________________
રીતે સૂત્રના વિષયને કાલ્પનિક માની લેવામાં આવે તો સર્વજનપ્રસિદ્ધ ઘટાદિવ્યવહારના વિષયને પણ કાલ્પનિક માનવાનો પ્રસઙ્ગ આવશે, જેથી શૂન્યવાદીઓના (બૌદ્ધોના) મતમાં પ્રવેશ થશે. ૧૧-૨૬॥
સાખ્યમતમાં જ અનુપપત્યંતર જણાવાય છેनिमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । સ્વાત્ મેટ્રો ધર્મભેવેન, તથાપિ ભવોક્ષયોઃ ।।૨-૨ા
‘“પુરુષમાં નિમિત્તકારણત્વ માનવા છતાં તેની અપરિણામિતાના કારણે કૌટસ્થ્ય પુરુષમાં મનાય છે, તોપણ ધર્મના ભેદથી ભવ અને મોક્ષમાં ભેદ થશે.’’-આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૂન્યવાદનો પ્રસઙ્ગ ન આવે એ માટે પુરુષને અધિષ્ઠાનસ્વરૂપ માનવાના બદલે નિમિત્તકારણ મનાય છે. તેથી સત્ત્વ(બુદ્ધિ)નિષ્ઠ અભિવ્યÄ એવી ચિત્શક્તિની પ્રત્યે પુરુષ નિમિત્તકારણ છે. તે પરિણામી ન હોવાથી તે ફૂટસ્થ કહેવાય છે. પુરુષને જે બારણ મનાય છે, તે ઉપાદાનકારણને લઈને મનાય છે. ઘટનું જેમ ઉપાદાનકારણ માટી છે, પટનું જેમ ઉપાદાનકારણ તન્તુ છે તેમ પુરુષ કોઈનું ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ જ પરિણામી હોય છે અને પરિણામ અવસ્થાંતરને પ્રાપ્ત કરવા
૫૦