Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ સૂત્રનો આશય એ છે કે વિવેકખ્યાતિ(ભેદગ્રહ)થી જે પુરુષે પોતાના અર્થને સિદ્ધ કરી લીધો છે એવા કૃતાર્થ પુરુષને માટે દશ્ય ચિત્તાદિ નષ્ટ થયેલાં હોવા છતાં તે નષ્ટ થયેલાં નથી. કારણ કે તે સર્વ-સાધારણ છે, કોઈ એક માટે નથી. કહેવાનો આશય એ છે કે દૃશ્યની પ્રવૃત્તિ સર્વ સાધારણ છે. સઘળાય પુરુષોના ભોગસંપાદન માટે બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ એક પુરુષ માટેની એ પ્રવૃત્તિ નથી. વિવેકખ્યાતિના ઉદયથી કોઈ પુરુષ કૃતાર્થ બની દશ્યને ગ્રહણ ન કરે એટલામાત્રથી અવિવેકી પણ એને ગ્રહણ ન કરે એ શક્ય નથી. એકની દૃષ્ટિએ તે નષ્ટ હોવા છતાં બધા માટે તે નષ્ટ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ.।।૧૧-૧૮ ‘જડ એવી પ્રકૃતિ પુરુષાર્થને કરી ના શકે'... ઈત્યાદિ જે કહેવાયું(શ્લો. નં. ૧૨માં) છે : તે અંગે જણાવાય છે कर्त्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः । प्रकृतौ परिणामानां, शक्ती स्वाभाविके उभे ।।११-१९॥ ‘‘પ્રકૃતિમાં મહ(બુદ્ધિ) વગેરે પરિણામોની આનુલોમ્ય અને પ્રાતિલોમ્યને આશ્રયીને જે બે સ્વાભાવિકી શક્તિઓ છે, તે સ્વરૂપ પુમર્થનું કર્તવ્યત્વ પ્રકૃતિમાં મનાય છે.'' આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષના ભોગસંપાદન માટે ૩૪

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66