________________
એક નિત્યોદિતા અને બીજી અભિવ્યગ્યા. એમાં પહેલી પુરુષમાં છે અને બીજી પુરુષના સન્નિધાનમાં સત્ત્વમાં (શુદ્ધચિત્તમાં) રહેલી છે.’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે. ઉપર જણાવેલી વાતને ભોજે પણ વર્ણવી છે-“આથી જ આ સાખ્યદર્શનમાં બે ચિત્શક્તિ છે. નિત્યોદિતા અને અભિવ્યગ્યા. નિત્યોદિતા (સદાને માટે એક સ્વરૂપ, સર્વથા અપરિણામિની) પુરુષસ્વરૂપ છે અને બીજી પુરુષના સન્નિધાનના કારણે અભિવ્યક્ત થવાથી અભિષ્વઙ્ગ ચૈતન્યસ્વરૂપ સત્ત્વમાં રહેનારી અભિવ્યડ્યા ચિક્તિ છે”... ઈત્યાદિ સુગમ છે. ૧૧-૧૬॥
ઉપર જણાવ્યા મુજસ માનવાથી પુરુષને ભોગની ડીસાના પ્રાપ્તિ પણ સજ્જ્ઞત બને છે, તે
सत्त्वे पुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः । प्रतिबिम्बात्मको भोगः, पुंसि भेदाग्रहादयम् ॥११- १७ ॥
‘“બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જે ચિત્ છાયા છે તેના જેવી જે પોતાની બીજી છાયા છે; તેની જે અભિવ્યક્તિ છે તે સ્વરૂપ પ્રતિબિંબાત્મક ભોગ પુરુષમાં ભેદજ્ઞાનના અભાવે મનાય છે.’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ રજોગુણ અને તમોગુણથી અભિભૂત
૩૧