Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ વૈરાગ્ય અપેક્ષિત છે અને પછી અભ્યાસ ઉપયોગી બને છે. ||૧૧-૯લા જે વૃત્તિઓના નિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપયોગી બને છે તે જણાવીને હવે તેમાં અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે, તે જણાવાય છે निरोधे पुनरभ्यासो, जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तस्रोतः प्रदर्शनात् ॥ ११-१०॥ “ચિત્તવૃત્તિઓના નિરોધમાં અભ્યાસ, અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણાના શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન કરાવતો હોવાથી ઉપયોગી બને છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં પૂર્વે જણાવેલો અભ્યાસ અત્યંત દૃઢ એવી સ્થિરતાને પ્રાપ્ત કરાવે છે. એ વખતે શ્રેષ્ઠતમ સુખરૂપ સમુદ્રના ઝરણા સ્વરૂપ શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન થવાથી ચિત્ત સુખમાં મગ્ન બને છે. તેથી મનને બાહ્ય વિષયો તરફ જવાનું જ બનતું નથી. જેને જ્યાં આનંદ આવે તેનાથી બીજે જવાનું તેને ન જ બને એ સમજી શકાય છે. આ રીતે ચિત્તની-દઢ સ્થિરતા દ્વારા ચિત્તના નિરોધમાં(ચિત્તવૃત્તિનિરોધમાં) અભ્યાસ ઉપયોગી બને છે. શ્લોક નં. ૯માનું વૈરાગ્યમુદ્યુતે અહીં રહેલા પમુખ્યતે આ પદનો સંબંધ ૧૯

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66