Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ અપરિણામી છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૧-૧૩યા આત્માને અપરિણામી જે કારણથી માનવામાં આવે છે એ કારણને જાણીને સાખ્યોને એમ જણાવાય છે કે ચિત્તનો જ્ઞાતા આત્મા અને ઘટાદિનું ગ્રાહક(પ્રકાશક) ચિત્ત; આ પ્રમાણે બે પ્રકાશક શા માટે માનવા જોઈએ. કારણ કે સત્ત્વગુણના ઉત્કર્ષથી ચિત્ત જ જો ઘટાદિનો પ્રકાશક છે તો તે પોતે પ્રકાશ સ્વરૂપ હોવાથી દીપકની જેમ પોતાનું પણ પ્રકાશક થશે. તેથી જ જ્ઞાનાદિવ્યવહાર સત થતા હોવાથી ચિત્તના પ્રકાશક તરીકે ગ્રીવન્તર(ઘટાદિના ગ્રહીત ચિત્તથી ભિન્ન ગ્રહીતા)-પુરુષની કલ્પના કરવાની આવશ્યક્તા નથી. આ પ્રમાણેની શક્કાના સમાધાન માટે સાખ્યો તરફથી જણાવાય છેस्वाभासं खलु नो चित्तं, दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसङ्करौ ॥११-१४॥ દશ્ય હોવાથી ઘટાદિની જેમ ચિત્ત સ્વપ્રકાશ્ય નથી. પરંતુ દ્રષ્ટા-પુરુષથી વેદ્ય(શેય) છે. ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે બીજા ચિત્તથી દશ્ય માનવામાં આવે તો અનવસ્થા અને સ્મૃતિસક્કર નામના દોષો આવશે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઘટાદિ પદાર્થો જેમ દશ્ય હોવાથી સ્વભિન્ન ચિત્તથી વેદ્ય (પ્રકાશ્ય) છે, સ્વપ્રકાશ્ય નથી. તેવી જ રીતે ચિત્ત પણ પુરુષનું દશ્ય

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66