Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ સંજ્ઞાઓની સતિ સરળતાથી થતી હોવાથી નિરર્થક તત્ત્વાંતર માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન-આ પાંચ પ્રકારનો વાયુ છે. મુખ અને નાસિકાથી નીકળનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે. જલાદિને શરીરના નીચેના ભાગમાં લઈ જનારા વાયુને અપાનવાયુ કહેવાય છે. ખાધેલા અન્નાદિને પચાવવા માટે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વાયુને સમાનવાયુ કહેવાય છે. અન્નાદિને શરીરના ઉપરના ભાગમાં લઈ જનાર વાયુને ઉદાનવાયુ કહેવાય છે અને શરીરની નાડીઓનાં મુખોને ફેલાવનાર વાયુને વ્યાન વાયુ કહેવાય છે. મુખનિર્ગમનાદિ તે તે વ્યાપારોને લઈને એક જ પ્રકારનો પણ વાયુ પાંચ પ્રકારનો વર્ણવાય છે. આવી જ રીતે બુદ્ધિમાં પણ તેણીના અહઠ્ઠારાદિ વ્યાપારને લઈને તે તે અહઠ્ઠારાદિ સંજ્ઞાઓની ઉપપત્તિ સારી રીતે કરી શકાય છે. જ્યારે બુદ્ધિ, અહટ્ટાર (હું, હું.. ઈત્યાદિ સ્વરૂપ અધ્યવસાય) વ્યાપારને ઉત્પન્ન કરતી હોય ત્યારે બુદ્ધિને અહટ્ટાર કહેવી અને તે(બુદ્ધિ) જ જ્યારે પ્રસુમ(કાર્ય કરવાથી વિરામ પામેલી) સ્વભાવવાળી એવી કાર્યાનુકૂલ સ્વરૂપયોગ્યતાવાળી હોય ત્યારે તેને પ્રકૃતિ તરીકે કહેવી. બુદ્ધિથી અતિરિક્ત અહટ્ટાર કે પ્રકૃતિ વગેરે સ્વરૂપ નિરર્થક તત્ત્વાંતરની કલ્પના કરવાની

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66