Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ निद्रा च वासनाभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ॥११-५॥ “અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિને નિદ્રા કહેવાય છે. જાગ્રદ્ અવસ્થામાં સ્મૃતિ થતી હોવાથી સુખાદિવિષયક આ નિદ્રા વૃત્તિ છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમોગુણથી સતત ઉદ્ભિક્ત અવસ્થા હોવાથી આ અવસ્થામાં ચિત્ત ઈન્દ્રિય અને વિષયના સંયોગના અભાવે વિષયાકાર પરિણામ પામતું નથી. તેથી ભાવપ્રત્યયના(ભાવવિષયક ઘટાદિજ્ઞાનના) આલંબનથી રહિત નિદ્રા છે. તે વખતે ચિત્ત સમસ્ત શબ્દાદિ વિષયનો પરિત્યાગ કરીને પ્રવર્તે છે. ‘સમાવપ્રત્યાખ્યના વૃત્તિર્નિકા' - આ યોગસૂત્રથી નિદ્રાને અભાવપ્રત્યયના આલંબનવાળી ચિત્તવૃત્તિ તરીકે વર્ણવી છે. બાહ્યઘટાદિજ્ઞાનના આલંબનથી રહિત હોવા છતાં નિદ્રા-અવસ્થામાં સુખાદિવિષયકજ્ઞાનનું આલંબન હોય છે. અન્યથા સર્વ રીતે જ્ઞાનના આલંબનથી રહિત નિદ્રાને માની લેવાય તો જાગ્રત અવસ્થામાં હું સુખેથી સૂઈ ગયો’... ઈત્યાદિ જે સ્મૃતિ થાય છે, તે અનુપપન્ન બનશે. કારણ કે શયનાવસ્થામાં સુખાદિનો અનુભવ કર્યો ન હોય તો તેનું સ્મરણ જાગ્રત અવસ્થામાં ઉપપન્ન નહીં બને. ઉદ્ભિક્ત તમોવસ્થામાં આંશિક સાત્વિકભાવ કે રજોભાવ ભળે ત્યારે નિદ્રાવસ્થામાં સુખ કે દુઃખનો અનુભવ થાય

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66