________________
ચિત્તાંતરથી ગ્રાહ્ય ન હોય તો તે પુરુષથી પણ ગ્રાહ્ય અર્થાત્ પુરુષના ગ્રહણનો વિષય કઈ રીતે બનશે, કારણ કે ચિત્ત; જેમ વિષયની સાથે ઈન્દ્રિયો દ્વારા સંબદ્ધ થઈને વિષયભૂત ઘટાદિના આકારમાં પરિણત થાય છે અને તેથી વિષયને ગ્રહણ કરે છે તેમ પુરુષ તો અપરિણામી-અસઙ્ગ હોવાથી ચિત્તાકારમાં પરિણત નહીં થાય, તો પછી તે (પુરુષ) ચિત્તને વિષય કઈ રીતે બનાવશે-આ શંકાનું સાખ્યો તરફથી સમાધાન કરાય છે
अङ्गाङ्गिभावचाराभ्यां चितिरप्रतिसङ्क्रमा । द्रष्टृदृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ॥११- १५ ॥
.
“પરિણામ અને પરિણામી ભાવને પામવા વડે પુરુષની(પુરુષસ્વરૂપ) ચિત્રાક્તિનો પ્રતિસમ થતો નથી. દ્રષ્ટા(પુરુષ) અને દશ્ય(ઘટાદિ)થી રંગાયેલું તદાકાર બનેલું) ચિત્ત સર્વ–અર્થવિષયક છે.’’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચિરૂપ(ચેતન) છે. પુરુષસ્વરૂપ જ ચિત્ શક્તિ છે, જે: શુદ્ધ, નિર્લેપ અને સંદૈવ એક સ્વરૂપ છે. તેનો કોઈ જ પરિણામ નથી. તેથી તે પરિણામી પણ નથી. પરિણામભાવ અને પરિણામિભાવમાં તેનું ગમન થતું નથી, તેથી તેવા ગમન(પ્રાપ્તિ) વડે જે પ્રતિસક્રમ(ત્યાં જઈને તદ્રુપતાને ધારણ કરવા સ્વરૂપ) થતો હોય છે તે પ્રતિસક્રમ ન થવાથી ચિક્તિ અપ્રતિસક્રમા છે.
૨૮