘વિપર્યયો મિથ્યાજ્ઞાનમતરૂપપ્રતિષ્ઠમ્' -૮ આ યોગસૂત્રથી મિથ્યાજ્ઞાનને વિપર્યય સ્વરૂપે વર્ણવ્યું છે. જે મિથ્યાજ્ઞાન, અસ્વરૂપપ્રતિષ્ઠ છે. કહેવાનો આશય એ છે કે સર્પાદિવિષયમાં જે સર્પાદિનું જ્ઞાન થાય છે; તે પ્રમાત્મક છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા કોઈ જ્ઞાનથી તે બાધિત થતું નથી. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બની રહે છે. પરંતુ દોરડાદિવિષયમાં થનારું જે સર્પ વગેરેનું જ્ઞાન છે; તે ભ્રમ-વિપર્યયસ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા દોરડાદિના યથાર્થજ્ઞાનથી તેનો બાધ થાય છે. તેથી તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બનતું નથી. આથી સમજી શકાશે કે જે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા યથાર્થ