________________
ઉકથી દુઃખના સાધનનો પરિહાર કરવાપૂર્વક શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્ત ચિત્ત વિક્ષિત કહેવાય છે. સદાને માટે તે ચિત્ત દેવોનું હોય છે. આ ચિત્તની ત્રણેય અવસ્થાઓ સમાધિ(યોગ)માં ઉપયોગી બનતી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ સ્વરૂપ બે અવસ્થામાં જ સમાધિમાં ઉપયોગિની છે, જે સત્ત્વગુણના ઉત્કર્ષથી ક્રમશઃ અવસ્થિત બને છે. ઉદ્રિત અવસ્થા અપ્રશસ્ત સ્વરૂપવાળી હોય છે અને ઉત્કર્ષ પ્રશસ્તાવસ્થાપન્ન હોય છે. ઉદ્રિતમાં અતિરેક હોય છે અને ઉત્કર્ષમાં પ્રાચુર્ય હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સાખ્યોએ જે કહ્યું તે બરાબર નથી. ૧૧-૩૧ના
સાખ્યોના એ કથનમાં અનુપપત્તિ જણાવાય છેयोगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् । मदुक्तं लक्षणं तस्मात्, परमानन्दकृत् सताम् ॥११-३२॥
“યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ યોગનું વ્યવસ્થાપન ક્યું છે, તેથી મેં વર્ણવેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન આત્માઓને પરમાનંદને કરનારું છે.” આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વિમા તમ્અર્થાત્ કરાતું કરાયેલું છે, આ સિદ્ધાંત સ્વીકૃત છે. આવે સમયમાં જેની