Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ જડ છે, મલિન છે, સાંત છે. તેથી પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે.’ આ રીતે ભિન્નસ્વરૂપે પુરુષનો જે સાક્ષાત્કાર થાય છે, તેને પંખ્યાતિ કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિના વિવેકનું જે જ્ઞાન; તેને પંખ્યાતિ કહેવાય છે. તેના કારણે ગુણોમાં પણ તૃષ્ણા રહેતી નથી. તેથી સત્ત્વાદિ ગુણોના કાર્યમાં તૃણાનો અભાવ થવાથી આ વૈરાગ્યને પર વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યનું “પર”નામ તેના અર્થ મુજબ છે. આ વૈરાગ્ય અપર વૈરાગ્યની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. તેથી અર્થને અનુસરી તેને “પર” તરીકે વર્ણવ્યો છે. ઔદયિક-ભાવના સુખના સાધનભૂત શબ્દાદિ વિષયોમાં જે વૈરાગ્ય છે અને કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવમાં તેમ જ તેનાથી પ્રાપ્ત થનારા અર્થમાં જે વૈરાગ્ય છે-એ બંન્નેમાં જેટલો ફરક છે એટલો ફરક અહીં અપર અને પર વૈરાગ્યમાં છે. | ‘તત્યાં પુષયાખવૈતૃwયમ્ -૨દા આ યોગસૂત્રથી પર વૈરાગ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે પુરુષ અને પ્રકૃતિની ભિન્નતાનું જ્ઞાન થવાથી સંસાર ઉપર જે અભાવ થાય છે; તે પર વૈરાગ્ય છે. પ્રથમ અપર વૈરાગ્ય શબ્દાદિના વિષયમાં હતો અને આ બીજો, ગુણ(સત્ત્વાદિ)ના વિષયમાં છે. આટલો ભેદ-વિશેષ છે. બાહ્યવિષયોમાં દુષ્ટતા(દોષ)નું દર્શન કરાવીને ચિત્તની વિષયસંબંધી પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વિમુખતાને ઉત્પન્ન કરવા દ્વારા વૈરાગ્ય, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવામાં ઉપયોગી બને છે. આથી સમજી શકાશે કે વૃત્તિઓના નિરોધ માટે પ્રથમ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66