Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ઉપલબ્ધ-દષ્ટ અર્થ શબ્દ, ગંધ, રૂપ વગેરે છે અને ગુરુદેવશ્રીના મુખે સાંભળવાના હોવાથી વેદને અનુશ્રવ કહેવાય છે, તેથી તે વેદથી ઉપલબ્ધ દેવલોકાદિ આનુશ્રવિક પદાર્થો છે. એ બંન્નેમાં વિરસતાનું જ્ઞાન થવાથી તૃષ્ણાથી રહિત થયેલા ચિત્તને ‘આ દષ્ટ અને આનુત્રવિક અર્થ મારે જ વશ છે. હું એને વશ નથી.’ આવા પ્રકારની વિમર્શસ્વરૂપ વશીકાર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ વશીકારસંજ્ઞાને અપર વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય; પછી થનારા પર વૈરાગ્યની પૂર્વેનો હોવાથી અપર વૈરાગ્ય છે. અપર વૈરાગ્યના કારણે પરાધીનતાનો અભાવ થાય છે. સ્વ-આત્માને છોડીને બીજા બધા પર પદાર્થોની આધીનતા રહેતી ન હોવાથી ફળની અપેક્ષાએ અપરવૈરાગ્ય અનધીનતા સ્વરૂપ છે. આ વાત ‘દૃષ્ટાનુશ્રવિવિષયવૈતૃખ્યસ્ય વશીળાસંજ્ઞા વૈરામ્યમ્ ।।−ા આ યોગસૂત્રથી પણ સમજી લેવી જોઈએ. દટ(શબ્દાદિ) અને આનુશ્રવિક(દેવલોકાદિ) પદાર્થ સ્વરૂપ વિષયોની તૃષ્ણાથી રહિત થયેલાને જે વશીકાર સંજ્ઞા થાય છે તેને વૈરાગ્ય કહેવાય છે. અહીં સમજી લેવું જોઈએ કે અપર વૈરાગ્યની પરાકાષ્ઠા એ વશીકારસંજ્ઞા છે. એના ગ્રહણથી એની પૂર્વે થનારા યતમાન, વ્યતિરેક અને એકેન્દ્રિય આ અપરવૈરાગ્યનું પણ ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે એ ત્રણની પ્રાપ્તિ વિના વશીકારસંજ્ઞાની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થોમાં સારાસારનો નિર્ણય કરવા પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્ર ૧૬

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66