Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ચિત્તના શુદ્ધ સાત્ત્વિક પરિણામ સ્વરૂપ સત્ત્વમાં; પુરુષમાં રહેલી જે નિત્યોદિ ચિત્ છાયા છે, તેના જેવી જે બીજી પોતાની ચિત્ છાયા છે, તે બીજી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ પુરુષનું પ્રતિબિંબ છે. અન્યત્ર લોકમાં પણ પ્રતિબિબ-દર્પણમાં પ્રતિબિભ્યમાન ઘટાદિની છાયા જેવી છાયાંતરનો જે ઉદ્ભવ થાય છે તેને પ્રતિબિંબ શબ્દથી વર્ણવાય છે. પુરુષમાં આ પ્રતિબિમ્બાત્મક ભોગ ભેદાગ્રહના કારણે છે. પુરુષ અને ચિત્તના અત્યંત સાન્નિધ્યને લઈને વિવેક(ભેદ)નો ગ્રહ થયેલો ન હોવાથી પુરુષમાં ઉપર જણાવ્યા મુજબ ભોગનો વ્યપદેશાવ્યવહાર) થાય છે, જે વાસ્તવિક નથી પરંતુ ઔપાધિક છે. “અત્યંત નિર્મળ અને વ્યાપક એવા આત્માનું પ્રતિબિંબ સત્ત્વમાં કેવી રીતે પડે ? (અર્થાદ ન પડે) આવું જે કહેવાય છે; તે બરાબર નથી. કારણ કે વ્યાપક એવા આકાશનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે અને સામાન્યતઃ સ્વચ્છ એવા પાણી વગેરેમાં સૂર્ય વગેરેનું પ્રતિબિંબ પડતું દેખાય છે. પુરુષમાં રહેલી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ આ પ્રતિબિંબ લોકપ્રસિદ્ધ પ્રતિબિંબથી વિલક્ષણ હોવાથી તાદશ પ્રતિબિંબ પડી શકે છે..” આ પ્રમાણે ભોજ વિદ્વાન કહે છે. (૧૧-૧ળા.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66