________________
નથી.'-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પુરુષની કલ્પનામાં પ્રમાણ તરીકે સંહત્યકારિતાના કારણે પરાર્થત્વનું જે અનુમાન છે તેનો ઉલ્લેખ ક્યો હતો પરંતુ તે બરાબર નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય બુદ્ધિ ઉપર પણ ઉપકાર કરી શકે છે. અર્થાત્ ફળનું આધાન કરી શકે છે. તેથી “સંહત્યકારી પરાર્થક જ હોય છે' -આ નિયમમાં કોઈ પ્રમાણ નથી. “શયન, શમ્યા અને આસનાદિની જેમ પરાર્થતા સત્ત્વાદિમાં સિદ્ધ થવામાં કોઈ દોષ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શયનાદિમાં જે સંહત્યકારિતા છે, તેના કરતાં વિલક્ષણ એવી સંહત્યકારિતા સત્ત્વાદિમાં છે. તેથી તેને લઈને સત્ત્વાદિમાં પરાર્થકતા સિદ્ધ નહીં થાય. અન્યથા શયનાદિની સંહત્યકારિતાથી જેમ સંહત શરીરાદિ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ થાય છે તેમ સહત પરાર્થની સિદ્ધિ થશે. અસંહત પુરુષ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ નહીં થાય.
સત્ત્વાદિની સંહત્યકારિતાને લઈને સંહતપરાર્થની સિદ્ધિ થાય તો તે પરાર્થની સંહત્યકારિતાને લઈને બીજા સંતપરાર્થની સિદ્ધિ થશે... એમ કરવાથી અનવસ્થાનો પ્રસવું આવશે. એ અનવસ્થાના પ્રસફભયથી સત્ત્વાદિની સંહત્યકારિતાથી અસંહતપરાર્થની જ સિદ્ધિ થશે-આ પ્રમાણે યદ્યપિ કહી શકાય છે. પરંતુ ધર્મમાત્રમાં સાયનિરૂપિત