________________
સ્વરૂપ છે. માટી ઘટસ્વરૂપે પરિણમે છે. પોતાની પૂર્વાવસ્થાથી(આકારાદિથી) ભિન્ન એવી ઘટાદિ અવસ્થાને માટી પ્રાપ્ત કરે છે. તેથી ઘટાદિ માટીનો પરિણામ છે અને તે પરિણામવાળી માટી પરિણામિની છે. આથી સમજી શકાશે કે છવ્વીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ તા.. ઈત્યાદિ નિરર્થક નહીં બને.-આ પ્રમાણે પૂર્વોક્ત દોષનું નિવારણ કરવા છતાં સાખ્યોના મતમાં દોષ તો છે જ. એ સ્યાહુ મેલો.... ઈત્યાદિ શ્લોકાર્ધથી જણાવ્યું છે.
એનો આશય એ છે કે ત...ઈત્યાદિ સૂત્રાશ નિરર્થક ન પણ બને તો ય ભોગનિમિત્તત્વ અને ભોગનિમિત્તત્વાભાવ આ ધર્મના ભેદ(વિશેષ)થી સંસાર અને મોક્ષમાં ભેદ થશે અર્થાત્ એ બંન્નેમાં કશિ ભેદ માનવાનું આવશ્યક છે. “મોક્ષમાં પણ સંસારાવસ્થાની જેમ ભોગનિમિત્તત્વ સ્વરૂપ પૂર્વસ્વભાવ તો છે પરંતુ ભોગનાં કારણોનો અભાવ હોવાથી ભોગની પ્રવૃત્તિ નથી. તેથી સંસાર અને મોક્ષમાં ભેદ કયો છે ?” આ પ્રમાણે કહીને કશ્ચિદ્ ભેદ માનવાનું યદ્યપિ નિવારી શકાય છે. પરંતુ આ રીતે માનવાથી એક જ પુરુષમાં ભવ અને મોક્ષ આ ઉભય સ્વભાવમાં વિરોધ આવશે. તેના પરિવાર માટે એમ કહેવામાં આવે કે પુરુષમાં બે સ્વભાવ નથી પરંતુ ઉભયનો એક જ સ્વભાવ છે.' તો આ રીતે પ્રકારોતરથી સ્યાદ્વાદને જ માની લેવાનો પ્રસ આવશે. ખરી રીતે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.