________________
5
ચંચળતાને જ ધારણ કરતું આવ્યું છે. તેથી ચંચળતા તો ચિત્તનો સ્વાભાવિક ધર્મ જ બની ગયો છે. તેની તે ચંચળતા, અલ્પકાળસાધ્ય એવા ક્ષણિક એવા કોઈ ઉપાયથી દૂર થઈ જાય એ સંભવિત નથી. તેથી જે ઉપાયથી ચિત્તની ચંચળતા દૂર થઈ જાય અને તે સ્થિરતાને પ્રાપ્ત કરે એવો ઉપાય આચર્યા વિના છૂટકો નથી. અભ્યાસની દૃઢતા સિવાય એવો કોઈ ઉપાય નથી. યમ અને નિયમ વગેરે યોગનાં અગભૂત અનુષ્ઠાનો; અલ્પકાળ માટે, સાતત્યના અભાવવાળા અને શ્રદ્ધા-તિતિક્ષાદિ સ્વરૂપ આદર વિના કરવાથી ચિત્તની સ્થિરતા પ્રામ થતી નથી. તેથી તે અનુષ્ઠાનો લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધાદિ-આદરપૂર્વક જ કરવાં જોઈએ, જેથી અભ્યાસ દઢભૂમિવાળો મજબૂત બને છે, જેથી ચિત્તની એકાગ્રતા બની રહે છે. દૃઢભૂમિવાળા અભ્યાસ વિના ચિત્ત એકાગ્ર બની શકતું નથી. ૧૧-ગા
વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવાય છે
या वशीकारसंज्ञा स्याद्, दृष्टानुश्रविकार्थयोः । वितृष्णस्यापरं तत् स्याद्, वैराग्यमनधीनता ।। ११-८॥
“વિષયની તૃષ્ણાથી રહિત ચિત્તને આ લોક સંબંધી અને પરલોકસંબંધી પદાર્થોમાં જે વશીકારસંજ્ઞા છે‘તે અનધીનતા સ્વરૂપ અપર વૈરાગ્ય છે.’’–આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ લોકમાં
૧૫